Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટક્યાંક લગ્નમાં દારૂ પીને આવવાની મનાઈ તો ક્યાંક જાનૈયાઓ થયા દારૂ પીને...

  ક્યાંક લગ્નમાં દારૂ પીને આવવાની મનાઈ તો ક્યાંક જાનૈયાઓ થયા દારૂ પીને છાકટા, તો ક્યાંક વરરાજાની થઇ અટકાયત: આ છે આ વર્ષે ગુજરાતનાં લગ્નગાળાની રમૂજ

  અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા વરરાજા સમેત 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી.

  - Advertisement -

  હાલમાં ગુજરાતમાં લગ્નગાળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એવા ઘણા રમૂજી કિસ્સાઓ બન્યા છે જેણે સમાચારોમાં જગ્યા મેળવી જે જેણે લોકોને લોથપોથ કરી દીધા હોય. સાથે જ આ જ કિસ્સાઓમાં આવા સત્ય પણ છુપાયેલા છે જે એક સમાજ તરીકે આપણને વિચારવા મજબુર કરી દે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે.

  આજે આપણે અહીંયા ગુજરાતના લગ્નગાળાના એવાં જ 3 કિસ્સોની વાત કરીશું;

  1. લગ્નની કંકોત્રીમાં લખવું પડ્યું ‘દારૂ પીને આવવું નહીં’

  જી હા, ખરું વાંચ્યું આપે. આ ગાંધીના ગુજરાતની જ વાત થઇ રહી છે. સૌ જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને સૌ એ પણ જાણે છે કે તેમ છતાંય પીવાવાળાઓ ગમે ત્યાંથી દારૂ શોધી કાઢતા હોય છે.

  - Advertisement -

  હવે થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક કંકોત્રીનો ફોટો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં દીકરીના પિતાજીને સ્પષ્ટ સૂચના લખાવી છે કે ‘કોઇએ દારૂ પીને લગ્નમાં ન આવવું’. નેટિઝન્સ આ પત્રિકા એક બીજાને મોકલીને હસી હસીને પાગલ થઇ રહ્યા છે. સ્વાભાવિક વાત છે કે આપણને પણ વિચાર આવે કે એવા તો શું અનુભવ થયા હશે કે કંકોત્રીમાં આવી સૂચના લખવી પડી!

  વાઇરલ થઇ રહેલ કંકોત્રી

  આ વાઇરલ કંકોત્રીએ રમૂજ તો ઉપજાવી જ છે સાથે જ આ જેમની દીકરીના લગ્ન છે એ હડાળા ગામના મનસુખભાઈ સીતાપરાની હિંમતને પણ આપણે સૌએ દાદ દેવી જ પડે કે તેઓએ આ પ્રકારનો નિર્ણય લઈને સમાજમાં વ્યસનમુક્તિ માટેનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  2. દારૂ પીને છાકટાં બનેલ જાનૈયાઓએ પોલીસે રોડ પર ફરી નચાવ્યા

  આવો જ એક બીજો રમૂજી કિસ્સો થોડા દિવસો પહેલા રાજકોટથી સામે આવ્યો હતો. અહીંયા એક લગ્નમાં દારૂ પીને છાકટા થયેલ યુવાનોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. જે બાદ રાજકોટ પોલીસે તેમની ધરપકડ કરીને ઘટનાસ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેનો પણ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

  રાજકોટ પોલીસે સૌ પહેલા તો વાઇરલ વીડિયોમાં છાકટા થઈને નાચી રહેલા લોકોની ઓળખ કરીને તેમને પકડી પડ્યા હતા. બાદમાં તેમને પંચનામું કરવા ઘટના સ્થળે લઇ ગયા હતા અને ત્યાં ફરીથી એ તમામને જાહેરમાં એ રીતે જ નચાવ્યા જે રીતે તેઓ દારૂ પીને નાચી રહ્યા હતા.

  પોલીસે તેઓને દારૂની એક ખાલી બોટલમાંથી એક બીજાને દારૂ પીવડાવવાની ઘટના પણ દોહરાવવા જણાવી જે રીતે તેઓ ફુલેકામાં એક બીજાને દારૂ પીવડાવી રહ્યા હતા.

  આ બંને વિડીયો વાઇરલ થયા બાદ લોકો હસી હસીને લોથપોથ થઇ ગયા હતા. અહીંયા આપણે રાજકોટ પોલીસની કાર્યવાહીની પણ પ્રશંસા કરવી ઘટે જેણે આમ ઉદાહરણરૂપ કાર્યવાહી કરી જેથી ભવિષ્યમાં આવો અપરાધ કરનારાઓમાં ભય રહે.

  3. લગ્નની આગલી રાતે જ જુગાર રમતા વરરાજા સમેત 89 જાનૈયાઓને પોલીસ ઉઠાવી ગઈ!

  અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા વરરાજા સમેત 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા હતા. 

  હવે લગ્નની આગલી રાતે જ આવી રીતે પોલીસ સ્ટેશનમાં મોઢું છુપાવતા વરરાજા અને જાનૈયાઓનો વાઇરલ વિડીયો જોઈને નેટિઝન્સ માટે હાસ્ય રોકવું અસંભવ થઇ પડ્યું હતું.

  નોંધનીય છે કે પોલીસે બાતમીના આધારે આ રેડ પડી હતી. તેમને એમ હતું કે 2 5 લોકો જુગાર રમતા હશે. પરંતુ રેડ પાડ્યા બાદ સત્ય બહાર આવ્યું કે ત્યાં તો જુગારીઓનો આખો રાફડો ફાટી નીકળેલો હતો.

  આમ આ વખતે ગુજરાતમાં લગ્નગાળો બન્યો હતો નેટિઝન્સ માટે રમૂજી. અને સૌએ જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ કિસ્સોની ખુબ મજા માણી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં