Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટVNSGUમાં ફરી ભગવો લહેરાયો: ABVPને 11માંથી 9 સીટ પર જીત મળી, નેગેટિવ...

    VNSGUમાં ફરી ભગવો લહેરાયો: ABVPને 11માંથી 9 સીટ પર જીત મળી, નેગેટિવ વાતાવરણ ઉભું કર્યા બાદ પણ AAPની વિદ્યાર્થી પાંખની ડિપોઝીટ ડૂલ

    કુલ 11 બેઠકોના પરિણામમાં ABVP ને 9 બેઠકો, NSUI ને માત્ર 1 બેઠક તથા CYSSને શૂન્ય બેઠકો મળી હતી. 1 બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી જેણે પાછળથી ભગવો ધારણ કરી લીધો હતો. AAPની વિદ્યાર્થી પાંખની હાલત એટલી ખરાબ થઇ હતી કે તેને દરેક બેઠકો પાર પોતાની ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

    - Advertisement -

    સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી VNSGUની સેનેટ ચૂંટણી યોજાયા બાદ તેનું પરિણામ આવ્યું છે. બુધવાર (17 ઓગસ્ટ) વહેલી સવારે જાહેર થયેલ પરિણામ અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિદ્યાર્થી પાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ યુનિવર્સીટીની 11 બેઠકોમાંથી 9 બેઠકો જીતી લીધી છે. આમ ફરી એકવાર VNSGUમાં ભગવો લહેરાયો છે.

    નોંધનીય છે કે VNSGUની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSSએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આમ આદમી પાર્ટીની જેમ જ તેમની વિદ્યાર્થી પાંખ CYSS એ પણ આ ચૂંટણી દરમિયાન સમાચારમાં રહેવા અનેક ગતકડાં કરીને પોતાના તરફી માહોલ બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. તેમણે એવી અફવા’ પણ ફેલાવી હતી કે ABVP દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.

    VNSGUની સેનેટ ચૂંટણીનું અંતિમ પરિણામ

    પરંતુ પરિણામ આવતાની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું કે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દૂર દૂર સુધી સ્પર્ધામાં હતી જ નહીં. કુલ 11 બેઠકોના પરિણામમાં ABVP ને 9 બેઠકો, NSUI ને માત્ર 1 બેઠક તથા CYSSને શૂન્ય બેઠકો મળી હતી. 1 બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી જેણે પાછળથી ભગવો ધારણ કરી લીધો હતો. AAP ની વિદ્યાર્થી પાંખની હાલત એટલી ખરાબ થઇ હતી કે તેને દરેક બેઠકો પર પોતાની ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

    - Advertisement -

    આપની વિદ્યાર્થી પાંખના કાર્યકરો પર છેડતીનો આરોપ

    ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન ABVPના ગુજરાત પ્રદેશ મંત્રી યુતી ગજરેએ જણાવ્યું હતું કે VNSGU ફરીથી ABVPની ભવ્ય જીત એ વિદ્યાર્થીઓમાં તેમના પ્રત્યે રહેલો વિશ્વાસ દર્શાવે છે. ગઈ વખત કરતા આ વખતે બેઠકો જે વધારો થયો છે એ તેમને વધુ સારી રીતે વિદ્યાર્થીહિતમાં કામ કરવા માટે પ્રેરશે.

    ગજરેએ આગળ જણાવ્યું કે, “ABVPએ VNSGUની આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય મોટી બેઠકો પર કબ્જો કર્યો છે. વિરોધીઓએ અમને હરાવવા સામ દામ દંડ ભેદ એમ દરેક રીત અપનાવી હતી પરંતુ વિદ્યાર્થીઓએ અમારા પર ભરોસો ટકાવી રાખ્યો હતો.”

    આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી શાખા CYSS પર આરોપ લગાવતા યુતી ગજરેએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “CYSSએ શરૂઆતથી જ પોતાનું નામ ચમકાવવા ગંદી રાજનીતિ રમવાનું શરૂ કર્યું હતું. મતદાનના દિવસે પણ તેમના કાર્યકર્તાઓએ ABVPના મહિલા કાર્યકરને અભદ્ર ઈશારાઓ કરીને છંછેડ્યા હતા જે બાદ કેમ્પસમાં માહોલ ગરમાયો હતો. હવે પરિણામ આવ્યા બાદ VNSGUમાં ભગવો લહેરાતા એ સાબિત થયું છે કે તેમણે સ્પર્ધામાં ક્યાંય હતા જ નહિ એ માત્ર સમાચારમાં રહેવાનો અને ABVPને બદનામ કરવાનો એક સ્ટંટ જ હતો.”

    અત્રે નોંધનીય છે કે 2021માં યોજાયેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ 27 સીટ જીતતા તે રાતોરાત ચર્ચામાં આવી હતી. એ પણ સત્ય છે કે એ બાદ ઘણા આપ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા. છતાંય એવું મનાઈ રહ્યું હતું કે સુરતમાં યોજાયેલ VNSGU ની આ ચૂંટણીમાં AAP જરુર મોટી અસર કરશે. પરંતુ પરિણામો બાદ એક વાત સાફ થઇ ગઈ છે કે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટીની રેવડીઓમાં રસ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં