Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય મૂળના પત્રકાર લલિત કે ઝા પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો: વોશિંગ્ટન ડીસીમાં...

    ભારતીય મૂળના પત્રકાર લલિત કે ઝા પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો: વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર ભારત સરકાર અને PM મોદી વિરુદ્ધ પ્રદર્શન

    આ હુમલો PTI ન્યૂઝના મુખ્ય યુએસ સંવાદદાતા લલિત કે ઝા પર કરવામાં આવ્યો હતો અને આના વિષે તેઓએ પોતે વિડીયો શેયર કરીને જાણકરી આપી હતી.

    - Advertisement -

    હાલમાં ખાલિસ્તાન સમર્થકો વિદેશોમાં ભારતીય દૂતાવાસો સામે જાતજાતના પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. કેનેડા, લંડન બાદ હવે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ સામે પણ ખાલિસ્તાનીઓએ આવું જ એક પ્રદર્શન આયોજિત કર્યું હતું. જેને કવર કરવા પહોંચેલ એક ભારતીય મૂળના પત્રકાર પર ખાલિસ્તાનીઓએ મૌખિક અને શારીરિક હુમલો કર્યો હતો.

    આ હુમલો PTI ન્યૂઝના મુખ્ય યુએસ સંવાદદાતા લલિત કે ઝા પર કરવામાં આવ્યો હતો અને આના વિષે તેઓએ પોતે વિડીયો શેયર કરીને જાણકરી આપી હતી.

    હુમલાના વિડીયો સાથેની પોતાની ટ્વીટમાં તેઓએ લખ્યું છે કે, “આભાર સિક્રેટ સર્વિસ આજે મારુ કામ કરતી વખતે મારુ રક્ષણ કરીને મારી મદદ કરવા માટે, નહિ તો કદાચ આ હું દવાખાનેથી લખી રહ્યો હોત. આ જે વ્યક્તિ દેખાય છે તેણે મારા ડાબા કાન નીચે આ બે દંડાઓ વડે માર માર્યો હતો. આ પહેલા મને શારીરિક હુમલાની શંકા જતા મેં 911 પર કોલ કર્યો હતો જેથી બે પોલીસ વાન આવી પહોંચી હતી.”

    - Advertisement -

    વિડીયોમાં જોઈ શકાય છે કે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ સામે પીળા જંડા લઈને પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાનીઓમાંથી 2 લોકો પત્રકત લલિત કે ઝા પાસે આવીને તેમના પર જોર જોરથી બૂમો પડી રહ્યા છે. ઉપરાંત તેઓ કેમેરા સામે જ ભારતીય સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો દેતા સંભળાઈ રહ્યા છે. સાથે જ તેઓ પત્રકારને ધમકાવતા પણ નજરે પડે છે.

    વિડીયોના અંતમાં જોઈ શકાય છે કે તે બેમાંથી એક ખાલિસ્તાની જતી વખતે પોતાના જંડાનો દંડો જાણી જોઈને એ રીતે ફેરવે છે કે તે લલિત ઝાના ડાબા કાને જોરથી વાગે છે અને તેના કરીને તેમનો મોબાઈલ પણ જમીન પર પડી જાય છે.

    ગુજરાતી ઉંમરલાયક વ્યક્તિ સાથે પણ કર્યું હતું ગેરવર્તન

    આ પહેલા 22 માર્ચે (સ્થાનિક સમય), સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો જેમાં અમૃતપાલ સિંઘ પરના ક્રેકડાઉન અંગે ભારત સરકાર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનમાં એક ખાલિસ્તાની તરફી શીખ એક ગુજરાતી હિંદુ સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો.

    વાયરલ વિડીયોમાં એક ગુજરાતી હિંદુ વ્યક્તિ વિરોધ કરી રહેલા ખાલિસ્તાનીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે તેમાંથી એક ઉશ્કેરાઈ ગયો અને તેના પર બૂમો પાડવા લાગ્યો હતો.

    ખાલિસ્તાની ઝંડો લહેરાવતા અને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવતા ઉશ્કેરાયેલા ખાલિસ્તાની તરફી એ કહ્યું, “તમે ગુજરાતીઓ ધ્યાનથી સાંભળો. ભાગી જાઓ, નહીં તો હું તને થપ્પડ મારીશ. લંગર લેવો હોય તો શાંતિથી લો અને ચાલ્યા જાઓ. તમારા ગૌમૂત્ર પીનારા સમુદાયે ઘણું નાટક રચ્યું છે. દરેક ગુજરાતીને કહો. જો યુદ્ધ શરૂ થશે તો આ વખતે ગુજરાતમાં લડીશું. અમે તમારા ઘરની અંદર લડીશું. હવે જાઓ અને ગૌમૂત્ર પીઓ.” બાદમાં તેણે ગુજરાતી હિન્દુ માણસને પડકાર ફેંક્યો કે તે જે કરી શકે તે કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં