Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતોડકાંડમાં પરિણમેલા ડમીકાંડ મામલે AAP નેતા યુવરાજસિંહના બીજા સાળા શિવુભા થયા પોલીસ...

    તોડકાંડમાં પરિણમેલા ડમીકાંડ મામલે AAP નેતા યુવરાજસિંહના બીજા સાળા શિવુભા થયા પોલીસ સામે હાજર: CCTV ફૂટેજ છુપાવવા શિવુભાએ જ DVR બદલ્યું હોવાનો પોલીસનો દાવો

    એક સાળા કાનભાએ પોલીસ સામે અનેકઃ ખુલાસાઓ બાદ 38ની રિકવરી કરાવી હતી. જે બાદ હવે યુવરાજસિંહ જાડેજાના બીજા સાળા પોલીસ સામે હાજર થયા છે.

    - Advertisement -

    જે તપાસ હમણાં સુધી માત્ર ડમી ઉમેદવાર કાંડ તરીકે ચાલી રહી હતી, એ દેખતા દેખતા હવે તોડકાંડની તપાસમાં પરિણમી છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

    યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે આક્ષેપ કર્યો કે એક કરોડની ખંડણીની વાત ખોટી છે. આ રાજકીય ષડયંત્ર છે. યુવરાજસિંહને ચૂપ કરાવવાનું કાવતરુ છે. પૈસાની કોઈ લેતી-દેતી નથી.

    નોંધનીય છે કે યુવરાજસિંહના નજીકના બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહે બે લોકોના નામ જાહેર ન કરવા માટે 1 કરોડનો તોડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જેમા બંને વ્યક્તિ પાસેથી 50-50 લાખ લીધા હોવાનો તેમનો આરોપ છે. બિપીન ત્રિવેદીએ પણ તોડની રકમ પેટે 10% રકમ એટલે કે 10 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.

    - Advertisement -

    ભાવનગર ડમીકાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગત રોજ પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી હતી. આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજનો નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો. આ ઘટનામાં આજે વધું પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડમીકાંડમાં અત્યાર સુધી કુલ 38 વિરૂદ્ધ ફરિયાદ થઇ છે અને અત્યાર સુધીમાં 19 આરોપીઓ ઝડપાયા છે.

    પોલીસે આજે જે આરોપીઓની  ધરપકડ કરી છે તે આરોપીઓએ ધોરણ 10માં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી તરીકે પરીક્ષા આપી હતી. આરોપીઓના નામ હસમુખ પુનાભાઈ ભટ્ટ, જયદીપ બાબભાઇ ભેડા, દેવાંગ રામાનુજ યોગેશભાઈ, યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર તથા જાની હિરેનકુમાર રવિશંકર છે.

    રાજકીય નિવેદનબાજી શરૂ

    યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. નોંધનીય છે કે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.

    સોમવારે રાજ્યભરમાં AAP દ્વારા આવેદનપત્ર  આપવામાં આવશે. સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં ખાસ તપાસ ટીમની માંગ કરવામાં આવશે. તો બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જોવા મળી રહી છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં