Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તું મારી નહીં તો બીજા કોઈની નહીં’ કહીને યાસિને નવ પરણિત યુવતીના...

    ‘તું મારી નહીં તો બીજા કોઈની નહીં’ કહીને યાસિને નવ પરણિત યુવતીના ગળે બ્લેડ મારી દીધું: ત્રણ દિવસ પહેલાં જ થયાં હતાં લગ્ન, હાલત ગંભીર

    ગત 19 ફેબ્રુઆરીએ યુવતીનાં લગ્ન થયાં હતાં, પિયરમાં અન્ય લગ્ન માણવા માટે આવી હતી. ઘટના બાદ યાસિન ફરાર.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ગળા પર બ્લેડ મારીને એક યુવતીની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ યુવતી હજુ ત્રણ દિવસ પહેલાં જ લગ્ન કરીને સાસરે ગઈ હતી અને પિયરમાં લગ્ન માણવા આવી હતી. આ દરમિયાન પડોશમાં રહેતા યાસિન ખાન નામના ઇસમે તેના ગળા પર બ્લેડ ચલાવી દીધી હતી. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી નવોઢાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. આરોપી યાસિન ખાન હજુ પણ ફરાર છે.

    મુરાદાબાદમાં ગળા પર બ્લેડ મારીને યુવતીની હત્યાના પ્રયાસની આ ઘટના કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારના ફાજિલપુરની છે. પીડિત યુવતીના પિતાએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે ગત 19 ફેબ્રુઆરી 2023ના રોજ તેમણે તેમની મોટી દીકરીનાં લગ્ન કરાવ્યાં હતાં. ત્યારબાદ ગત મંગળવારે મોડી રાત્રે (21 ફેબ્રુઆરી, 2023) તેની નવી પરિણીત પુત્રી તેની બહેનો આલિયા, ઇકરા, નેહા અને રૂબી સાથે લગ્ન સમારોહમાં મિજબાની માણવા ગઈ હતી. આ દરમિયાન તેના પાડોશમાં રહેતો યાસિન પણ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો.

    ‘તું મારી નહીં તો કોઈની નહીં’

    જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીના લગ્ન બીજે થવાથી દુખી થયેલા યાસીને પ્રસંગમાં હાજર અનેક લોકોની સામે જ યુવતીની ગરદન પર બ્લેડ મૂકીને કહ્યું હતું કે, “તું મારી નહીં બની શકે તો હું તને બીજા કોઈની પણ નહીં થવા દઉં.” આ પછી યાસીને પીડિતાને ગળા પર બ્લેડ મારીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ ગંભીર રીતે ઘાયલ નવોઢાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાના પિતાના જણાવ્યા મુજબ ચાર વર્ષ પહેલાં તેમની પુત્રીની છેડતી કરવા પર તેમણે યાસિનને મેથીપાક પણ આપ્યો હતો.

    - Advertisement -

    આ બાબતે મુરાદાબાદના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે નાઝિયા નામની પીડિતા એક લગ્ન સમારોહમાં ભોજન કરી રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેના ગળા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની હાલત સ્થિર છે. હુમલાખોરની ઓળખ યાસિન ખાન તરીકે થઈ છે. આ ઘટના બાદથી તે ફરાર છે.

    અન્ય કેટલાક અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. ત્રણ-ચાર દિવસ પહેલાં જ પીડિતાનાં લગ્ન થયાં હતાં. તે એક લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે સાસરીમાંથી તેના મુરાદાબાદ ખાતેના પિયર આવી હતી. ત્યારે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીની ધરપકડ માટે પોલીસે અલગ-અલગ ટીમો તૈયાર કરી છે. આ ઉપરાંત પોલીસ આરોપીના પરિવાર અને સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં