Saturday, September 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'માફિયાની ₹844 કરોડની સંપત્તિ જપ્ત, 1.2 લાખ લાઉડસ્પીકર હટાવ્યા, 1400 નવા પ્રોજેક્ટ્સ':...

    ‘માફિયાની ₹844 કરોડની સંપત્તિ જપ્ત, 1.2 લાખ લાઉડસ્પીકર હટાવ્યા, 1400 નવા પ્રોજેક્ટ્સ’: ‘યોગી 2.0’ એ 100 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું

    સીએમ યોગીએ વધુમાં કહ્યું કે "કોઈપણ વિવાદ વગર ધાર્મિક સ્થળો પરથી બિનજરૂરી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. 1.2 લાખથી વધુ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં જનતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બીજી વાર વિશ્વાસ મુકી ને પુર્ણ બહુમતીથી ચુટ્યા છે ત્યારે તેમના આ બીજી ટર્મની સરકારના ૧૦૦ દિવસ પુરા થયા ત્યારે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની સરકારનો ૧૦૦ દિવસનો હિસાબ આપ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે પોતાની સરકારના ૧૦૦ દિવસના કામોની એક બુકલેટ પણ જાહેર કરી હતી સાથે કહ્યું હતું કે “તેમની સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ સેવા, સુરક્ષા અને સુશાસન માટે સમર્પિત રહ્યા છે. આ જ કારણ છે કે પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપનો વિજય, પછી વિધાન પરિષદની ચૂંટણીમાં અને તાજેતરમાં જ આઝમગઢ અને રામપુરમાં લોકસભાની પેટાચૂંટણીમાં ભવ્ય વિજય થયો તે સરકારમાં જનતાના વિશ્વાસનું પ્રતિક છે.”

    મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે “તેમણે જનતાને આપેલા તમામ વચનો પૂરા કર્યા છે. હવે તે રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડોલર બનાવવા માટે કામ કરી રહ્યા છે, જેથી ઉત્તર પ્રદેશ દેશનું ગ્રોથ એન્જિન બની રહે. અમે રાજ્યને દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. રાજ્યમાં રીઢા ગુનેગારો અને માફિયાઓની 844 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને 2017 થી આજ સુધીમાં રૂ.2925 કરોડથી વધુની ગેરકાયદેસર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ ગુના પ્રત્યે સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું પરિણામ છે.

    તેમણે કહ્યું કે “રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં કાયદાનું શાસન સ્થાપિત થયું છે. અગાઉ રાજ્ય રમખાણો અને અરાજકતા માટે જાણીતું હતું, પરંતુ ભાજપ સરકારમાં એક પણ રમખાણ થયા નથી. રાજ્યની જીડીપી છેલ્લા પાંચ વર્ષમાં બમણી થઈ છે અને માથાદીઠ આવક પણ બમણી થઈ છે. 2017 પહેલા રાજ્યનું બજેટ લગભગ ત્રણ લાખ કરોડ હતું જે હવે 6 લાખ 15 હજાર કરોડ થઈ ગયું છે.”

    - Advertisement -

    સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે “કોઈપણ વિવાદ વગર ધાર્મિક સ્થળો પરથી બિનજરૂરી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. 1.2 લાખથી વધુ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત રોકાણનું વાતાવરણ સર્જાયું છે. અમે રાજ્યમાં 80 હજાર કરોડ રૂપિયાના લગભગ 1400 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. રાજ્યમાં ડેટા સેન્ટર હબ બની રહ્યું છે. રાજ્યમાં નવી ડેટા સેન્ટર પોલિસી લાગુ કરાઈ છે તથા ચાર ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે.”

    રાજ્ય સરકારે પણ કર્મચારીઓની કાળજી લીધી અને ઈ-પેન્શન સેવા શરૂ કરી. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારે 25 માર્ચ, 2022ના રોજ શપથ લીધા હતા. રવિવારે (3 જુલાઈ 2022) સરકારના 100 દિવસ પુરા થયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં