Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આજે ઈદ છે પણ ક્યાંય રસ્તા પર નમાજ નથી થઇ રહી’: સીએમ...

    ‘આજે ઈદ છે પણ ક્યાંય રસ્તા પર નમાજ નથી થઇ રહી’: સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- ઉત્તર પ્રદેશમાં કાયદો બધા માટે સમાન

    તેમણે એમ પણ કહ્યું કે, આજે કોઈ રમખાણો કે અવ્યવસ્થા સર્જાયાં નથી અને યુપીમાં બિલકુલ શાંતિ છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈદ અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંય રસ્તા પર નમાજ પઢવામાં નથી આવી રહી. તેની જગ્યાએ મસ્જિદમાં નમાજ પઢવામાં આવી રહી છે કારણ કે યુપીમાં કાયદાનું શાસન છે. 

    યુપી સીએમ યોગી આદિત્યનાથ રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષોના બે દિવસીય સંમેલનના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. અહીં તેમણે સંબોધન કરતાં રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ઉદાહરણ આપતાં કહ્યું કે, આજે ઈદ છે, ઈદ નિમિત્તે નમાજ પઢવામાં આવી રહી છે. પરંતુ ક્યાંય રસ્તા પર નહીં, મસ્જિદમાં પઢવામાં આવી રહી છે. ક્યાંય વાહનવ્યવહાર બંધ નથી. કારણ કે સૌને ખબર છે કે કાયદાનું શાસન બધા માટે સમાન છે અને બધાને બરાબર લાગુ થાય છે. કોઈની સાથે ભેદભાવ કરવામાં આવતો નથી. 

    તેમણે એમ પણ કહ્યું કે, આજે કોઈ રમખાણો કે અવ્યવસ્થા સર્જાયાં નથી અને યુપીમાં બિલકુલ શાંતિ છે. 

    - Advertisement -

    તેમણે કહ્યું, “એક સમયે ઉત્તર પ્રદેશમાં આઝમગઢ જેવા જિલ્લાનું નામ સાંભળીને જ લોકો ગભરાતા હતા. આજે આઝમગઢ એક્સપ્રેસ હાઇવેથી પણ જોડાયું છે અને ત્યાં એરપોર્ટ અને યુનિવર્સીટી પણ બની રહ્યાં છે. આજે ત્યાં કોઈ ડર નથી, કોઈ અરાજકતા નથી.”

    સીએમ યોગીએ કહ્યું, જે ઉપદ્રવ હતા એ આજે ફરીથી ઉત્સવમાં ફેરવાઈ ગયા છે. ઉદાહરણો આપતાં તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ થઇ રહ્યો છે, કાશીમાં દેવદિવાળી થઇ રહી છે. પ્રયાગરાજ ફરીથી કુંભ અને માઘ મેળા માટે જાણીતું થયું છે. વૃંદાવન રંગોત્સવ માટે જાણીતું થયું છે. આ તમામ આયોજન ફરીથી થવાનાં શરૂ થઇ ગયાં છે અને ફરીથી યુપીમાં દરેક આયોજનની એક ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. 

    ઉત્તર પ્રદેશની જનતા પ્રત્યે સંવેદનશીલ બનવાનો આગ્રહ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સંવેદનશીલ સરકાર જ જનવિશ્વાસની પ્રતિક બની શકે છે. લોકશાહીમાં સામાન્ય જનમાનસની ઉપેક્ષા કરી શકાય નહીં કે તેને અવગણીને કોઈ વ્યવસ્થાને ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કલ્પના કરવી એ દુઃસ્વપ્ન જેવું છે અને એ ક્યારેય શક્ય નથી. તેમણે કહ્યું કે, સરકારમાં સામાન્ય વ્યક્તિને તેના નામ, જાતિ, મઝહબના ભેદભાવ વગર યોજનાઓનો ન્યાય મળવો જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં