Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસામી હોળીએ ફરી સક્રિય થઇ ડાબેરી ગેંગ: યુટ્યુબરે વિડીયો શૅર કરીને ‘જ્ઞાન’...

    સામી હોળીએ ફરી સક્રિય થઇ ડાબેરી ગેંગ: યુટ્યુબરે વિડીયો શૅર કરીને ‘જ્ઞાન’ આપ્યું, કહ્યું- આ સ્ત્રીવિરોધી તહેવાર, હોલિકા દહન બંધ થવું જોઈએ

    નિર્દેશ સિંહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો સાથે તેણે હોળીને સ્ત્રી વિરોધી તહેવાર ગણાવ્યો અને ઉમેર્યું જો આપણે પ્રગતિશીલ સમાજનું અંગ હોઈએ તો તેનો વિરોધ કરવો જોઈએ.

    - Advertisement -

    કોઈ પણ હિંદુ તહેવાર આવે એટલે સોશિયલ મીડિયા ઉપર તેને લઈને અપપ્રચાર ફેલાવવાની ડાબેરી ગેંગની જૂની આદત છે. ઘણાં વર્ષોથી આ થતું આવ્યું છે અને હવે હોળી આવી રહી છે ત્યારે આવો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. નિર્દેશ સિંહ નામની એક યુ-ટ્યુબરે વિડીયો શૅર કરીને હોળી પર ‘જ્ઞાન’ આપ્યું છે. 

    નિર્દેશ સિંહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો સાથે તેણે હોળીને સ્ત્રી વિરોધી તહેવાર ગણાવ્યો અને ઉમેર્યું જો આપણે પ્રગતિશીલ સમાજનું અંગ હોઈએ તો તેનો વિરોધ કરવો જોઈએ. સતી પ્રથાનો ઉલ્લેખ કરીને યુ-ટ્યુબરે કહ્યું કે જો તે બંધ થઇ શકતી હોય તો હોલિકા દહન પણ બંધ થવું જોઈએ. યુ-ટ્યુબરે હોળી પર ચાલતી આવતી આ પ્રથાને સમસ્ત સ્ત્રી જાતિનું અપમાન ગણાવી અને કહ્યું કે તે કોઈ પણ સમાજ માટે ઘાતક છે. 

    વિડીયોમાં તે કહે છે કે, “આપણે પોતાને સભ્ય સમાજમાં રહેતા નાગરિક ગણાવીએ છીએ, પણ તમે જ વિચારો એક સભ્ય સમાજમાં એક સ્ત્રીને જીવિત સળગાવીને ઉત્સવ ઉજવવો એ ક્યાંની સભ્યતા છે. જો આપણી સભ્યતાઓમાં મહિલાને જીવતી સળગાવીને ઉત્સવ મનાવવાનું હોય તો હું તેને ખોટું માનું છું.”

    - Advertisement -

    સતી પ્રથાનો ઉલ્લેખ કરીને તેણે કહ્યું, “જો આપણી સભ્યતાઓમાં સ્ત્રીઓને સતી પ્રથાના નામે જીવતી સળગાવવામાં આવી તો આપણે એ પ્રથા પણ બદલી, કારણ કે આપણે પ્રોગ્રેસિવ સોસાયટી છીએ. મને લાગે છે કે હોલિકા દહનના નામ પર એક સ્ત્રીને સળગાવવી, એ ભલે કાલ્પનિક હોય તહેવાર કે ઉત્સવ કે કોઈ પણ રૂપે હોય, આવા કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ અર્થમાં સ્ત્રીને સળગાવવી કે તેના પ્રતીક ચિહ્નને સળગાવીને ઉત્સવ મનાવવાની આ પ્રકારની પ્રથાનો હું સખ્ત વિરોધ કરું છું અને જીવનભર તેનો વિરોધ કરતી રહીશ.” 

    લોકોને પણ આ તહેવારનો વિરોધ કરવાની અપીલ કરીને તેણે કહ્યું કે, “જો તમે પણ એક પ્રોગ્રેસિવ સોસાયટીનો અંગ હોવ તો તેનો વિરોધ કરો, કારણ કે આજે આપણાં સંતાનો કોઈ સ્ત્રીને સળગાવીને ઉત્સવ મનાવતાં જોશે તો કાલે ઉઠીને કોઈ સમાજમાં મહિલાને સળગાવવામાં આવશે તો તેઓ વિરોધ નહીં કરી શકે. કારણ કે બાળપણથી આપણે તેમને શીખવીએ છીએ કે મહિલાને સળગાવવી એ કોઈ મોટી વાત  નથી. મને લાગે છે કે આપણે આજે આપણાં બાળકોને એ સમજાવવું જોઈએ કે હોલિકા દહન નિંદનીય ઘટના છે.”

    કેમ કરવામાં આવે છે હોલિકા દહન?

    દંતકથા અનુસાર હોલિકા રાક્ષસ હિરણ્યકશ્યપની બહેન હતી અને પોતાના ભાણેજ પ્રહલાદને સળગાવવા માંગતી હતી. તેને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન મળ્યું હતું જેના કારણે પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ હતી પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકા ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ જીવી ગયો હતો. ત્યારથી હોલિકા દહનની આ પરંપરા શરૂ થઇ હોવાનું કહેવાય છે. 

    યુવતીના ટ્વિટની નીચે તેને ઘણા લોકોએ સાચી સમજણ આપી હતી. 

    અમુક યુઝરોએ હિંદુ તહેવારોમાં દખલગિરી કરવાની જગ્યાએ થોડું વાંચન વધારવાનું કહીને કહ્યું કે આ અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે અને પવિત્ર માનવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં