Sunday, September 15, 2024
More
    હોમપેજદેશપહેલાં એક વર્ગ સુધી સીમિત રહેતા હતા પદ્મ પુરસ્કારો, મોદી રાજમાં દેશના...

    પહેલાં એક વર્ગ સુધી સીમિત રહેતા હતા પદ્મ પુરસ્કારો, મોદી રાજમાં દેશના ખૂણે-ખૂણે પહોંચ્યું સન્માન: માત્ર પ્રસિદ્ધિના આધારે નહીં પરંતુ અભૂતપૂર્વ પરિવર્તનના મશાલચીઓની થઈ રહી છે કદર

    પહેલાં પદ્મ પુરસ્કારો જાણીતા લોકોના પ્રસ્તાવ પર જાણીતા લોકોને જ આપવામાં આવતા હતા. પરંતુ પદ્મ પુરસ્કાર હવે એક લોક આંદોલન બની ગયું છે અને દેખીતી રીતે જ આ જનભાગીદારી નવા ભારતનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    - Advertisement -

    ભારત લોકતાંત્રિક દેશ છે. આપણા બંધારણની પ્રસ્તાવના કે જેને આપણે આમુખ કહીએ છીએ તે, ‘અમે ભારતના લોકો’થી શરૂ થાય છે અને ‘આ બંધારણ અમે પોતાને અર્પિત કરીએ છીએ’ સાથે પૂર્ણ થાય છે. તે સત્ય છે કે ભારતનું બંધારણ પ્રત્યેક વ્યક્તિને પૃષ્ઠભૂમિની પરવાહ કર્યા વગર સશક્ત બનાવવા, પ્રસિદ્ધ બનાવવા અને સન્માન આપવાનાં લક્ષણો ધરાવે છે. પરંતુ બંધારણની આ ધારણા ધીરે-ધીરે ખતમ થઈ રહી હતી. લોકો એવું વિચારતા થઈ ગયા હતા કે, પદ્મ પુરસ્કારો મેળવવા માટે કોઈને એક વિશિષ્ઠ વર્ગનો ભાગ બનવું અનિવાર્ય છે. પરંતુ હવે PM મોદીના નેતૃત્વવાળી સરકારે પદ્મ પુરસ્કારને ‘લોકોનો પુરસ્કાર’ બનાવી દીધો છે. આજે જરૂરી નથી કે, પદ્મ પુરસ્કાર મેળવવા માટે તમે કોઈ ચોક્કસ વર્ગના જ વ્યક્તિ હોવા જોઈએ. જો તમારામાં સમાજમાં પરિવર્તન લાવવાની દ્રઢ ઈચ્છાશક્તિ છે તો દેશને તમારા પર ગર્વ છે અને તેનું તમને સન્માન પણ મળશે.

    વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પદ્મ પુરસ્કારો દેશના ખૂણે-ખૂણે સુધી પહોંચ્યા છે. પદ્મ પુરસ્કારો મેળવનારાઓની યાદી જોઈએ તો ખ્યાલ આવે છે કે, તેમાંથી મોટાભાગના લોકોને તો કોઈ ઓળખતું પણ નથી. સ્થાનિક લોકો સિવાયના દેશના અન્ય લોકોને તેમના યોગદાન વિશે કોઈ માહિતી નથી. યાદીમાં માત્ર બૉલીવુડ એક્ટર્સ, ક્રિકેટ ટીમના ખેલાડીઓ અથવા અન્ય પ્રસિદ્ધ વ્યક્તિઓ જ નહોતી. પરંતુ તેમની સાથે મોટા પ્રમાણમાં સામાન્ય લોકો પણ હતા. દેશ તે વિભૂતિઓના યોગદાનને જાણી શકે તે માટે સરકાર તેમને પદ્મ સન્માનથી સન્માનિત કરે છે. ત્યારે જઈને લોકો તેમના યોગદાન વિશે જાણી શકે છે.

    દેશ સ્વતંત્ર થયાને 7 દાયકા વીતી ગયા. પરંતુ કોઈ સરકારે સામાન્ય લોકોને સન્માનિત કરવાની જહેમત નહોતી ઉઠાવી. આટલા વર્ષો સુધી અન્ય સરકારોએ અમુક ક્ષેત્રોના ગણ્યા-ગાંઠ્યા અને એલિટ લોકોને જ પુરસ્કારો આપ્યા હતા, પરંતુ PM મોદીએ તેમનું તો સન્માન જાળવ્યું જ છે, પણ તેમની સાથે છેવાડાના માનવીઓની પણ કદર કરી છે. તેમની વિશેષતાઓનું સન્માન કર્યું છે. દેશ પ્રત્યેના તેમના સમર્પણ ભાવની પ્રશંસા કરી છે. માત્ર સન્માન આપી દીધું તે જ નહીં, પરંતુ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં નિયમિતરૂપે વડાપ્રધાન એવા લોકોની ગાથા સમાજ સામે મૂકે છે, જેમને કોઈ ઓળખતું હોતું નથી. પરંતુ દેશ માટે તેમનું યોગદાન મહત્વનું હોય છે.

    - Advertisement -

    ‘વિશિષ્ટ વર્ગના’ લોકોના સન્માન’થી ‘વિશિષ્ટ સેવા’ કરનારાઓના સન્માન સુધીનું પરિવર્તન

    પહેલાંના કોંગ્રેસ શાસન હેઠળ, પદ્મ પુરસ્કાર મેળવનારાઓની સંખ્યા સીમિત હતી અને તેઓ કેટલાક ‘વિશિષ્ટ વર્ગ’ સાથે સંકળાયેલા હતા. લોકો વચ્ચે કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે દેશસેવા કરી રહ્યો છે, પરંતુ તેની નોંધ લેવામાં આવી રહી નહોતી. જે લોકો સત્તારૂઢ સિસ્ટમની પ્રશંસા અને વાહવાહી કરે, તેમનું નામ પણ આગળ કરી દેવામાં આવતું હતું. એક ચોક્કસ વર્ગ સુધી જ આ પુરસ્કારો સીમિત રહી ગયા હતા, જે વર્ગ ‘એલિટ’ કહેવાય છે. પરંતુ વડાપ્રધાન મોદીએ આ પરંપરાને સદંતર બંધ કરી દીધી છે. પદ્મ પુરસ્કાર હવે માત્ર પ્રસિદ્ધ અને વિશિષ્ટ વર્ગના વ્યક્તિઓ માટે જ નથી. પરંતુ વિશિષ્ઠ સેવા આપી રહેલા જનનાયકો માટે પણ છે.

    હવે પદ્મ પુરસ્કાર સામાન્ય લોકો માટે છે. સાધારણ પુરુષો અને મહિલાઓની પ્રતિભા, યોગ્યતા, સખત પરિશ્રમ, વિવિધતા, દ્રઢતા, સામાજિક કાર્ય, અદ્વિતીય કૌશલ અને સિદ્ધિઓના આધારે હવે સામાન્ય જનમાનસ સુધી પદ્મ પુરસ્કારો પહોંચ્યા છે. તે ગુમનામ લોકો કે જે, સમાજમાં પરિવર્તન લાવી રહ્યા હતા. મોટા સમુદાય પર ઘેરો પ્રભાવ પાડી રહ્યા હતા, દેશમાં ક્રાંતિની મશાલ લઈને નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યારેય સન્માનિત કરવામાં નહોતા આવ્યા. આજે તેવા તમામ લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે, જેમણે લોકો માટે પોતાના જીવનને સમર્પિત કરી દીધું છે.

    વડાપ્રધાન મોદીએ પદ્મ પુરસ્કારની પ્રક્રિયામાં કર્યું પરિવર્તન

    પદ્મ પુરસ્કાર એ માત્ર ભારતીય લોકશાહી માટેનો પુરસ્કાર નથી પરંતુ તે સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે. જે સામાન્ય માણસને તેની વિશેષ સિદ્ધિઓ માટે એક અલગ ઓળખ આપે છે. આ એવોર્ડ એવા વ્યક્તિત્વ માટે છે જે પોતાની કલા, સંસ્કૃતિ, કૌશલ્ય, વિચારો અને કાર્ય દ્વારા દેશને એક કરવાનું કામ કરે છે. PM નરેન્દ્ર મોદીએ આ પદ્મ પુરસ્કારોને સામાન્ય માણસના પદ્મ પુરસ્કારો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. જાન્યુઆરી 2021માં વર્ષના તેમના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમણે દેશવાસીઓને ભારતના એવા અજાણ્યા ચહેરાઓ વિશે શક્ય તેટલું જાણવા કહ્યું હતું જેઓ તેમના અંગત હિતોની બહાર જઈને સમાજ માટે કામ કરી રહ્યા છે. આ પછી તેમણે સોશિયલ મીડિયા પર જઈને અપીલ કરી હતી કે, દેશના સામાન્ય માણસે એવા લોકોને પદ્મ પુરસ્કારો માટે નોમિનેટ કરવા જોઈએ જેમનું જીવન અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. PM મોદીએ તેનું નામ પીપલ્સ પદ્મ રાખ્યું હતું અને આજે ખરા અર્થમાં તે લોકોનો પુરસ્કાર બની રહ્યો છે.

    પદ્મ પુરસ્કારોમાં ઐતિહાસિક ફેરફાર 2016માં આવ્યો જ્યારે મોદી સરકારે નોમિનેશન પ્રક્રિયા સામાન્ય લોકોને સોંપી દીધી. કોઈપણ ભારતીય નાગરિક સામાન્ય રીતે ઓનલાઈન આ પુરસ્કારો માટે કોઈપણ સામાન્ય માણસનું નામ નોમિનેટ કરી શકે છે. આનાથી પુરસ્કારોમાં પારદર્શિતા તો આવી જ પરંતુ દૂરના વિસ્તારોમાં રહેતા અજાણ્યા હીરોને ઓળખવામાં પણ મદદ મળી. હવે સ્થિતિ એવી છે કે, કોઈપણ વ્યક્તિ સરકારી વેબસાઈટ પર પોતાને પણ નોમિનેટ કરી શકે છે. 2018માં, લોકોનું પદ્મ આંદોલન બનાવવાની દિશામાં બીજું પગલું લેવામાં આવ્યું. PM મોદીની પહેલ પર, સરકારે પદ્મ ક્વિઝ સ્પર્ધા શરૂ કરી. તેના વિજેતાઓને પદ્મ એવોર્ડ સમારોહમાં જવાનો મોકો પણ મળે છે. એક વોલ ઓફ વિશ પણ બનાવવામાં આવી છે જેમાં લોકો પદ્મ વિજેતાઓને વ્યક્તિગત કાર્ડ મોકલી શકે છે.

    ભારત સરકારનું ગૃહ મંત્રાલય આ પીપલ્સ પદ્મ પુરસ્કારોને લાગુ કરવાના તેના લક્ષ્યને પૂર્ણ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકારનો પ્રયાસ એ છે કે પદ્મ પુરસ્કાર મેળવનારાઓની યાદી તેમની ઓળખને બદલે તેમના કામને જોઈને તૈયાર કરવામાં આવે. તેથી, વિજેતા નક્કી કરવા માટે, જૂના માર્ગ પરથી હટીને સામાન્ય લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા, જ્યારે પહેલાં પદ્મ પુરસ્કારો જાણીતા લોકોના પ્રસ્તાવ પર જાણીતા લોકોને જ આપવામાં આવતા હતા. તેથી, પદ્મ પુરસ્કાર હવે એક લોક આંદોલન બની ગયું છે અને દેખીતી રીતે જ આ જનભાગીદારી નવા ભારતનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    સામાન્ય લોકોનું થઈ રહ્યું છે સન્માન

    પદ્મ પુરસ્કારોની લિસ્ટ પર નજર કરવામાં આવે તો ખ્યાલ આવશે કે, 2016થી લઈને અત્યાર સુધી મોદી સરકારમાં એવા ઘણા લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે જેમને આશા નહોતી કે કોઈ તેમને તેમના કામ માટે પૂછશે. આ સન્માન લુપ્ત થતી કળાને જાળવનારાઓનો ઉત્સાહ પણ વધારે છે અને તેમને તેમના મૂલ્યનો અહેસાસ પણ કરાવે છે. ગયા વર્ષે મોદી સરકાર તરફથી પદ્મ પુરસ્કાર મેળવ્યા બાદ શાહ રશીદ અહેમદ કાદરીએ કહ્યું હતું કે, “હું શરૂઆતથી જ કોંગ્રેસી હતો… UPAના પાંચ વર્ષના શાસન દરમિયાન મને આશા હતી કે મને આ સન્માન મળશે પરંતુ એવું થયું નહીં. ભાજપની સરકાર આવી. અમે વિચાર્યું કે તેઓ અમને શા માટે આપશે પરંતુ વિચાર ખોટો હતો. તેમણે મને પસંદ કર્યો. ખૂબ ખૂબ આભાર.”

    ઉપરાંત વર્ષ 2024માં પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 132 નામ હતા. જેમાંથી 5 વિભૂતિઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે. આ વખતે આ યાદીમાં એવાં અજાણ્યાં નામોને ફરીથી સન્માનિત કરવામાં આવ્યાં છે જેમની ગાથા અને સંઘર્ષને ભલે સ્થાનિક સ્તરે માન્યતા મળી હોય પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેમના નામની ભાગ્યે જ કોઈને જાણ હશે. તેમાંથી આસામના ગૌરપુરથી પાર્વતી બરુઆ કે જેઓ પ્રથમ મહિલા મહાવત છે અને સેરાકેલા ખરસનવાના ચામી મુર્મુનો સમાવેશ થાય છે. તેમાં રતન કહાર અને જોર્ડન લેપચા પણ છે. આ ઉપરાંત પિત્તળની કારીગરી કરતાં બાબુ રામ યાદવ, મરેમા ધનરાજ, રાજસ્થાનના બહુરૂપિયા બાબા જાનકી લાલ વગેરે જેવા સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. આ રીતે, ઘણા એવાં નામ છે જેમની ગાથાઓ આપણા સુધી ન પહોંચી હોત જો મોદી સરકારે તેમને આ એવોર્ડ આપીને વિશેષ ઓળખ ન આપી હોત.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં