Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જેહાદના નામે દીકરીઓને ફસાવવામાં આવી રહી છે’: સીએમની હાજરીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના...

    ‘જેહાદના નામે દીકરીઓને ફસાવવામાં આવી રહી છે’: સીએમની હાજરીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખની સમાજને ટકોર, કહ્યું- વહેલી તકે ચેતવાની જરૂર 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં તેમણે સમાજને ટકોર કરતાં કહ્યું હતું કે, સમાજ જેટલો વહેલો આ બાબતે ચેતી જાય તેટલું વધુ સારું રહેશે.

    - Advertisement -

    દેશ અને ખાસ કરીને ગુજરાતમાં વધી રહેલા લવજેહાદ મામલાના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા પાટીદાર સમાજની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે સમાજને ટકોર કરી છે. સંસ્થાના પ્રમુખે પાટીદાર દીકરીઓને ચેતવવા માટે સમાજના અગ્રણીઓ અને વડીલોને ટકોર કરી હતી. 

    ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે લવજેહાદ અંગે કહ્યું હતું કે, દીકરીઓને જેહાદના નામે ફસાવવામાં આવી રહી છે. સમાજના વકીલો જો વહેલી તકે નહીં જાગ્યા તો આવનાર સમયમાં મોટી તકલીફ પડશે.

    તેમણે કહ્યું, ‘દીકરીઓના મરજી વિરુદ્ધના એકતરફી લગ્ન બાબતે આપણે તો જાગૃત થઈએ જ પરંતુ સમાજને પણ જાગૃત કરીએ. હમણાં સુરતના એક સરથાણા પોલીસ સ્ટેશનમાં જ 300 દીકરીઓને જેહાદના નામે ઉઠાવી લઇ જવાના બનાવો બન્યા છે. આ સમાજનો સળગતો પ્રશ્ન છે. હું વડીલોને વિનંતી કરું છું કે આપણી દીકરીઓનું ધ્યાન રાખીએ. ઘરમાં એવું વાતાવરણ ઉભું કરીએ જેથી દીકરીઓ અવળા માર્ગે નહીં જાય.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, આમ કરવાથી પોલીસ અને સરકારને કામનું ભારણ ઘટશે તેમજ સામાજિક સમરસતા તેમજ સુલેહભર્યું વાતાવરણ બની  રહેશે. તેમજ હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજીઓ લાંબો સમય પેન્ડિંગ રહે છે એ પણ નહીં રહે. તેમણે એમ પણ ઉમેર્યું કે સમસ્ત પાટીદાર સમાજની તમામ સંસ્થાઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

    બીજી તરફ, રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયરામ પટેલે આ મુદ્દે કહ્યું હતું કે, “આર.પી પટેલે નિવેદન આપ્યું તે પહેલાં અમે છ સંસ્થાના પ્રમુખો મુખ્યમંત્રીને મળવા માટે અને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારે વાત થઇ હતી કે સરકાર એવો કાયદો બનાવે કે જેથી લગ્નના રજીસ્ટ્રેશન વખતે માતા અથવા પિતા બેમાંથી એકની સહી લેવામાં આવે. જો આમ કરવામાં આવશે તો જેહાદને નાથવામાં ઘણે અંશે સફળતા મળશે. હવે સરકાર આ અંગે વિચાર કરી રહી છે અને નિર્ણય લેશે.”

    પાટીદાર સમાજના આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા અને લવજેહાદ મુદ્દે રજૂઆત કરી હતી. આગેવાનોએ રજૂઆતો કરી હતી કે પાટીદાર સમાજ કે અન્ય કોઈ પણ સમાજમાં આ સમસ્યાને જોતાં લગ્નની નોંધણી વખતે માતા અથવા પિતા બેમાંથી એકની સહી ફરજીયાત કરવામાં આવે તો જેહાદી પ્રવૃત્તિ અંકુશમાં મૂકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં