Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેરઠમાં કાવડિયાઓ ઉપર થૂંક્યા, અન્ય સમુદાયના યુવાનોએ કાવડોને અપવિત્ર કર્યા: ગુસ્સે ભરાયેલા...

    મેરઠમાં કાવડિયાઓ ઉપર થૂંક્યા, અન્ય સમુદાયના યુવાનોએ કાવડોને અપવિત્ર કર્યા: ગુસ્સે ભરાયેલા હિંદુઓનું પ્રદર્શન, પોલીસે મહામહેનતે સમજાવતા યાત્રા આગળ વધી

    રાજસ્થાનનાં ભરતપુર તાલુકાના સીકરીના ગામના રહેવાસી હની મુખિજા, દિશાંત, લોકેશ વગેરેએ જણાવ્યું કે 21 જુલાઈની સાંજે તેઓ 40 કાવડીયાઓ સાથે હરિદ્વારથી રાજસ્થાન જવા નીકળ્યા હતા. તેઓ કાંકરખેડા નજીક પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી.

    - Advertisement -

    મેરઠમાં કાવડિયાઓ ઉપર થૂંક્યા, અન્ય સમુદાયના યુવાનોએ કાવડોને અપવિત્ર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મેરઠ, યુપીમાં સાંપ્રદાયિક વાતાવરણને બગાડવા માટે, અન્ય સમુદાયના યુવાનો કાવડયાત્રા કરી રહેલા કાવડીયાઓ પર થૂંક્યાં હતા. આથી કાવડીયાઓ ગુસ્સે ભરાયા અને યુવાનને મેથીપાક આપ્યો હતો. બાદમાં પોલીસે આવીને મહા મહેનતે મામલો થાળે પાડ્યો હતો.

    ઘટના મેરઠના કાંકરખેડા પાસે NH 58ની છે. કાવડીયાઓ અનુસાર, શનિવારે (22 જુલાઈ 2022) કેટલાક કાવડીયાઓ તેમના કાવડોને રાખીને કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે અન્ય સમુદાયના બે યુવકો બાઇક પર આવ્યા હતા અને કાવડ પર થૂંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ યુવકો પૈકી એક યુવકે બાઇક પરથી ઉતરીને કાવડ પર થૂંકીને તેને અપવિત્ર કરી નાખ્યો હતો.

    કાવડીયાઓએ તેમને જોતાં જ એકને પકડી લીધો હતો, જ્યારે બીજો ભાગી છૂટવામાં સફળ થયો હતો. એકને પકડ્યા બાદ કાવડીયાઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીઓને ભીડમાંથી બચાવીને પોતાની સાથે લઈ ગઈ હતી.

    - Advertisement -

    આ ઘટનાની જાણ કાવડીયાઓના અન્ય જૂથને થતાં જ તેઓએ વિરોધ શરૂ કર્યો હતો. બાદમાં આ વિરોધમાં અન્ય ઘણા જૂથો જોડાયા હતાં. આ પછી રોષે ભરાયેલા કાવડીયાઓએ હાઇવે બ્લોક કરી દીધો હતો. એટલું જ નહીં રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ પ્રદર્શન કર્યાં હતા.

    તેમણે પોલીસને કહ્યું હતું કે જ્યાં સુધી કૃત્ય કરનાર અન્ય સમાજના યુવકોને તેમને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રાફિકજામ ખોલવામાં આવશે નહીં. મામલાની તાકીદ જોઈને SSP રોહિત સિંહ સજવાન ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાવડીયાઓને સમજાવ્યા હતા.

    SSPએ પોતે હાથમાં લાઉડસ્પીકર અને માઈક પકડીને લોકોને શાંત રહેવાની અપીલ કરી હતી, અને કાવડીયાઓને ‘બમ ભોલે’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવીને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. આ પછી કાવડીયાઓ આગળ વધ્યા હતાં.

    રાજસ્થાનનાં ભરતપુર તાલુકાના સીકરીના ગામના રહેવાસી હની મુખિજા, દિશાંત, લોકેશ વગેરેએ જણાવ્યું કે 21 જુલાઈની સાંજે તેઓ 40 કાવડીયાઓ સાથે હરિદ્વારથી રાજસ્થાન જવા નીકળ્યા હતા. તેઓ કાંકરખેડા નજીક પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી.

    ડીએમ દીપક મીણા અને એસએસપી રોહિત સિંહની સમજાવટ બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પોલીસ ખંડિત થયેલા ચાર કાવડ અને કાવડીયાઓ સાથે હરિદ્વાર જશે. ત્યાંથી પવિત્ર ગંગા જળ કાવડમાં ભરીને પરત કાંકરખેડા આવશે. આ પછી તેઓ તે ગંગાજળને વિશાળ કાવડમાં ભરીને રાજસ્થાન જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં