Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશા માટે અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓને દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં...

    શા માટે અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓને દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા? આ જેલનું શું મહત્વ હોઈ શકે? – જાણીએ કારણો

    આ જેલ આ ક્ષેત્રની સહુથી જૂની અને સહુથી સુરક્ષિત જેલ છે. 1859-60માં બ્રિટીશરો દ્વારા આ જેલને ઉભી કરવામાં આવી હતી અને તે 15.54 એકરમાં ફેલાયેલી છે.

    - Advertisement -

    ખાલિસ્તાની તરફી આગેવાન અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓને બ્રિટીશ સમયની આસામની દિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે. આ જેલ તેની કડક સુરક્ષા અને ચુસ્ત કિલ્લેબંધી માટે જાણીતી છે અને જ્યારે ઉત્તરપૂર્વમાં ULFA (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ અસોમ) અને તેની આતંકવાદી પ્રવૃત્તિઓ ચરમસીમાએ હતી ત્યારે તેના આતંકવાદીઓને પણ અહીં જ કેદ કરવામાં આવતાં હતાં. હાલમાં અમૃતપાલના નવ સાથીઓ દલજીત સિંઘ કલસી, પપાલપ્રીત સિંઘ, કુલવંત સિંઘ ધાલીવાલ, વરિન્દરસિંઘ જોહલ, ગુરમીત સિંઘ બુક્ક્નવાલા, હરજીત સિંઘ, ભગવંત સિંઘ, બસંત સિંઘ અને ગુરીન્દર પાલ સિંઘ ઔજલાને દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.

    આ જેલ આ ક્ષેત્રની સહુથી જૂની અને સહુથી સુરક્ષિત જેલ છે. 1859-60માં બ્રિટીશરો દ્વારા આ જેલને ઉભી કરવામાં આવી હતી અને તે 15.54 એકરમાં ફેલાયેલી છે. દિબ્રુગઢ જેલને આસામ પોલીસના ખાસ બ્લેક કેટ કમાન્ડોઝ, CRPF અને અન્ય સુરક્ષા દળો દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવે છે. અહેવાલો એવું જણાવે છે કે આ જેલનાં 170 વર્ષના ઇતિહાસમાં તેમાંથી કોઈ કેદી ભાગી ગયો હોય એવો એક પણ કિસ્સો નોંધાયો નથી.

    એવું માનવામાં આવી રહ્યું છે કે ખાલિસ્તાન સમર્થક ભાગેડુઓને આસામ એટલા માટે પણ લઇ જવામાં આવ્યા છે કારણકે અહીંના સ્થાનિક કેદીઓને આ ભાગેડુઓની ભાષા સમજણમાં નથી આવવાની અને ભાગેડુઓને આસામીઝ ભાષા સમજમાં નથી આવવાની આથી તેઓ સ્થાનિક કેદીઓ સાથે સરળતાથી હળીભળી શકશે નહીં. ઉદાહરણ તરીકે દિલ્હીમાં તિહાર હોય કે રાજસ્થાન હોય અહીંના ઘણા કેદીઓને પંજાબી સમજણમાં પણ આવતી હોય છે અને તેઓ આ ભાષા બોલી પણ શકતા હોય છે. આમાંથી ઘણી જેલોમાં પહેલેથી જ પંજાબી ગેંગસ્ટર્સ અને ભાગલાવાદીઓ કેદ ભોગવી રહ્યા છે.

    - Advertisement -

    આ ઉપરાંત જો અમૃતપાલ અને તેના સાથીઓને પંજાબ રાખવામાં આવત તો એવી શક્યતાઓ હોત કે તેમનાં વિરુદ્ધ જેલની આસપાસ જ હિંસક પ્રદર્શનો થાત અને રાજ્ય સરકાર તેને કદાચ રોકી શકી ન હોત. આથી તેને આસામ લઇ જઈને તંત્રએ અમૃતપાલની તરફેણમાં કોઈ પરિસ્થતિ પંજાબમાં ઉભી થતી રોકી દીધી છે.

    કેટલાક લોકો એવી દલીલ પણ કરી શકે છે કે શા માટે આસામ? ગુજરાત, ઉત્તર પ્રદેશ કે પછી મહારાષ્ટ્ર કેમ નહીં? આ રાજ્યોમાં પણ ઘણી વખત હાઈપ્રોફાઈલ કેદીઓ રાખવામાં આવ્યા જ છે. આ બાબતનો સરળ જવાબ એ  હોઈ શકે કે આસામમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ લોકોનો મજબૂત મત હોય છે. આ ઉપરાંત ઉપરોક્ત રાજ્યો કરતાં આસામ એ પંજાબથી ઘણું દૂર છે આથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર કહેલા રાજ્યો કરતાં આસામમાં વધુ સારી રીતે કાબુમાં કરી શકાય છે.

    આ રીતે હાઈપ્રોફાઈલ આરોપી તેમજ ગુનેગારોને અન્ય રાજ્યોની જેલમાં રાખવાની પદ્ધતિ નવી નથી. 2021માં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ 26 કેદીઓને જમ્મુ અને કાશ્મીરથી આગ્રાની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા હતાં. આ નિર્ણય જમ્મુ અને કાશ્મીરમાં વધી રહેલાં આતંકવાદી હુમલાઓ અને પસંદગીના વ્યક્તિઓની થઇ રહેલી હત્યાઓને રોકવાના ઉદ્દેશથી લેવામાં આવ્યો હતો. આમાંથી ઘણાને એટલા માટે પકડવામાં આવ્યા હતાં કારણકે તેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતાં.

    દિબ્રુગઢ જેલ હાલમાં 680 કેદીઓ ધરાવે છે અને તે આસામની ગુવાહાટી અને તેઝપુર જેલ બાદ ત્રીજા નંબરની સહુથી મોટી જેલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં