Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બાદ વિવેક અગ્નિહોત્રી લઈને આવી રહ્યા છે ‘ધ વેક્સિન...

    ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બાદ વિવેક અગ્નિહોત્રી લઈને આવી રહ્યા છે ‘ધ વેક્સિન વૉર’: પહેલીવાર 11 ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ, ગુજરાતી પણ સામેલ

    વિવેક અગ્નિહોત્રીએ ગુરુવારે ટ્વિટરના માધ્યમથી નવી ફિલ્મની જાહેરાત કરી અને ફર્સ્ટ લુક પોસ્ટર પણ જારી કર્યું.

    - Advertisement -

    ઇસ્લામિક આતંકવાદનો ભોગ બનેલા કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દેશ-દુનિયામાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ હવે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અન્ય એક ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેની જાહેરાત તેમણે કરી દીધી છે. આ ફિલ્મનું નામ છે- ‘ધ વેક્સિન વૉર’. 

    વિવેક અગ્નિહોત્રીએ ગુરુવારે (10 નવેમ્બર 2022) નવી ફિલ્મની જાહેરાત કરી અને ફર્સ્ટ લુક પોસ્ટર પણ જારી કર્યું. સાથે તેમણે લખ્યું કે, આ એક એવા યુદ્ધની સત્ય ઘટના છે જે ભારતે લડ્યું છે પરંતુ આપણે ખાસ જાણતા નથી. અને એ પણ ભારતે વિજ્ઞાન, સાહસ અને ઉચ્ચ ભારતીય મૂલ્યો સાથે લડીને જીત્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    આ ફિલ્મના પોસ્ટરમાં એક વેક્સિન બોટલ જોવા મળે છે, જેની ઉપર લખ્યું છે, ‘આઈ એમ બુદ્ધા રજૂ કરે છે, ‘ધ વેક્સિન વૉર’,ત્યારબાદ ફિલ્મ વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા બનાવવામાં આવી હોવાનું અને પલ્લવી જોશીએ પ્રોડ્યુસ કરી હોવાનું જણાવાયું છે. નીચે ભારતીય રાષ્ટ્રધ્વજ પણ બતાવવામાં આવ્યો છે. પલ્લવી જોશી વિવેક અગ્નિહોત્રીનાં પત્ની છે. પોસ્ટરમાં નીચે સત્ય ઘટના પરથી ફિલ્મ બની રહી હોવાનું તેમજ ક્યારે અને કઈ ભાષાઓમાં રિલીઝ થશે તે જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મની રિલીઝને લઈને જાણકારી આપતાં કહ્યું કે, તે 2023ના સ્વતંત્રતા દિવસ, એટલે કે 15 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ કરવામાં આવશે. તેમણે લોકોના આશીર્વાદ માંગ્યા હતા.

    ફિલ્મ વિશે મહત્વની બાબત એ છે કે તે ભારતની 11 ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં કોઈ એક ફિલ્મ એકસાથે 11 ભાષામાં રિલીઝ થવા જઈ રહી હોય એવી આ પ્રથમ ઘટના હશે. 

    આ 11 ભાષાઓમાંથી એક ગુજરાતી પણ હશે. આ સિવાય હિન્દી, અંગ્રેજી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, પંજાબી, ભોજપુરી, બાંગ્લા ભાષાઓમાં પણ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. 

    વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મ રહી હતી અને દુનિયાભરમાં સેંકડો કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ પણ પલ્લવી જોશીએ પ્રોડ્યુસ કરી હતી, જ્યારે ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. કલાકારો તરીકે અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી સહિતના અભિનેતાઓએ કામ કર્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં