Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઇઝરાયેલ સાથેના પ્રેમસબંધોમાં આડે આવતો હતો ભાઈ, યુવતીએ પ્રેમી સાથે મળીને...

    મોહમ્મદ ઇઝરાયેલ સાથેના પ્રેમસબંધોમાં આડે આવતો હતો ભાઈ, યુવતીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી હત્યા: અઢી મહિના બાદ ખૂલ્યો ગુનાનો ભેદ

    પાડોશના ગામમાં રહેતા મોહમ્મદ ઇઝરાયેલ સાથેના પ્રેમ સબંધોનો વિરોધ કરતા ભાઈની મોટી બહેને જ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી હતી અને લાશ દફનાવી દીધી હતી.

    - Advertisement -

    ઝારખંડના એક જિલ્લામાં એક બહેને જ ભાઈની હત્યા કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે આ હત્યામાં તેના મુસ્લિમ પ્રેમીએ પણ તેનો સાથ આપ્યો હતો. બંને વચ્ચેના પ્રેમ સબંધોમાં હિંદુ યુવતીનો ભાઈ આડે આવી રહ્યો હતો, જેના કારણે યુવતીએ પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી નાંખી હતી.

    આ હત્યાકાંડનો પર્દાફાશ લગભગ અઢી મહિના પછી થયો છે. પોલીસે આ મામલે યુવતીની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેનો પ્રેમી હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. મૃતક યુવક જૂન મહિનાથી લાપતા હતો. આખરે શનિવારે (10 સપ્ટેમ્બર 2022) પોલીસ હત્યારાઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. 

    મામલો ઝારખંડના રામગઢ જિલ્લાના પતરાતૂ ક્ષેત્રનો છે. અહીં ચંચલ કુમારી નામની એક યુવતીના પાસેના ગામમાં રહેતા મોહમ્મદ ઇઝરાયેલ સાથે પ્રેમસંબંધો હતા. જોકે, ચંચલના ભાઈ રોહિતને આ સબંધ માન્ય ન હતો અને ઘણીવાર તે વિરોધ પણ કરતો હતો. 

    - Advertisement -

    મૃતક યુવક 2ગત 4 જૂનના રોજ તેના મામાના દીકરા ભાઈના ઘરે રહેવા માટે ચૂંટિયા (રાંચી) ગયો હતો. જે બાદ 30 જૂનના રોજ ચંચલે તેને ફોન કરીને પતરાતૂ આવવા માટે કહ્યું હતું. રોહિત પરત ફરતાં ચંચલે પ્રેમી મોહમ્મદ ઇઝરાયેલ સાથે મળીને તેની હત્યા કરી નાંખી હતી અને મૃતદેહને ઘરમાં જ દફનાવી દીધો હતો. બંનેએ તેને દફનાવીને પ્લાસ્ટર કરી દીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. 

    ભાઈને મારી નાંખીને દફનાવી દીધા બાદ ચંચલ એ જ ઘરમાં રહેતી હતી. એ ઘર એક સરકારી આવાસ હતું, જે તેના પિતાને ફાળવવામાં આવ્યું હતું. જોકે, તેના પિતાની બદલી થઇ ગઈ હોવા છતાં આવાસ ખાલી કરવામાં આવ્યું ન હતું અને ચંચલ તેમાં એકલી જ રહેતી હતી. જ્યારે તેના પિતા અને ભાઈ અન્યત્ર રહેતા હતા. 

    રોહિત ગાયબ થયા બાદ તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી રોહિતનો ફોન ટ્રેક કરતાં તેની બહેન પાસેથી મળી આવ્યો હતો. પોલીસે અંતિમ કૉલ અને અંતિમ લોકેશનની જાણકારી મેળવતાં ચંચલની ભૂમિકા અંગે શંકા ઉપજી હતી. 

    આખરે પોલીસે તેના ઘરે જઈને પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બહેને જ પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી નાંખી હતી અને પુરાવા છુપાવવા માટે મૃતદેહને આવાસમાં જ દફનાવી દીધો હતો. 

    પોલીસે તપાસ શરૂ કર્યા બાદ યુવતીનો પ્રેમી ઇઝરાયેલ ફરાર થઇ ગયો છે, જેને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. બીજી તરફ, આ કૃત્યમાં અન્ય પણ કોઈ સામેલ હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં