Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલાં જ ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી હથિયારો મળી આવ્યાં:...

    વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલાં જ ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી હથિયારો મળી આવ્યાં: રિવોલ્વર, પિસ્ટલ અને દેશી તમંચા સહીત 300થી વધુ કાર્ટીજ પોલીસે જપ્ત કરી

    એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર રાઈફળના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

    - Advertisement -

    ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી હથિયારો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ કાર શહેરની સેક્ટરની બાઉન્ડ્રીને અડીને આવેલા સરગાસણ ગામમાં આવેલા સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલાં જ કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવતા ઈન્ફોસિટી પોલીસે કાર કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર રાઈફળના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ગાડીની તપાસ કરતાં ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટલ, તમંચા, પિસ્ટલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર, તેમજ કાર્ટિજ અને વપરાયેલી કાર્ટીજના ખાલી ખોખા મળી આવ્યાં હતા.

    શંકાસ્પદ ગાડી જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી

    મીડિયા રીપોર્ટસ અનુસાર સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં રહેતા રહેવાસીઓ 7 મેના રોજ રાત્રે આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા તે સમયે એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી. સોસાયટીના સભ્યોને શંકા જતા સિક્યુરિટી ગાર્ડને તપાસ કરવા કહ્યું હતું. ગાર્ડે તપાસ કરતા બેઝમેન્ટમાં જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના ગાડી મુકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. જે બાદ સભ્યોને શંકા જતાં તેઓ પાર્કિંગમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ગાડીના તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

    - Advertisement -

    માહિતી મળતાની સાથે જ ગાંધીનગર ઈન્ફોસીટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે કારની તપાસ કરતા તેની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક 65 એમએમ કાર્ટિજ 25 નંગ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે કારની પાછળની ડીક્કી તપાસતા તેમાંથી દેશી બનાવટની પિસ્ટલ, દેશી બનાવટના તમંચા, પિસ્ટલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્ટલના કાર્ટિજ વગેરે મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    પિસ્ટલ, રિવોલ્વર સહીત 300થી વધુ કારતુસ

    બિનવારસી કારમાંથી પોલીસને મળી આવેલા હથિયારોમાં બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 57 નંગ, બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 50 નંગ, રિવોલ્વર પોઈન્ટ 38 એમએમ કાર્ટિજ 18 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ 7 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ નંગ 7, રિવોલ્વરના પોઈન્ટ 7.65 એમએમ કાર્ટિજ નંગ 75, રિવોલ્વર પોઈન્ટ 32 એમએમ બ્લેન્ક કાર્ટિજ બે નંગ, પિસ્ટલના 9એમએમના બ્લેન્ક કાર્ટિજ 27, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પિસ્ટલ, દેશી બનાવટની લાકડાના બટવાળી પિસ્ટલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્ટલના 3 ખાલી મેગેઝિન, 4 પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

    ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી હથિયારો મળવા પાછળ મોટા કાવતરાની આશંકા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલાં જ ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી હથિયારો મળી આવતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના બાદ પોલીસે ક્રેનની મદદથી ગાડીને બહાર કાઢી હતી. તો બીજી તરફ ગાંધીનગર એલસીબીની ટીમ તપાસ માટે સોસાયટીમાં પહોંચી હતી.

    2 રિવોલ્વર, 2 દેસી ક્ટ્ટા, 300 જીવતા કારતૂસ મળી આવતા, કોઈ મોટા ગુનાને અંજામ અપાયો હોવાની કે પછી રાજ્યની રાજધાનીમાં કોઈ મોટા કાવતરાને અંજામ આપવા મોતનો આ સરસામાન લવાયો હોવાની આશંકા પોલીસ જતાવી રહી છે.

    હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલી સીસીટીવીના ફૂટેજ મેળવીને કાર અહીં સુધી કઈ રીતે અને ક્યારે પહોંચી તેની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં