Thursday, May 2, 2024
More
    હોમપેજદેશપત્ની બની ગઈ ખ્રિસ્તી, ઘરેલુ હિંસાનો આરોપ નાખી માંગી રહી હતી પૈસા:...

    પત્ની બની ગઈ ખ્રિસ્તી, ઘરેલુ હિંસાનો આરોપ નાખી માંગી રહી હતી પૈસા: હાઈકોર્ટે કહ્યું- ધર્માંતરણ કરતાં જ લગ્ન સમાપ્ત, નહીં મળે કોઈ વળતર

    કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, "ઘરેલુ હિંસાથી મહિલાની સુરક્ષા અધિનિયમ, 2005ની કલમ 22 હેઠળ વળતર ત્યારે જ આપી શકાય જ્યારે ઘરેલું હિંસા સાબિત થાય. આ કિસ્સામાં મહિલાએ ખ્રિસ્તી ધર્માંતરણ કરીને આ સંબંધિત તમામ અધિકારો ગુમાવ્યા છે."

    - Advertisement -

    કર્ણાટક હાઈકોર્ટે એક નિર્ણયમાં કહ્યું છે કે ધર્માંતરણ કરવાથી લગ્ન આપો-આપસમાપ્ત થઈ જાય છે, ભલે પછી તલાક થયા હોય કે ના થયા હોય. સાથે જ લગ્ન બાદ ધર્માંતરણ કરી ખ્રિસ્તી બની ગયેલી મહિલાની વળતર માટેની અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસા સાબિત થાય તો જ વળતર આપી શકાય.

    મહિલા કોર્ટમાં ઘરેલુ હિંસા સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. આ પછી કર્ણાટક હાઈકોર્ટે સેશન્સ કોર્ટના તે નિર્ણયને પણ રદ્દ કર્યો હતો, જેમાં મહિલાને તેના જીવનનિર્વાહ માટે 4 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, નીચલી કોર્ટે પણ મહિલાના ઘરેલુ હિંસા અંગેના આરોપો પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો હતો. વળતર તે આધાર પર આપવાનો આદેશ કરાયો હતો કે મહિલા તેના જીવનનિર્વાહ માટે અસમર્થ છે.

    રિપોર્ટ અનુસાર, કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, “ઘરેલુ હિંસાથી મહિલાની સુરક્ષા અધિનિયમ, 2005ની કલમ 22 હેઠળ વળતર ત્યારે જ આપી શકાય જ્યારે ઘરેલું હિંસા સાબિત થાય. આ કિસ્સામાં મહિલાએ ખ્રિસ્તી ધર્માંતરણ કરીને આ સંબંધિત તમામ અધિકારો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં નીચલી અદાલતે 4 લાખ રૂપિયાનું વળતર આપીને ભૂલ કરી છે. આ ન્યાયિક નિષફળતા છે.”

    - Advertisement -

    કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે મહિલાએ સ્વીકાર્યું છે કે તે ખ્રિસ્તી બની ગઈ છે. તેથી તેના લગ્ન આપમેળે જ સમાપ્ત થાય છે. ભલે પછી તેના પતિ સાથે તેના તલાક ના થયા હોય. હાઇકોર્ટે તે પણ કહ્યું કે આ સંબંધે કોઈ કોર્ટનો કોઈપણ સ્પષ્ટ આદેશ નથી. પરંતુ તે હકીકત છે કે મહિલા ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની છે. તેથી તેના લગ્ન આપોઆપ સમાપ્ત થાય છે, જ્યારે ઘરેલુ હિંસા સાબિત થાય ત્યારે વળતર મળી શકે.

    મહિલાના પતિએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેની પત્ની દ્વારા લગાવવામાં આવેલો ઘરેલુ હિંસાનો આરોપ ખોટો છે અને તેણે પોતે જ તેના પતિને છોડી દીધો છે. તેણે પત્નીની બેદરકારીના કારણે તેના બીજા બાળકના મોતની પણ માહિતી આપી હતી. તેણે કોર્ટને એ પણ જણાવ્યું કે ખ્રિસ્તી બન્યા બાદ તેની પત્નીએ તેની દીકરીનું ધર્માંતરણ કરવા પણ પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, લકવાને કારણે તે પોતાની સંભાળ રાખી શકવા સક્ષમ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં