Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અલ્લાહે દુઆ કબૂલ કરી, ઉજવણી શરૂ કરો’: તારિક ફતેહના નિધન બાદ ઇસ્લામી...

    ‘અલ્લાહે દુઆ કબૂલ કરી, ઉજવણી શરૂ કરો’: તારિક ફતેહના નિધન બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ સોશિયલ મીડિયા પર ખુશી મનાવી, અપશબ્દો પણ કહ્યા

    એક તરફ તારિક ફતેહને દેશ-દુનિયામાંથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેના નિધન પર ખુશી મનાવવાની શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    જાણીતા લેખક તારિક ફતેહનું આજે 74 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને સારવાર ચાલી રહી હતી. આજે કેનેડામાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પુત્રી નતાશાએ ટ્વિટર પર આ બાબતની જાણકારી આપી હતી. એક તરફ તારિક ફતેહને દેશ-દુનિયામાંથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેના નિધન પર ખુશી મનાવવાની શરૂ કરી દીધી હતી.

    નતાશાએ ટ્વિટ કરતાંની સાથે જ દેશ-દુનિયામાંથી તારિક ફતેહને શ્રદ્ધાંજલિ પાઠવવાની શરૂઆત થઇ ગઈ હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તારિક ફતેહ ભારતમાં પણ ખૂબ જાણીતું વ્યક્તિત્વ હતા, જેથી લોકોએ તેમના નિશન પર શોક વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ઇસ્લામી કટ્ટરપંથીઓએ ફતેહનાં મૃત્યુની ઓનલાઇન ઉજવણી શરૂ કરી દીધી હતી. 

    નતાશાના ટ્વિટ બાદ અમુક કટ્ટરપંથીઓએ તેમના ટ્વિટને ક્વૉટ કરીને તારિક ફતેહ વિશે અપશબ્દો લખ્યા તો અમુકે મૃત્યુ પર હરખ વ્યક્ત કર્યો હતો. ઘણાએ તેમને ઈસ્લામોફોબિક પણ કહ્યા હતા. 

    - Advertisement -

    એક યુઝરે લખ્યું કે, અલ્લાહે દુઆ કબૂલ કરી લીધી અને ઇસ્લામ અને મુસ્લિમ ઉમ્માહના દુશ્મનને લઇ લીધા. તેમણે એમ પણ લખ્યું કે, ફતેહને તેમણે જે કર્યું તે બદલ સજા આપવામાં આવશે. જેના રીપ્લાયમાં એક વ્યક્તિએ તારિક ફતેહને ઇસ્લામના કટ્ટર વિરોધી ગણાવ્યા હતા અને તેમના મૃત્યુ પર હરખ વ્યક્ત કર્યો હતો.

    તૌસીફ અબ્બાસી નામના એક વ્યક્તિએ તારિક ફતેહ વિશે અપશબ્દ લખ્યા હતા. 

    અન્ય કેટલાક યુઝરોએ પણ અપશબ્દો લખીને ફતેહના મોતની ઉજવણી કરી હતી. 

    ઇમરાન ખાન નામના એક વ્યક્તિએ GIF મૂકીને લખ્યું કે, હવે ઉજવણી શરૂ કરવી જોઈએ. 

    એક યુઝરે નતાશા ફતેહ પિતા વિશે લખેલાં વિશેષણોની મજાક ઉડાવી હતી અને તેમને ઈસ્લામોફોબિક કહ્યાં હતાં. 

    મોહમ્મદ ઝુહેબે ‘રેસ્ટ ઈન હેલ’ હેશટેગ સાથે તારીક ફતેહના મૃત્યુ પર ટિપ્પણી કરી હતી અને સાથે હસતાં ઈમોજી પણ શૅર કર્યાં હતાં. 

    કોણ હતા તારિક ફતેહ?

    તારિક ફતેહ પોતાને પાકિસ્તાનમાં જન્મેલા હિંદુસ્તાની ગણાવતા હતા. તેમને પોતાના પરિવારના મૂળ ભારત સાથે જોડાયેલાં હોવાનો ખૂબ ગર્વ હતો. અનેક વખત ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું પણ હતું કે તેઓ એવા રાજપૂત પરિવારમાંથી આવે છે જેઓ 1840માં બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત થઇ ગયા હતા. 

    એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં જન્મ્યા હોવા છતાં તેઓ પોતાને ભારતીય મુસ્લિમ કેમ ગણાવે છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારતની 5 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે અને સિંધુ અને અન્ય નદીઓ વચ્ચે જન્મ લેનારના ભારતીયપણા પર સવાલ ઉઠાવવાથી વધુ શરમજનક કશું જ ન હોય શકે.

    તારિક ફતેહ ઇસ્લામિક કટ્ટરતા વિરુદ્ધ મુખરતાથી પોતાનો પક્ષ મૂકતા રહ્યા હતા. જેના કારણે ઘણી વખત દુનિયાભરમાંથી મુસ્લિમોના ક્રોધનો સામનો પણ કરવો પડતો રહેતો. જોકે, તેમ છતાં તેઓ પુસ્તકો, સોશિયલ મીડિયા, બ્લોગ્સ અને મીડિયાનાં અન્ય માધ્યમો થકી પોતાના વિચારો ખુલીને રજૂ કરતા રહેતા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં