Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોશિયલ મીડિયાની દુનિયામાં હવે ‘થ્રેડ્સ’ની એન્ટ્રી, ટ્વિટરને ટક્કર આપશે?: જાણો શું છે...

    સોશિયલ મીડિયાની દુનિયામાં હવે ‘થ્રેડ્સ’ની એન્ટ્રી, ટ્વિટરને ટક્કર આપશે?: જાણો શું છે આ મેટાએ લૉન્ચ કરેલી નવી એપ્લિકેશન, કઈ રીતે વાપરી શકાશે

    ઇન્સ્ટાગ્રામ ઘણુંખરું ફોટો અને વિડીયો પર આધારિત છે, પરંતુ થ્રેડ્સ ટેક્સ્ટ પર આધારિત છે. જે બાબત તેને ઇન્સ્ટાગ્રામથી અલગ બનાવે છે પણ બીજી તરફ આ ફીચરના કારણે તે ટ્વિટર સાથે સામ્યતા ધરાવે છે.

    - Advertisement -

    અત્યાર સુધી માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ તરીકે ટ્વિટરે ઇન્ટરનેટની દુનિયામાં એકહથ્થુ શાસન ચલાવ્યું છે. વચ્ચે અમુક એપ્લિકેશન્સ લૉન્ચ કરવામાં આવી પરંતુ તે ટ્વિટર સામે ટકી શકી નહીં. પરંતુ હવે ટક્કર આપવા માટે ત્રણ મોટી સોશિયલ મીડિયા એપ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ પ્રવેશ કર્યો છે. મેટાએ તાજેતરમાં જ એક એપ્લિકેશન લૉન્ચ કરી છે, જેનું નામ છે- થ્રેડ્સ (Threads). આ એપને ટ્વિટરની હરીફ માનવામાં આવી રહી છે. 

    બુધવારે (5 જુલાઈ, 2023) મેટાના CEO માર્ક ઝકરબર્ગે અધિકારીક રીતે થ્રેડ્સ એપ લૉન્ચ કરી હતી. જેની સાથે જ દુનિયાભરમાં તેની ચર્ચા શરૂ થઇ ગઈ છે તો કરોડો યુઝર્સ આ નવી એપ્લિકેશન પર આવી રહ્યા છે. માત્ર થોડા જ કલાકોની અંદર કરોડો લોકોએ એપ ડાઉનલોડ કરી હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. 

    કઈ રીતે લોગ-ઈન થઇ શકશે?

    મેટાની આ નવી એપ ઇન્સ્ટાગ્રામ પર બેસ્ડ છે. જે રીતે ફેસબુક અકાઉન્ટ દ્વારા સીધા ઇન્સ્ટાગ્રામમાં લોગ-ઈન કરી શકાય છે એ જ રીતે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી સીધું જ થ્રેડ્સમાં લોગ-ઈન કરી શકાશે અને કોઈ વધારાના આઈડી કે પાસવર્ડની જરૂર રહેશે નહીં. ઉપરાંત, યુઝર ઇન્સ્ટાગ્રામનું જ યુઝરનેમ અને પ્રોફાઈલની અન્ય વિગતો ઈમ્પોર્ટ કરી શકશે. થ્રેડ્સમાં લોગ-ઈન કરતાંની સાથે જ યુઝરને ઇન્સ્ટાગ્રામમાં તેઓ જે લોકોને ફોલો કરતા હોય તેનું લિસ્ટ આપવામાં આવશે, જેમને એકસાથે તેઓ ફૉલો કરી શકશે. 

    - Advertisement -

    કઈ રીતે ટ્વિટર સાથે સામ્યતા ધરાવે છે?

    ઇન્સ્ટાગ્રામ ઘણુંખરું ફોટો અને વિડીયો પર આધારિત છે, પરંતુ થ્રેડ્સ ટેક્સ્ટ પર આધારિત છે. જે બાબત તેને ઇન્સ્ટાગ્રામથી અલગ બનાવે છે પણ બીજી તરફ આ ફીચરના કારણે તે ટ્વિટર સાથે સામ્યતા ધરાવે છે. ટ્વિટરની જેમ જ અહીં યુઝર પોતાના વિચારો લખાણ સ્વરૂપે રજૂ કરી શકશે. જોકે તેની મર્યાદા છે 500 અક્ષર. સાથે તેઓ પોસ્ટમાં લિંક, ફોટો (વધુમાં વધુ 10) અને વિડીયો (મહત્તમ 5 મિનિટ લંબાઈનો) શૅર કરી શકશે. ઉપરાંત, આ એપમાં ટ્વિટરની જેમ જ રિપ્લાય અને રિ-પોસ્ટનો (ટ્વિટર પર તેને રિ-ટ્વિટ કહેવાય છે) પણ વિકલ્પ જોવા મળશે.

    ઇન્સ્ટાગ્રામની જેમ થ્રેડ્સમાં પણ પ્રાઇવસી કન્ટ્રોલ્સ ઉપલબ્ધ થશે. જેમાં રિપ્લાયમાં અમુક શબ્દોને ફિલ્ટર કરવા, કોણ થ્રેડને રિપ્લાય આપી શકે એ પસંદ કરવું, અકાઉન્ટ પ્રાઇવેટ રાખવું કે પબ્લિક, એ તમામ વિકલ્પો આપવામાં આવશે. આ ઉપરાંત, જેમનું અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર વેરિફાય હશે તેમને થ્રેડ્સ પર આપમેળે બ્લુ ટિક મળી જશે. 

    મેટાનું કહેવું છે કે આ એપ્લિકેશન રિયલ ટાઈમ અપડેટ્સ અને પબ્લિક કન્વર્ઝેશન માટે એક નવું માધ્યમ પૂરું પાડશે, જે કામ હાલ ટ્વિટર કરી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, તેઓ આ એપને એક ઓપન ઇન્ટરઓપરેબલ નેટવર્ક સાથે સુસંગત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે ઇન્ટરનેટના ભવિષ્યને આકાર આપશે. 

    100 દેશોમાં લૉન્ચ થઇ એપ

    થ્રેડ્સ એપ એકસાથે દુનિયાના 100 દેશોમાં લૉન્ચ કરવામાં આવી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે, યુરોપિયન યુનિયનમાં હજુ આ એપ લૉન્ચ થઇ નથી. લૉન્ચ થયાના ચાર જ કલાકમાં 50 લાખ લોકોએ એપમાં સાઈન-અપ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. લોકોને તેનું યુઝર ઇન્ટરફેસ પણ પસંદ આવી રહ્યું છે. આ એપ્લિકેશન એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં