Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ઓસ્ટ્રેલિયાનું આકાશ થયું મોદીમય: PM મોદીના ભારતીય ડાયસ્પોરા કાર્યક્રમ પહેલા સિડનીના...

    હવે ઓસ્ટ્રેલિયાનું આકાશ થયું મોદીમય: PM મોદીના ભારતીય ડાયસ્પોરા કાર્યક્રમ પહેલા સિડનીના આકાશમાં લખાયું ‘Welcome Modi’

    વડા પ્રધાનની એક ઝલક મેળવવા અને ઑસ્ટ્રેલિયા-ભારત સંબંધો પર તેમનું વક્તવ્ય સાંભળવા માટે, સમગ્ર ઑસ્ટ્રેલિયામાંથી ભારતીય ડાયસ્પોરાના લોકો ખાનગી રીતે “મોદી એરવેઝ” ચાર્ટર્ડ ફ્લાઇટમાં સિડની પહોંચ્યા હતા.

    - Advertisement -

    હાલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયામાં છે. આજે સિડનીમાં તેમનો મોટો કાર્યક્રમ છે. આ દરમિયાન વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક ખાસ વિમાનની મદદથી પીએમને આવકારવા આકાશમાં ‘વેલકમ મોદી’ લખવામાં આવ્યું હતું. વડા પ્રધાન તરીકે ઓસ્ટ્રેલિયાની આ તેમની બીજી મુલાકાત છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપર સીઈઓ પૌલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ્રુ ફોરેસ્ટ, હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટને મળશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત કરવાના છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના કુડોસ બેંક એરેના સ્ટેડિયમ પહોંચશે. અહીં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર, આ 20 હજાર સીટર સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    PM મોદીને આવકારવા માટે ‘Modi Airways’ માં સિડની પહોંચ્યા NRIs

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સરહદોને પાર કરે છે, અને તેનું ઉદાહરણ ભારતીય નેતાની તેમના ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કા માટે ઓસ્ટ્રેલિયાની ચાલુ મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું.

    એબીસી ઓસ્ટ્રેલિયાના અહેવાલ મુજબ મંગળવારે, પીએમ મોદી સિડનીના કુડોસ બેંક એરેના સ્ટેડિયમમાં એક કાર્યક્રમ સંબોધિત કરવાના છે જેમાં 20,000 લોકોની ભીડ આવે તેવી અપેક્ષા છે.

    વડા પ્રધાનની એક ઝલક મેળવવા અને ઑસ્ટ્રેલિયા-ભારત સંબંધો પર તેમનું વક્તવ્ય સાંભળવા માટે, સમગ્ર ઑસ્ટ્રેલિયામાંથી ભારતીય ડાયસ્પોરાના લોકો ખાનગી રીતે “મોદી એરવેઝ” ચાર્ટર્ડ ફ્લાઇટમાં સિડની પહોંચ્યા હતા. બીજી બાજુ સિડનીના આકાશમાં ‘વેલકમ મોદી’ લખીને લોકોએ PM મોદીનું સ્વાગત કર્યું છે.

    એનડીટીવીના એક અહેવાલ મુજબ, ઓલિમ્પિક પાર્ક એરેના ઇવેન્ટમાં હાજરી આપવા માટે લગભગ 170 ભારતીય મૂળના લોકોએ મેલબોર્નથી સિડનીની ચાર્ટર્ડ ફ્લાઇટ લીધી હતી જેમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજરી આપવાના છે.

    આ પહેલા વડા પ્રધાન અગાઉ પાપુઆ ન્યુ ગિનીમાં હતા, જ્યાં ટાપુ દેશના પીએમ જેમ્સ મારાપે તેમના પગને સ્પર્શ કર્યો હતો. તે જ સમયે, જાપાનના હિરોશિમામાં G7 સમિટમાં પહોંચેલા જો બિડેને વડાપ્રધાનનો ઓટોગ્રાફ માંગ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં