Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મમતા બેનર્જી સૌથી શક્તિશાળી મહિલા, તેમણે વડાપ્રધાન બનવું જોઈએ’: ખુદને ‘વિરાટ હિંદુ’...

    ‘મમતા બેનર્જી સૌથી શક્તિશાળી મહિલા, તેમણે વડાપ્રધાન બનવું જોઈએ’: ખુદને ‘વિરાટ હિંદુ’ કહેતા સ્વામીએ ફરી બંગાળના CM માટે બાંધ્યા પ્રશંસાના પુલ

    ભાજપ વિરુદ્ધ વિપક્ષને શક્તિશાળી બનાવવા નીકળેલા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જી માટે પ્રશંસાના પુલ બાંધ્યા હતા. તેમણે કહ્યું કે, “એમ સમય હતો જ્યારે હું જયલલિતા અને માયાવતીને સૌથી શક્તિશાળી મહિલા માનતો હતો. પરંતુ આજના સમયમાં મમતા બેનર્જી દેશના સૌથી શક્તિશાળી મહિલા છે.

    - Advertisement -

    2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ એકજૂટ થઈને સત્તારૂઢ પાર્ટીને પડકારે એવું ઘણાં નેતાઓ ઈચ્છે છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિપક્ષને એકજૂટ કરવાના મિશન પર લાગેલા છે. તો બીજી તરફ પોતે જ સામેથી જવાબદારીઓ લેવામાં માનતા પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ આ મિશન પર હોય તેવું લાગે છે. તાજેતરમાં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી અને એવું જણાવ્યું હતું કે મમતા બેનર્જી વડાપ્રધાન બનવા જોઈએ.

    ‘મમતા બેનર્જી સાહસિક મહિલા છે, તેમણે પીએમ બનવું જોઈએ’

    સુબ્રમણ્યમ સ્વામી મંગળવારે (9 મે 2023) કોલકાતામાં ફૅડરેશન ઑફ ઇન્ડિયન ચૅમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં એક ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન તેમણે જણાવ્યું કે, “મમતા બેનર્જીએ ભારતના વડાપ્રધાન બનવું જોઈએ. તેઓ અત્યંત સાહસિક મહિલા છે. તેઓ કમ્યુનિસ્ટો સાથે કેવી રીતે લડ્યા એ તમે જુઓ.” ત્યારબાદ સ્વામીએ એવું જણાવ્યું કે આજે દેશને એક મજબૂત વિપક્ષની જરૂર છે, જે સત્તારૂઢ પાર્ટી (ભાજપ)થી ડરે નહીં.

    ‘TMCના વડાને કોઈ બ્લેકમેઈલ ન કરી શકે’: સુબ્રમણ્યમ સ્વામી

    ભાજપ વિરુદ્ધ વિપક્ષને શક્તિશાળી બનાવવા નીકળેલા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જી માટે પ્રશંસાના પુલ બાંધ્યા હતા. તેમણે કહ્યું કે, “એમ સમય હતો જ્યારે હું જયલલિતા અને માયાવતીને સૌથી શક્તિશાળી મહિલા માનતો હતો. પરંતુ આજના સમયમાં મમતા બેનર્જી દેશના સૌથી શક્તિશાળી મહિલા છે. તેમનામાં એવી હિંમત છે કે તેઓ કોઈપણ મુદ્દા પર લડી શકે છે. TMCના વડાને કોઈપણ બ્લેકમેઈલ ન કરી શકે.’ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મમતા બેનર્જી સાથે બેઠક દરમિયાન અમે આગામી લોકસભા ચૂંટણી અને 2024માં ભારતીય અર્થવ્યવસ્થા કેવી હશે તે અંગે ચર્ચા કરી હતી.

    - Advertisement -

    વિપક્ષને લઈને સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, “હું આજે એવા ઘણાં લોકોને ઓળખું છું જે વર્તમાન સરકાર વિરુદ્ધ એક હદથી આગળ નહીં વધે, કારણકે તેમને ડર છે કે ઈડી ગમે ત્યારે પહોંચી આવશે. આ ભારતના લોકતંત્ર માટે સારું નથી. આપણને એવા વિરોધ પક્ષની જરૂર છે જે ડરે નહીં અને ન તો સત્તારૂઢ પાર્ટીનો મિત્ર હોય.

    ઉલ્લેખીય છે કે, આ પહેલી વખત નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમોની પ્રશંસા કરી હોય. આ પહેલા 2021માં સ્વામીએ મમતા બેનર્જીની સરખામણી જયપ્રકાશ નારાયણ, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ અને પીવી નરસિમ્હા રાવ સાથે કરી હતી. એટલું જ નહીં, ખુદને ‘વિરાટ હિંદુ’ કહેતાં સ્વામીએ બંગાળમાં 2021માં ચૂંટણી બાદ થયેલી હિંસામાં હિંદુઓ માર્યા ગયા તેમ છતાં સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ફરી બેનર્જીને ‘હિંમતવાન અને પ્રભાવશાળી’ નેતા કહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં