Wednesday, September 11, 2024
More
    હોમપેજગુજરાત'અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ કરાશે': વાયરલ થઈ રહેલા આ...

    ‘અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ કરાશે’: વાયરલ થઈ રહેલા આ સમાચારને લઈને રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા

    રાજ્યના સૌથી મોટા ગણાતા રેલવે સ્ટેશનના બંધ થવાના સમાચાર મળતા સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ બધી બાબતને લઈને અંતે રેલવેના PROએ ખુલાસો કર્યો છે.

    - Advertisement -

    હાલના આ સોશિયલ મીડિયા યુગમાં દરરોજ નવા મેસેજ અને સમાચાર ફરતા થાય છે. તેમાંથી અમુક સમાચાર ભ્રામક અને લોકોને ગેરમાર્ગે દોરનારા પણ સાબિત થાય છે. કોરોના સમયે પણ વેક્સિનને લઈને ઘણી બધી અફવાઓ વાયરલ થઈ હતી. જેમાં એવો દાવો કરાયો હતો કે વેક્સિન લેવાથી ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે અને હાર્ટ એટેક્ની સમસ્યા પણ વધી રહી છે, આવા વાયરલ મેસેજને લીધે સામાન્ય લોકો ચિંતામાં મુકાઈ જતાં હોય છે. આવા જ એક એક ફેક સમાચાર હાલમાં વાયરલ થઈ રહ્યા છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને લઈને. જેમાં એવો દાવો કરાયો છે કે 1 ઓક્ટોબરથી કાલુપુર રેલવે સ્ટેશન બંધ થવા જઈ રહ્યું છે, આ સમાચારને લઈને હવે રેલવેના PROએ ખુલાસો કર્યો છે.

    વાયરલ થઈ રહેલા સમાચાર કઈ એવા હતા કે “અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રી-ડેવલપમેન્ટ થવાનું છે, જેને લઈને 1 ઓકટોબર 2023થી 27 ઓગસ્ટ 2024 સુધી કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરો માટે બંધ રહેશે.”

    આ મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. રાજ્યના સૌથી મોટા ગણાતા રેલવે સ્ટેશનના બંધ થવાના સમાચાર મળતા સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ બધી બાબતને લઈને અંતે રેલવેના PROએ ખુલાસો કર્યો છે.

    - Advertisement -

    રેલવેના PROએ કર્યો ખુલાસો

    લોકોએ રેલવે સ્ટેશનને લઈને પૂછપરછ શરૂ કરતાં મંગળવારે (26 સપ્ટેમ્બરે) મોદી સાંજે રેલવેના PROએ સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “1 ઓકટોબર, 2023થી 27 ઓગસ્ટ, 2027 સુધી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટના કારણે જે સ્ટેશનને બંધ કરવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તે સંપૂર્ણ રીતે ખોટા છે અને ભ્રામક છે. પશ્ચિમ રેલવે આ સમચારનું પૂર્ણ ખંડન કરે છે. અમદાવાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટ કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા હજુ પ્રોસેસમાં છે, તેના પૂર્ણ થયા બાદ આ કાર્ય શરૂ કરવામાં આવશે. આ માટેની જાણકારી રેલવે પ્રશાસન આપશે.”

    અધિકારી અનુસાર કાલુપુર રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ તો થવાનું જ છે, પરંતુ હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. માટે હાલ જે સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે પહેલી ઓક્ટોબરથી સ્ટેશન બંધ થવાનું તે તદ્દન પાયાવિહોણા અને સદંતર ખોટા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં