Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાશિવરાત્રીની સાંજે ઉજ્જૈનમાં તૂટ્યો અયોધ્યાનો રેકોર્ડ: ઉજ્જૈનના ઘાટ 18 લાખથી વધુ દીવાઓના...

    મહાશિવરાત્રીની સાંજે ઉજ્જૈનમાં તૂટ્યો અયોધ્યાનો રેકોર્ડ: ઉજ્જૈનના ઘાટ 18 લાખથી વધુ દીવાઓના ઝગમગી ઉઠ્યા, બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

    મહાશિવરાત્રીની સાંજે મહાકાલની નગરી ઉજ્જૈન લાખો દીવાઓથી ઝગમગી ઉઠ્યું હતું. જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતો જ રહ્યો. શિવજીની શોભાયાત્રામાં જાણે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય તેવું લાગતું હતું.

    - Advertisement -

    મહાશિવરાત્રીની સાંજે મહાકાલની નગરી ઉજ્જૈન લાખો દીવાઓથી ઝગમગી ઉઠ્યું હતું. જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતા જ રહી ગયા હતા. શિવજીની શોભાયાત્રામાં જાણે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય તેવું લાગતું હતું. ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં શિપ્રા નદીના કિનારે એક સાથે 18.82 લાખ દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે.

    નોંધનીય છે કે ઉજ્જૈને અયોધ્યાના 15 લાખ દીવડાઓ સાથેના દીપોત્સવનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ શિવરાજને સર્ટિફિકેટ સોંપ્યું હતું.

    અહેવાલો અનુસાર શિપ્રા કિનારે દીવો પ્રગટાવવા માટે 10 મિનિટનો સમય હતો, જેમાં દીવો પ્રગટાવતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ ટીમે દીવાઓની વીડિયોગ્રાફી કરી અને તેની ગણતરી કરી હતી. જ્યાં રાત્રે 8 કલાકે 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવવાની જાહેરાત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. 18.82 લાખ દીવાઓ દ્વારા થયેલ રોશની સાથે ઉજ્જૈનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. સાંજે હૂટર વાગતાની સાથે જ દીવા પ્રગટાવવામાં આવ્યા અને દીવા ગણાયાં. આ દરમિયાન ઘાટ પર વીજળી બંધ કરવામાં આવી હતી. જેના કારણે દીવાઓનો પ્રકાશ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

    સીએમ શિવરાજે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ શિપ્રા કિનારો લાખો દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. સીએમ શિવરાજે કહ્યું કે તેઓ ઉજ્જૈનના રહેવાસીઓને અભિનંદન પાઠવે છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. મધ્યપ્રદેશ પણ કોઈથી ઓછું નથી. મધ્યપ્રદેશ પર મહાકાલ મહારાજની કૃપા વરસી રહી છે.

    આ પહેલા સીએમ શિવરાજે ગર્ભગૃહમાં બાબા મહાકાલના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ નંદી હોલમાં બેસીને બાબા મહાકાલની આરતીમાં ભાગ લીધો હતો. તે જ સમયે ઉમા ભારતીએ પણ મંદિર પહોંચ્યા બાદ મહાકાલ બાબાના દર્શન કર્યા હતા.

    અયોધ્યામાં દિવાળીમાં નોંધાયેલ રેકોર્ડ તૂટ્યો

    તમહાશિવરાત્રીના અવસર પર એક વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો છે. વાસ્તવમાં, અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ, 23 ઓક્ટોબરે દીપોત્સવની ઉજવણી કર્યા પછી સરયુ ઘાટ પર 15 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ લેવામાં આવી હતી. જયારે, આજે ઉજ્જૈનમાં 18 લાખ 82 હજાર 229 દીવાઓનો રેકોર્ડ તૂટી ગયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં