Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બ્રહ્માસ્ત્ર'એ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને પછાડ્યું': મિડિયાના નેરેટીવને નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આપ્યો જડબાતોડ...

    ‘બ્રહ્માસ્ત્ર’એ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પછાડ્યું’: મિડિયાના નેરેટીવને નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- ‘હું આ ફાલતુ રેસમાં નથી’

    મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલ દાવા પર વિવેક અગ્નિહોત્રીનો જવાબ.

    - Advertisement -

    રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની કમાણીનો વિવાદ ફિલ્મની રિલીઝ પહેલા જ શરૂ થઈ ગયો હતો. જોકે, હવે જ્યારે ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે કમાણીના આંકડા સોશિયલ મીડિયા પર ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, ‘બ્રહ્માસ્ત્ર’ની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે સરખામણી કરવા પર ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ ફાલતુંની રેસમાં નથી.

    વાસ્તવમાં બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલા જ મીડિયા રિપોર્ટ્સ, જે રીતે એડવાન્સ બુકિંગના આંકડા બહાર આવી રહ્યા હતા, તેની સોશિયલ મીડિયામાં મજાક ઉડાવવામાં આવી રહી હતી. આ પછી હવે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ‘બ્રહ્માસ્ત્ર’ની કમાણી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ કરતા પણ વધારે જણાવવામાં આવી રહી છે.

    મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રહ્માસ્ત્ર આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્માસ્ત્રે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પાછળ છોડી દીધી છે અને વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મીડિયા દાવો કરી રહ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર’ ભારતમાં 200 કરોડ રૂપિયાની નેટ કમાણીની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લબમાં સામેલ થતાની સાથે જ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને પાછળ છોડી દીધી છે.

    - Advertisement -

    આ તમામ મીડિયા દાવાઓ પર , ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઘણા મીડિયા રિપોર્ટ્સના સ્ક્રીનશોટ શેર કરીને ટ્વિટ કર્યું છે. આ મીડિયા રિપોર્ટ્સમાં બોક્સ ઓફિસના આંકડા બતાવતા કહેવામાં આવ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર’એ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પાછળ છોડી દીધી છે.

    મીડિયા રિપોર્ટ્સના આ સ્ક્રીનશૉટ્સ શેર કરતાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે, “મને ખબર નથી કે તેઓએ કાશ્મીર ફાઇલ્સને લાકડીઓ, સળિયા, હોકી સ્ટિક કે પછી AK-47 શેનાથી પછાડી છે. અથવા પેઇડ પીઆર અને પ્રભાવકો દ્વારા. બોલિવૂડ ફિલ્મોને એકબીજા સાથે લડવા દો. અમને એકલા છોડી દો હું આવી ફાલતુ રેસમાં નથી. આભાર.”

    આ સાથે તેમણે આ ટ્વીટમાં ‘#NotBollywood’ નો પણ ઉપયોગ કર્યો છે. તેનો સીધો અર્થ એ છે કે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ બોલિવૂડમાં નથી અથવા તો બોલિવૂડથી અલગ છે. નોંધનીય છે કે ‘બ્રહ્માસ્ત્ર’નું બજેટ 410 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે, જે ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ના બજેટ કરતાં 8 ગણું વધારે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં