Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજો અમે સત્તામાં આવીશું તો તેલંગાણામાં અપાતું મુસ્લિમ અનામત દૂર કરીશું: એક...

    જો અમે સત્તામાં આવીશું તો તેલંગાણામાં અપાતું મુસ્લિમ અનામત દૂર કરીશું: એક રેલીને સંબોધન કરતાં અમિત શાહે આપ્યું વચન

    અમિત શાહનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પહેલેથી જ આ અનામતને 4% થી વધારીને 12% કરવાનું વચન આપી ચૂક્યા છે.

    - Advertisement -

    તેલંગાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ ગઈકાલે તેલંગાણાની મુલાકાતે હતાં. અહીં તેમણે હૈદરાબાદથી 46 કિલોમીટર દૂર આવેલા ચેવલ્લા ખાતે એક સભાને સંબોધિત કરી હતી. અમિત શાહે તેલંગાણામાં અપાતું મુસ્લિમ અનામત દૂર કરવાનું કહ્યું હતું.

    શાહે આગળ જણાવ્યું હતું કે કેસીઆર અને ભારત રાષ્ટ્ર સમિતિ સરકારના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ ફક્ત કેસીઆર સરકારને દૂર કરીને જ નહીં અટકે પરંતુ તેઓ અહીં લાગુ 4% મુસ્લિમ અનામત પણ દૂર કરશે. અમિત શાહનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પહેલેથી જ આ અનામતને 4% થી વધારીને 12% કરવાનું વચન આપી ચૂક્યા છે.

    અગાઉ કર્ણાટકમાં પણ થોડા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીની સરકારે મુસ્લિમોને અપાતા 4% ઓબીસી ક્વોટાને બંધ કરી દીધો હતો અને તેને વીરશૈવ લિંગાયત અને વોક્ક્લીંગા સમાજ વચ્ચે સરખી માત્રામાં વહેંચી દીધો હતો.  

    - Advertisement -

    અમિત શાહે વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “રાજ્યમાં આઠ-નવ વર્ષથી ભ્રષ્ટ સરકાર ચલાવી રહેલી સત્તારૂઢ બીઆરએસ હવે ગણતરીના દિવસોની જ મહેમાન છે.” તેમણે કે ચંદ્રશેખર રાવને કહ્યું હતું કે તેલંગાણાની જનતા તમારા અને તમારા પરિવારના ભ્રષ્ટાચારને જાણી ચુકી છે. તેમણે લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ ટીઆરએસનું નામ બદલીને બીઆરએસ કરી દીધું હતું. શાહે દાવો કર્યો હતો કે આખી દુનિયા ચંદ્રશેખર રાવ વિરુદ્ધ ગુસ્સામાં છે અને રાજ્યમાં ભાજપની સરકાર બનવાની સાથેજ તમામ ભ્રષ્ટ લોકોને જેલનાં સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે. અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે અહીંની સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી જનકલ્યાણની યોજનાઓનો અમલ થવા દીધો નથી.

    હાલમાં જ ભાજપાના તેલંગાણા પ્રદેશ અધ્યક્ષ બંડી સંજય કુમાર દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પેપરમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લઈને તેમની થયેલી ધરપકડ અંગે શાહે કહ્યું હતું કે, “તેઓ મને છે કે ભાજપા કાર્યકર્તાઓને જેલમાં મોકલવાથી તેઓ ભયભીત થઇ જશે. કેસીઆર તમે સાંભળી લ્યો અમારા કાર્યકર્તા તમારા અત્યાચારથી ભયભીત નથી. અમારી લડાઈ તમને પદચ્યુત કરવા સુધી ચાલુ જ રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં