Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકપાળ પર ઘા, ચહેરા પર લોહી…અચાનક મમતા બેનર્જી થઈ ગયાં ઈજાગ્રસ્ત, હૉસ્પિટલમાં...

    કપાળ પર ઘા, ચહેરા પર લોહી…અચાનક મમતા બેનર્જી થઈ ગયાં ઈજાગ્રસ્ત, હૉસ્પિટલમાં દાખલ: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પણ થયાં હતાં ઘાયલ 

    TMCએ ગુરુવારે રાત્રે 8:10 કલાકે આ તસવીર પોસ્ટ કરી ત્યારે આ વિશે જાણકારી મળી. ઈજા કેવી રીતે થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. પાર્ટીએ પણ આ અંગે વધુ જાણકારી નથી આપી. 

    - Advertisement -

    પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થયાં હોવાનું તેમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસનું કહેવું છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર મમતાની એક-બે તસવીરો પણ પોસ્ટ કરી છે. 

    TMCએ પોસ્ટમાં લખ્યું કે, “અમારાં અધ્યક્ષ મમતા બેનર્જીને મોટી ઈજા પહોંચી છે. તેમના માટે પ્રાર્થના કરશો એવી અપીલ કરીએ છીએ.” સાથે ત્રણ ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં મમતા બેનર્જી હૉસ્પિટલના બેડ પર જોવા મળે છે. તેમના કપાળ પર ઘા જોવા મળી રહ્યો છે. લોહી નીકળતું પણ જોઈ શકાય છે. 

    TMCએ ગુરુવારે રાત્રે 8:10 કલાકે આ તસવીર પોસ્ટ કરી ત્યારે આ વિશે જાણકારી મળી. ઈજા કેવી રીતે થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. TMCએ પણ આ અંગે વધુ જાણકારી નથી આપી. 

    - Advertisement -

    અહીં નોંધવું જોઈએ કે વર્ષ 2022ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં પણ મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થઈ ગયાં હતાં. તે સમયે તેમના પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું અને અમુક ચૂંટણી પ્રચાર તેમણે વ્હીલચેર પર કર્યો હતો. જોકે, ચૂંટણી પૂરી થઈ ગઈ પછી તેમનું પ્લાસ્ટર ઉતરી ગયું અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયાં હતાં. હવે ફરી લોકસભા ચૂંટણી આવી રહી છે અને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મમતા ફરી ઈજાગ્રસ્ત થયાં હોવાના સમાચાર સામે આવતાં લોકો ચર્ચા કરી રહ્યા છે. 

    મમતા બેનર્જી મે, 2011થી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી છે. 1998માં કોંગ્રેસથી છૂટા પડ્યા બાદ તેમણે તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી, જે 2011થી બંગાળમાં શાસન કરે છે. લોકસભા ચૂંટણીમાં TMCએ એકલા જ લડવાની ઘોષણા કરી હતી અને ત્યારબાદ રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારીને INDI ગઠબંધનની વિદાય પણ કરી દીધી. આમ પાર્ટી INDI ગઠબંધનની રચના સમયે તેની સદસ્ય હતી, પરંતુ સીટ શૅરિંગની વાત આવી ત્યારે તેમણે કોંગ્રેસને ઘસીને ના પાડી દીધી હતી. 

    TMC અને મમતા બેનર્જી પર તાજેતરમાં જ ઘણા સવાલો ઉઠ્યા જ્યારે સંદેશખાલીનો મુદ્દો ચર્ચામાં આવ્યો. અહીં જાન્યુઆરીની શરૂઆતમાં રાશન કૌભાંડમાં સામેલ પૂર્વ TMC નેતા શાહજહાં શેખના ઘરે EDની ટીમ રેડ પાડવા ગઈ તો તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક મહિલાઓએ શાહજહાં અને તેના માણસો પર યૌન શોષણ અને અત્યાચારના આરોપ લગાવ્યા હતા. આ રાષ્ટ્રીય મુદ્દો બન્યો તો બીજી તરફ શેખ ફરાર હતો. આખરે ફેબ્રુઆરી અંતમાં તેને પકડવામાં આવ્યો. પછી TMCએ તેને પાર્ટીમાંથી બરતરફ કરવો પડ્યો હતો. હાલ શાહજહાં શેખ CBIની કસ્ટડીમાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં