Wednesday, April 24, 2024
More
  હોમપેજદેશCM યોગી આદિત્યનાથે 'સિંધ વાપસી' પર આપ્યું મોટું નિવેદન: કહ્યું- 500 વર્ષ...

  CM યોગી આદિત્યનાથે ‘સિંધ વાપસી’ પર આપ્યું મોટું નિવેદન: કહ્યું- 500 વર્ષ પછી રામ જન્મભૂમિ પાછી લઈ લીધી તો આ પણ મુશ્કેલ નથી

  સીએમ યોગીએ કહ્યું, "સિંધી સમાજ ભારતના સનાતન ધર્મનું અભિન્ન અંગ છે. સિંધી સમાજે સમ-વિષમ પરિસ્થિતિઓમાં પોતાના પુરુષાર્થથી પ્રગતિ કરી છે. શૂન્યથી શિખર સુધીની યાત્રા કેવી રીતે થાય છે તેનું શ્રેષ્ટ ઉદાહરણ ભારતમાં સિંધી સમાજ છે."

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે સિંધને ભારતમાં સામેલ કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. અત્યાર સુધી સિંધને ભારતમાં ફરી સામેલ કરવાની વાતો જ થતી રહેતી હતી, પરંતુ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જેવા બંધારણીય પદ પર બેઠેલા યોગી આદિત્યનાથે એક એવું નિવેદન આપ્યું છે, જે દર્શાવે છે કે ભારત સરકાર સિંધ પ્રાંતને લઈને માત્ર ગંભીર નથી પરંતુ હવે તેના પર વ્યાપક ચર્ચા પણ કરવા માંગે છે. આ સંદર્ભે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો આપણે 500 વર્ષોમાં ભગવાન રામના જન્મસ્થાનને પાછું મેળવી શકીએ છીએ, તો સિંધને પાછું ના લઈ શકીએ તેનું કોઈ કારણ નથી.

  સમાજની સાથે રાષ્ટ્રને મજબૂત કરવાની આપણી પ્રાથમિકતા

  યોગી આદિત્યનાથે લખનૌમાં સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (યૂથ વિંગ) દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સિંધી સંમેલનમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે. તેમણે કહ્યું કે, “આપણી જવાબદારી છે કે આપણે સમાજની સાથે રાષ્ટ્રને પણ મજબૂત કરીએ, જેથી 1947 જેવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને. આપણી પ્રાથમિકતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા હોવી જોઈએ. આપણાં દેશની એકતા અને અખંડિતતા સાથે છેડા કરનારાને ક્યારેય બક્ષવા ન જોઈએ.”

  યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, “દેશ છે તો ધર્મ છે, ધર્મ છે તો સમાજ છે અને સમાજ છે તો આપણાં સૌનું અસ્તિત્વ છે. આપણી પ્રાથમિકતા તે મુજબ હોવી જોઈએ. જો રામ જન્મભૂમિ માટે કઈ કરી શકાય છે, 500 વર્ષો બાદ રામ જન્મભૂમિ પાછી લઈ શકાય છે તો કોઈ કારણ નથી કે આપણે સિંધુ (સિંધ પ્રાંત, જે હવે પાકિસ્તાનમાં છે) પાછી ન લઈ શકીએ . સિંધી સમાજે તેની વર્તમાન પેઢીને આ વાત જણાવવાની જરૂર છે.”

  - Advertisement -

  સિંધી સમાજ ભારતના સનાતન ધર્મનું અભિન્ન અંગ

  યોગી આદિત્યનાથે કહ્યું, “દેશના વિભાજનના કારણે લાખો લોકોની હત્યા કરવામાં આવી હતી. ભારતનો મોટો ભૂ-ભાગ પાકિસ્તાન બની ગયો. સિંધી સમાજે તેની પીડાને સૌથી વધારે સહી છે, તેઓએ પોતાની માતૃભૂમિ છોડવી પડી. આજે પણ આતંકવાદના રૂપે આપણે વિભાજનની દુર્ઘટનાનો ડંખ સહન કરવો પડે છે. કોઈપણ સભ્ય સમાજ ક્યારેય આતંકવાદ, ઉગ્રવાદ અથવા કોઈપણ પ્રકારની અરાજકતાને માન્યતા નથી આપી શકતો.”

  સીએમ યોગીએ કહ્યું, “સિંધી સમાજ ભારતના સનાતન ધર્મનું અભિન્ન અંગ છે. સિંધી સમાજે સમ-વિષમ પરિસ્થિતિઓમાં પોતાના પુરુષાર્થથી પ્રગતિ કરી છે. શૂન્યથી શિખર સુધીની યાત્રા કેવી રીતે થાય છે તેનું શ્રેષ્ટ ઉદાહરણ ભારતમાં સિંધી સમાજ છે.”

  માનવતા માટે દુર્જનોનો વિનાશ જરૂરી

  યોગી આદિત્યનાથે મંચ પરથી કહ્યું કે, “જો આપણે માનવતાના કલ્યાણના માર્ગ પર આગળ વધવું હશે તો સમાજની દુષ્ટ વૃત્તિઓને સમાપ્ત કરવી પડશે. આપણાં ધર્મગ્રંથો પણ આપણને એજ પ્રેરણા આપે છે. પૂજ્ય ઝુલેલાલજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, દરેકે માનવ કલ્યાણ માટે સજ્જનનું સંરક્ષણ અને દુર્જનને સમાપ્ત કરવાની વાત કરી છે. દેશનું સૌભાગ્ય છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ ભારતની અંદર અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. 1947ના વિભાજન જેવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તે માટે આપણે રાષ્ટ્રપ્રથમનો સંકલ્પ લેવો જોઈએ. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સાથે છેડા કરનાર કોઈપણને જડબાતોડ જવાબ આપવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ.”

  શેર-એ-સિંધથી સન્માનિત કરાયા પદ્મ ભૂષણ પંકજ અડવાણીને

  બિલિયર્ડ અને સ્નૂકરના વિશ્વના સૌથી મહાન ખેલાડી પંકજ અડવાણીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સિંધી સમાજના ‘શેર-એ-સિંધ’ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈન્દોરના સાંસદ શંકર લાલવાણી, લાખાણી ગ્રુપના અધ્યક્ષ એસએન લાખાણી, પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા શ્રીરામ છબલાની, ટેક મહિન્દ્રાના ભારતના પ્રમુખ રાજેશ ચંદ્ર રામાણી અને વીઆઇપીના કો-ફાઉન્ડર સોનાક્ષી લાખાણીને પણ મંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં