Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવિસનગરમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસ પર પથ્થરમારો અને સગીર વિદ્યાર્થીનીઓની છેડતી મામલે...

  વિસનગરમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસ પર પથ્થરમારો અને સગીર વિદ્યાર્થીનીઓની છેડતી મામલે સરફરાઝ, મોહસિન, જાવેદ સહિત 12ની ધરપકડ: પોક્સોની કલમ ઉમેરાઈ 

  ટોળામાંથી અમુકે બસ પર પથ્થરમારો પણ કર્યો હતો તો વિદ્યાર્થીનીઓની છેડતી કરી કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યાં હતાં.

  - Advertisement -

  તાજેતરમાં મહેસાણાના વિસનગરમાં નજીવી બાબતમાં એસટી બસ પર પથ્થરમારો અને અંદર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના સામે આવી હતી. ઉપરાંત, બસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે 12થી 30 માણસોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે 12ની ધરપકડ કરી છે બીજી તરફ સગીર વિદ્યાર્થીનીઓની છેડતી મામલે આ તમામ વિરુદ્ધ પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવી છે. 

  આ 12 આરોપીઓ પકડાયા હતા. 

  1. સરફરાજખાન અજીમખાન ખોખર
  2. મોહસીનખાન યુનુસખાન ચૌહાણ
  3. અલીહુસેન ઉસ્માનગની ખોખર
  4. મુમ્મદ સલીમ નબીભાઈ શેખ
  5. મહમંદશકિલ અહેમદઅલી ચૌહાણ
  6. જાવેદખાન હિયાતખાન ચૌહાણ
  7. શાહરૂખખાન ફકીરમહમંદ શેખ
  8. અયુબખાન જાનમહમંદ બહેલીમ
  9. હારૂનખાન ઉર્ફે ગુલમહમંદ રસુલખાન ખોખર
  10. ઇયેખાન મોજમખાન ખોખર
  11. નદીમખાન ઇયાદખાન ચૌહાણ
  12. મુદસ્સરઅલી શેરજુમ્મેખાન ચૌહાણ 

  તમામ પર વિસનગરથી રાવળાપુરા જતી એસટી બસમાં સવાર શાળાના વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી કરીને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આ ઉપરાંત, ટોળામાંથી અમુકે બસ પર પથ્થરમારો પણ કર્યો હતો તો વિદ્યાર્થીનીઓની છેડતી કરી કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યાં હતાં. બસ કંડક્ટરની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી સરફરાઝ સહિત 25થી 30ના ટોળા સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

  - Advertisement -

  ધરપકડ બાદ તમામને પોક્સો કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાનું અને ઓળખ પરેડ બાકી હોવાનું જણાવીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે દલીલોને અંતે તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

  શું છે મામલો?

  આ ઘટના ગત ગુરૂવાર (6 જુલાઈ, 2023)ની છે. તે દિવસે સાંજ સાડા પાંચેક વાગ્યાના અરસામાં બસ વિસનગર ડેપોથી રાવળાપુરા જવા માટે નીકળી હતી. શાળા છૂટવાનો સમય હોવાના કારણે મુસાફરોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. દરમ્યાન બસ વિસનગર સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પર પહોંચતાં ત્યાંથી પણ અમુક પેસેન્જરો બેઠા હતા અને બસમાં મુસાફરોની સંખ્યા વધી ગઈ હતી જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે જગ્યાને લઈને બોલાચાલી થઇ હતી. 

  બસમાં ખેંચતાણ કરી ઝપાઝપી સુધી વાત પહોંચી જતાં કંડક્ટરે કંટ્રોલ રૂમમાં જાણ કરી બીજી બસની વ્યવસ્થા કરાવી હતી. જેથી ડેપોમાંથી બીજી બસ મોકલી આપવામાં આવતાં તેમાં સવાલા જતા પેસેન્જરોને મોકલી આપવામાં આવ્યા હતા અને બસ રાવળાપુરા તરફ રવાના કરવામાં આવી હતી. 

  લગભગ સાડા છ વાગ્યાના અરસામાં બસ સાવલા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતાં અહીં એક વ્યક્તિએ બસ ઉભી રખાવી હતી, જેણે પોતાની ઓળખ સરફરાઝ ડેલીકેટ તરીકે આપી હતી. તેની સાથે અન્ય માણસોએ પણ ભેગા થઇને ‘અમારે બાળકોને કેમ હેરાન કરો છો’ તેમ કહીને ઉશ્કેરાઈ જઈને બોલાચાલી કરવા માંડી હતી. બરાબર આ જ સમયે સાવલાના વિદ્યાર્થીઓને લઈને આવતી બીજી બસ પણ આવી પહોંચતાં તેમાંથી પણ અમુક લોકોએ ઉતરી આવીને બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. 

  ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર સરફરાઝ અને 25થી 30 માણસોના ટોળાએ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે ખેંચતાણ કરી મારામારી કરી હતી તેમજ અમુકે પથ્થરો પણ ફેંક્યા હતા. આ દરમિયાન જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આરોપ છે. ઉપરાંત, ટોળાએ બસમાં બેઠેલી વિદ્યાર્થીઓની છેડતી કરીને તેમનાં કપડાં પણ ફાડી નાંખ્યાં હતાં.

  બસ પર પથ્થરમારો અને મારામારીની ઘટના બાદ બસ કંડક્ટરે વિસનગરમાં સ્થિત તાલુકા પોલીસ મથકે સરફરાઝ અને અન્યો સામે ફરિયાદ દાખલ કરીને IPCની કલમ 147, 149, 323, 186, 354, 337 અને 114 હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી તો અમુકને રાત્રે જ પકડી લેવામાં આવ્યા હતા. તપાસ બાદ પોલીસે કેસમાં પોક્સોની કલમ પણ ઉમેરી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં