Wednesday, November 6, 2024
More
    હોમપેજરાજકારણ'ગુજરાતના મૌલવીઓને 10,000 પગાર, મસ્જિદ-મદરેસાઓને આર્થિક સહાય': મુસ્લિમબહુલ વિસ્તારોમાં ફરતી થઇ AAPની...

    ‘ગુજરાતના મૌલવીઓને 10,000 પગાર, મસ્જિદ-મદરેસાઓને આર્થિક સહાય’: મુસ્લિમબહુલ વિસ્તારોમાં ફરતી થઇ AAPની એક કથિત પત્રિકા

    "સૂત્રના જણાવ્યા અનુસાર આ પેમ્ફલેટ ગુજરાતમાં લઘુમતી વિસ્તારમાં ફરતી કરવામાં આવી રહી છે. આ પેમ્ફલેટ મુજબ કેજરીવાલે મૌલવીઓને 10 હજાર પગાર અને અન્ય ઘણી બધી મફત વસ્તુઓનું વચન આપ્યું છે."

    - Advertisement -

    ગુજરાતના જુદા જુદા શહેરોના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નામની એક શંકાસ્પદ પત્રિકા ફરી રહી છે. જેમાં આપ દ્વારા ગુજરાતના મુસ્લિમો માટે કરવામાં આવેલ જુદી જુદી જાહેરાતો લખેલ હોય એમ લાગે છે. સોશિયલ મીડિયામાં આ પત્રિકાનો ફોટો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

    અનેક સોશિયલ મીડિયા યુઝર્સે આ પત્રિકા ટ્વીટ કરીને આ અંગે આમ આદમી પાર્ટીને ટાંકીને પ્રશ્નો કર્યા છે.

    જાણીતા પત્રકાર વિજય પટેલે આ પત્રિકા ટ્વીટ કરીને લખ્યું છે કે, “સૂત્રના જણાવ્યા અનુસાર આ પેમ્ફલેટ ગુજરાતમાં લઘુમતી વિસ્તારમાં ફરતી કરવામાં આવી રહી છે. આ પેમ્ફલેટ મુજબ કેજરીવાલે મૌલવીઓને 10 હજાર પગાર અને અન્ય ઘણી બધી મફત વસ્તુઓનું વચન આપ્યું છે.”

    - Advertisement -

    કથિત રીતે AAPની જણાતી આ પત્રિકામાં મુસ્લિમ સમાજને કરાયેલ વાયદા આ મુજબ છે,

    • દરેક મોલવીને મહિને 10,000 રૂપિયાના વેતનની ગેરંટી
    • દરેક નાની મસ્જિદ-દરગાહ-મઝારને વાર્ષિક 2 લાખ રૂપિયાની મદદની ગેરંટી
    • દરેક મદરેસાને મહિને 25,000 રૂપિયાની સહાયની ગેરંટી
    • હજયાત્રીઓને હજ માટે 100% સબસિડીની ગેરંટી
    • લઘુમતી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ વિનામૂલ્યે કાયદેસર કરી આપવામાં આવશે
    • લઘુમતી સમાજના ઉત્થાન માટે નાના વ્યાપારીઓને 0% વ્યાજદરે 10 લાખ રૂપિયા સિદ્ધિની સરળ લોન આપવાની ગેરંટી
    • લઘુમતી સમાજના બાળકો માટે ઉચ્ચ શિક્ષા મેળવવા 5 લાખ રૂપિયા સુધીની 0% વ્યાજદરે આપવાની ગેરંટી

    ઑપઇન્ડિયા કોઈ પણ રીતે આ પત્રિકાની સત્યતાનું અનુમોદન નથી કરી રહી. આ પત્રિકા સાચી છે કે ખોટી એ કદાચ ભવિષ્યમાં સામે આવશે.

    દિલ્હીમાં કેજરીવાલ આપે છે મૌલવીઓને પગાર

    લોકો આ પત્રિકાને સાચી માની રહ્યા છે તેનું એક કારણ એ છે કે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મુસ્લિમોને આ રીતના લાભ અપાઈ જ રહ્યા છે. આથી તેઓ ગુજરાતના મુસ્લિમો માટે આ પ્રકારની યોજના લાવી પણ શકે છે.

    દિલ્હી વક્ફ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ 150 ઇમામને 18,000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવે છે અને તેની સાથે નોંધાયેલ મસ્જિદોના 58 મુઆઝિનોને 16,000 રૂપિયા આપવામાં આવે છે.

    ખાનગી મસ્જિદોના 2,000 થી વધુ ઈમામો અને મુઆઝિનોને દર મહિને અનુક્રમે રૂ. 14,000 અને રૂ. 12,000નું માનદ વેતન ચૂકવવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં