Saturday, September 14, 2024
More
    હોમપેજસ્પેશ્યલરાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ: તૂટશે અંગ્રેજીનું વર્ચસ્વ- દલિત, આદિવાસી, પછાત, મહિલાઓ માટે...

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ: તૂટશે અંગ્રેજીનું વર્ચસ્વ- દલિત, આદિવાસી, પછાત, મહિલાઓ માટે ખુલશે નવી સંભાવનાઓના દ્વાર

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાઓને પુનર્જીવિત કરવાના ઉદ્ધેશ્ય પ્રતિ સમર્પિત છે. સમૃદ્ધ અને ઉન્નત ભારતીય જ્ઞાન પરંપરાની સૂક્ષ્મ સમજ, ગાંધીજી તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના દ્રષ્ટિકોણથી પ્રેરિત તેમજ આત્મનિર્ભર ભારતની આકાંક્ષા ધરાવતી આ શિક્ષણ નીતિ વિવિધ શિક્ષણ-અધ્યયન સિદ્ધાંતોનો સુમેળભર્યો સમાવેશ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    નવી શિક્ષણ નીતિ 1968 અને 1986નું લક્ષ્ય શિક્ષાના ક્ષેત્રમાં સમાનતાને પ્રોત્સાહિત કરવાનું હતું. શિક્ષણ નીતિ 1968માં જ્યાં શૈક્ષણિક માળખું સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, ત્યાં બીજી તરફ 1986ની શિક્ષણ નીતિમાં શૈક્ષણિક અસમાનતાઓને નાબૂદ કરવી ચિંતાના કેન્દ્રમાં હતી. તેનાથી સાવ વિપરીત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP: National Education Policy) અત્યાધુનિક શૈક્ષણિક સંસાધનો તેમજ નવીનતા મારફતે સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે.

    જુલાઈ 2020થી લાગુ કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્યત્વે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ સુધારાઓ અને નિયમન માળખાને સરળ બનાવવાની વાત કરવામાં આવી છે. આ નીતિમાં જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે એક સમાન, સંતુલિત અને સંવેદનશીલ નિયમનની પ્રસ્તાવના સાથે-સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં લાભરહિત ખાનગી ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે.

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાઓને પુનર્જીવિત કરવાના ઉદ્ધેશ્ય પ્રતિ સમર્પિત છે. સમૃદ્ધ અને ઉન્નત ભારતીય જ્ઞાન પરંપરાની સૂક્ષ્મ સમજ, ગાંધીજી તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના દ્રષ્ટિકોણથી પ્રેરિત તેમજ આત્મનિર્ભર ભારતની આકાંક્ષા ધરાવતી આ શિક્ષણ નીતિ વિવિધ શિક્ષણ-અધ્યયન સિદ્ધાંતોનો સુમેળભર્યો સમાવેશ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં નીચેનાં આવશ્યક તત્ત્વો પર ધ્યાન આપવામાં આવ્યું છેઃ

    • દરેક વિદ્યાર્થી માટે નિષ્પક્ષ અને સમાવિષ્ટ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવું.
    • એક બહુમુખી મૂળભૂત શૈક્ષણિક માળખાનું નિર્માણ કે જે દરેક વિદ્યાર્થીની હિતો, જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા છતાં સુલભ હોય.
    • મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયોની માળખાગત ક્ષમતાને ક્રમશઃ વિકસિત કરવામાં આઈ રહ્યા છે.
    • નિયમનકારી પ્રણાલીમાં સંગઠનાત્મક ફેરફારો કરીને એકીકૃત ઉપક્રમ બનાવવામાં આવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષા આયોગ અને રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન આ પ્રકારની જ એક પહેલ છે.
    • એક વ્યાપક, સંસ્કારપરક, કૌશલ્ય આધારિત અને આંતરશાખાકીય (ઈન્ટરડિસીપ્લીનરી) શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.
    • બહુભાષાવાદને પ્રોત્સાહન આપતા માતૃભાષામાં, ખાસ કરીને ભારતીય ભાષાઓમાં શિક્ષણ-અધ્યયન ક્રિયાને સંચાલિત કરવામાં આવી રહી છે. ઇજનેરી વિજ્ઞાન (એન્જિનિયરિંગ), ચિકિત્સા તેમજ વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) જેવા વિષયોની પાઠ્ય-સામગ્રી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.
    • શિક્ષકોને સતત પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે સમયબદ્ધ નિમણૂકો અને બઢતીઓ કરવામાં આવી રહી છે.
    • વ્યાવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવી વ્યાવસાયિક સંસ્થાઓ ખોલવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તબીબી શિક્ષણ સંસ્થાઓ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
    • રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન માટે 50,000 કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેના માધ્યમથી ગુણવત્તાયુક્ત સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ સમાજ અને ઉદ્યોગ સાથે સંશોધનને પ્રત્યક્ષ રીતે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
    • ગુણવત્તાયુક્ત દૂરસ્થ અને મુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER)માં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
    • જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવાની દિશામાં પણ વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યા છે. ભારતનો આર્થિક મહાસત્તા રૂપે ઉદય અને સતત વધી રહેલા GST કરની રાશિના કારણે આશા જાગી છે કે ભારત સરકાર શિક્ષણ બજેટમાં વધારો કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે જરૂરી ભૌતિક માળખું ઊભું કરશે

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના પરિણામે, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) જેવા સમાવિષ્ટ શિક્ષણને સુનિશ્ચિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) વિદ્યાર્થીઓને મળતી ક્રેડિટ ડિજિટલ રીતે જમા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના ઓનર્સ પ્રોગ્રામ અથવા ચાર વર્ષના ઓનર્સ પ્રોગ્રામ, સંશોધન સાથે ચાર વર્ષના ઓનર્સ પ્રોગ્રામ્સનું ચયન કરી રહ્યા છે

    ઓનર્સ પ્રોગ્રામની પસંદગી સાથે, વિદ્યાર્થીઓ પ્રોગ્રામના કોઈપણ વર્ષમાં પ્રવેશ લઈ શકે છે અથવાતો તેને છોડી શકે છે. તેમને અભ્યાસના સમયગાળા અનુસાર પ્રમાણપત્ર આપવામાં આવશે. હવે તેમનો સમય, શ્રમ અને સંસાધનોનો વ્યય નહીં થાય. ઉચ્ચ શિક્ષામાં બહુ-પ્રવેશ (મલ્ટી એન્ટ્રી) અને નિકાસ પ્રણાલી (એક્ઝિટ સિસ્ટમ) તેમજ બહુવિષયક શિક્ષણ પણ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ (ABC) દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે.

    ભારત સરકાર શિક્ષણના માધ્યમો સાથે-સાથે ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેને શક્ય બનાવી રહી છે. આ અંતર્ગત ઘણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પ્રાદેશિક ભાષા કે માતૃભાષાને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે સ્થાનિક ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવી રહી છે. તેનાથી વંચિત વર્ગો – દલિતો, આદિવાસીઓ, પછાત, લઘુમતીઓ અને મહિલાઓ માટે નવી સંભાવનાઓના દ્વાર ખુલી રહ્યા છે.

    અધ્યયન-અધ્યાપનમાં અંગ્રેજી ભાષાના વર્ચસ્વએ આ વર્ગોની વંચિતતામાં અનેક ગણો વધારો કર્યો હતો અને એક જગ્યા પર સ્થિર કરી દીધા હતા. ઔપનીવેશિક (Colonial) અભ્યાસક્રમે ભારતીય બુદ્ધિમતાને નિરાશ કરી છે અને તેને તેના મૂળથી ઉખાડી નાખી છે. ત્યારે હવે નવી શિક્ષણ પ્રણાલીની મદદથી સ્થાનિકવાદ અને આંતરરાષ્ટ્રીયતાવાદનું સંકલન કરતા જવાબદાર અને જાગૃત નાગરિકો બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

    પ્રતિભા પલાયન અને મૂડી પ્રવાહને રોકવા માટે ભારતમાં પ્રખ્યાત-પ્રતિષ્ઠિત વિદેશી વિશ્વવિધાલયોના કેમ્પસ ખોલવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.

    તમામ વર્ગોને સમાન અવસર પ્રદાન કરવાના હેતુથી નાણાકીય સહાય, વિશેષ ઋણ (લોન), શિષ્યવૃત્તિ તેમજ પુરસ્કાર વગેરે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. શિક્ષકોની કાર્યપ્રણાલી વધુ ઉત્તમ બને તે માટે નિરંતર પ્રશિક્ષણ વર્ગો કરવમ આવી રહ્યા છે, સાથે જ તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે.

    સુચના-પ્રૌદ્યોગિકી ઉપકરણો અને માધ્યમો (IT) દ્વારા શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક, સર્વસમાવેશક અને સરળ બનાવવામાં આવી રહી છે. નવીનતા એ શિક્ષણ પરિદ્રશ્યનું વર્તમાન છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ દરેક વર્ગખંડ એક એવા સુંદર ઉદ્યાન જેવો બની રહ્યો છે, જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણના પ્રકાશમાં ક્ષમતા, પ્રતિભા, આકાંક્ષા અને સંભાવનાઓના બહુરંગી પુષ્પો ખીલી રહ્યા છે.

    ભારતના સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયમાં સ્થાન ધરાવતું દિલ્હી વિશ્વવિદ્યાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઇપી)ના અમલીકરણમાં અગ્રણી ભૂમિકા ધરાવે છે. તે ઘણા આંતરરાષ્ટ્રીય એમઓયુ, સહકારી સંબંધોને મજબૂત કરવાનું કામ કરી રહ્યું છે. તે વસુધૈવ કુટુમ્બકમ તેમજ સાર્વત્રિકતાવાદ અને સાર્વત્રિકતાની ભાવનાને સાકાર કરવાની દિશામાં નિર્ણાયક પહેલ કરી રહ્યું છે. વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી રહી છે, જે પરસ્પર વિનિમયની સાથે શિક્ષણ પરિદ્રશ્યોને ગતિશીલ અને સમૃદ્ધ બનાવી રહી છે.

    દેશની વિવિધ યુનિવર્સિટીઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભાવનાને અનુરૂપ અભ્યાસક્રમમાં મૂળભૂત ફેરફારો અને વિષયોની પસંદગીમાં લવચિકતા, બહુશાખાકીય, ગુણવત્તાયુક્ત સંશોધન અને નવીનતા ઉપરાંત કોલેજોની સ્વાયત્તતા અને શિક્ષક તાલીમ વગેરે અપનાવ્યા છે. તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અનેક રાજ્ય યુનિવર્સિટીઓએ પોતાના સ્નાતક અને સ્નાતકોત્તર પાઠ્યક્રમો (CBCS: Choice Based Credit System) તેમજ એલઓસીએફ (LOCF: Learning Outcomes-based Curriculum Framework) ફ્રેમ વર્ક અંતર્ગત પરિવર્તન કરતા અપગ્રેડ કર્યા છે.

    સીબીસીએસ અને એલઓસીએફ પ્રણાલી વિદ્યાર્થીઓને તેમના પસંદ કરેલા અભ્યાસક્રમો પસંદ કરવાની સ્વતંત્રતા પ્રદાન કરે છે. અભ્યાસક્રમો ઉપરાંત શિક્ષણ વિધિઓ અને પદ્ધતિઓમાં પણ નિર્ણાયક ફેરફારો થયા છે. આ ફેરફારો યુજીસીએફ અભ્યાસક્રમ 2022 (UGCF: Undergraduate Curriculum Framework 2022) સાથે સુસંગત છે. તેનો હેતુ સર્વગ્રાહી શિક્ષણની ખાતરી કરવાનો છે. આ ફેરફાર સ્કીલ ડેવલોપમેન્ટ અને વિદ્યાર્થીઓની કારકિર્દીના ધ્યેય પ્રમાણે સંસ્કાર નિર્માણમાં મદદરૂપ સાબિત થશે.

    બહુશાખાકીય અને આંતરશાખાકીય સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક યુનિવર્સિટીઓએ બી.એ (ઓનર્સ) ઇન લિબરલ આર્ટસ અને એમ.એ ઇન ઇન્ટરડિસીપ્લીનરી સ્ટડીઝ સંખ્યાબંધ બહુવિષયક કાર્યક્રમો શરૂ છે. આ કાર્યક્રમો વિદ્યાર્થીઓને એક સાથે વિવિધ વિષયોનો અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. સાથે જ તેમને વિચાર-વિમર્સ, સમસ્યા-સમાધાન ક્ષમતા તેમજ સંવાદ કૌશલ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી ડીઝાઇન કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો 21મી સદીની આવશ્યકતાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

    યુનિવર્સીટીઓમાં ઇનોવેશન સેન્ટર, ઇન્ક્યૂબેશ્ન સેન્ટર, સ્ટાર્ટ-અપ ફંડ, ઉદ્યમોદય ફાઉન્ડેશન, વિશ્વવિદ્યાલય ફાઉન્ડેશન તેમજ રીસર્ચ પાર્કની સ્થાપના જેવા મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યા છે.

    નિષ્કર્ષમાં છેલ્લા ત્રણ વર્ષમાં દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ ફેરફારોએ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને વધુ વિદ્યાર્થી-કેન્દ્રિત, સંશોધન-કેન્દ્રિત અને નવીન બનાવી છે. સાથે જ અનેક યુનિવર્સિટીઓને વિશ્વકક્ષાની શૈક્ષણિક પ્રતિષ્ઠા હાંસલ કરવા માટે સ્પર્ધાત્મક બનાવવામાં આવી છે. પરંતુ આ લક્ષ્યની સિદ્ધિ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણમાં સૌથી મોટો અવરોધ આર્થિક સંસાધનો અને માળખાગત સુવિધાઓનો અભાવ છે. સરકારે શિક્ષણમાં રોકાણ વધારવું જોઈએ. આમ કરવાથી જ ભારતને જ્ઞાન અર્થ-વ્યવસ્થા (વિશ્વગુરુ) અને વિશ્વશક્તિ બનાવી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં