Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેપાળમાં પ્લેન ક્રેશ: લેન્ડિંગની થોડી ક્ષણો પહેલાં આગ લાગ્યા બાદ ક્રેશ થઇ...

    નેપાળમાં પ્લેન ક્રેશ: લેન્ડિંગની થોડી ક્ષણો પહેલાં આગ લાગ્યા બાદ ક્રેશ થઇ ગયું યેતી એરલાઇન્સનું વિમાન, 40 મૃતદેહો મળ્યા; મુસાફરોમાં 5 ભારતીયો પણ હતા

    પોખરાની નજીક પહોંચી પણ ગયું હતું અને લેન્ડિંગમાં માત્ર થોડી સેકન્ડોનો જ સમય બાકી હતો ત્યારે આગ પકડી લીધી હતી અને ક્રેશ થઇ ગયું હતું.

    - Advertisement -

    પાડોશી દેશ નેપાળમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં પોખરામાં એક પ્લેન ક્રેશ થઇ ગયું હતું. જેમાં કુલ 68 યાત્રિકો સવાર હતા. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 

    પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. તે પોખરાની નજીક પહોંચી પણ ગયું હતું અને લેન્ડિંગમાં માત્ર થોડી સેકન્ડોનો જ સમય બાકી હતો ત્યારે આગ પકડી લીધી હતી અને ક્રેશ થઇ ગયું હતું. આ ઘટના નેપાળમાં પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે બની હોવાનું કહેવાય રહ્યું છે. 

    72 સીટર વિમાનમાં કુલ 68 યાત્રીઓ અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી 5 ભારતીય સહિત 14 યાત્રિકો વિદેશી હતા. જેમાં રશિયાના ચાર, કોરિયાના 2 અને આર્જેન્ટિના, ફ્રણસ અને આયર્લેન્ડના એક-એક નાગરિક સામેલ હતા. યાત્રીઓમાં 6 બાળકો પણ હોવાનું જણાવવામાં આવ્યું છે. નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે આ બાબતની પુષ્ટિ કરી છે. 

    - Advertisement -

    નેપાળ એરપોર્ટ ઓથોરિટી અનુસાર, વિમાન દુર્ઘટનાનું કારણ હવામાન નહીં પરંતુ તકનીકી ખરાબીનું હોવાનું અનુમાન છે. વિમાનના પાયલટે ATC પાસે લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી અને પોખરા ATC તરફથી લેન્ડિંગ માટે ગ્રીન સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું હતું પરંતુ લેન્ડિંગની થોડી સેકંડો પહેલાં જ વિમાનમાંથી આગની જ્વાળા નીકળતી દેખાઈ અને ત્યારબાદ ક્રેશ થઇ ગયું. 

    સોશિયલ મીડિયા પર આ પ્લેન ક્રેશ પહેલાંના અને પછીના કેટલાક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. 

    અન્ય એક વિડીયો વિમાન ક્રેશ થયું તેની થોડી ક્ષણો પહેલાં શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જેમાં વિમાન હાલકડોલક થતું જોવા મળે છે.

    બીજી તરફ, હાલ નેપાળની સેના અને પોલીસ રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયાં છે. જાણવા મળ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળી ચૂક્યા છે અને હજુ પણ રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 

    દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઇમરજન્સી બેઠક બોલાવી હતી, જેમાં સરકારના મંત્રીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત, તેઓ કાઠમંડુ એરપોર્ટ પણ જઈ રહ્યા હોવાનું કહેવાય છે. 

    નેપાળમાં છેલ્લાં ત્રીસ વર્ષમાં 27 પ્લેન ક્રેશની ઘટનાઓ બની ચૂકી છે. જેમાંથી 20થી વધુ ઘટનાઓ તો છેલ્લા એક દાયકામાં પણ જ બની છે. પર્વતીય પ્રદેશો, નવાં વિમાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઓછું રોકાણ અને નબળું નિયમન વગેરેના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. વધુમાં, નેપાળમાં મોટાભાગના એરપોર્ટ પર્વતીય પ્રદેશોમાં છે જેના કારણે ત્યાં કયા સમયે હવામાન અચાનક બદલાઈ જાય તેનું કંઈ નક્કી હોતું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં