બેંક અને EDએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા (Vijay Mallya) પાસેથી કુલ લોનની રકમ કરતાં બમણી રકમ વસૂલ કરી હોવાનું સામે આવ્યું હતું. આ આરોપ વિજય માલ્યાએ લગાવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમને (Nirmala Sitharamana) લોકસભામાં આપવામાં આવેલા આંકડાઓના આધારે માલ્યાએ કહ્યું કે ₹6,203 કરોડની લોનના બદલામાં EDએ (Enforcement Directorate) તેમની પાસેથી ₹14,131.60 કરોડ વસૂલ કર્યા છે. માલ્યાએ હવે આ મામલે રાહત માંગી હતી.
નોંધનીય છે કે વિજય માલ્યાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને આ બાબત અંગે જાણ કરી હતી. લખ્યું હતું કે, “ડેટ રિકવરી ટ્રિબ્યુનલે KFAનું દેવું ₹6,203 કરોડ નક્કી કર્યું જેમાં ₹1,200 કરોડના વ્યાજનો પણ સમાવેશ હતો. નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી હતી કે ED દ્વારા બેંકોએ મારી પાસેથી ₹6,203 કરોડની જજમેન્ટ લોન સામે ₹14,131.60 કરોડ વસૂલ કર્યા છે અને હું હજુ પણ આર્થિક અપરાધી છું. જ્યાં સુધી ED અને બેંક કાયદેસર રીતે સાબિત નહીં કરે કે તેઓએ બમણાથી વધુ લોન કેવી વસૂલી ત્યાં સુધી, હું રાહત મેળવવા માટે હકદાર છું, જેના માટે હું પ્રયત્નો કરીશ.”
The Debt Recovery Tribunal adjudged the KFA debt at Rs 6203 crores including Rs 1200 crores of interest. The FM announced in Parliament that through the ED,Banks have recovered Rs 14,131.60 crores from me against the judgement debt of Rs 6203 crores and I am still an economic…
— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024
વિજય માલ્યાએ આગળ પણ એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, “KFA લોનના બાંયધરી તરીકે મેં મારા દેવા વિશે જે કહ્યું છે તે બધું કાયદેસર રીતે ચકાસાયેલ છે. તેમ છતાં જજમેન્ટ ડેટ સિવાય મારી પાસેથી ₹8000 કરોડથી વધુ વસૂલ કરવામાં આવ્યા છે.” માલ્યાએ એમ પણ કહ્યું કે હવે કોઈ આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવશે કે કેમ?
Whatever I have stated about my liabilities as guarantor of KFA loans is legally verifiable. Yet more than Rs 8000 crores have been recovered from me over and above the judgement debt. Will anyone, including those who freely abuse me, stand up and question this blatant injustice…
— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024
નોંધનીય છે કે મંગળવાર, 17 ડિસેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમને આ મામલે માહિતી આપી હતી. નાણામંત્રીએ કહ્યું કે જપ્ત કરાયેલી મિલકતોમાંથી ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા પાસેથી ₹14,131.6 કરોડની જપ્ત સંપત્તિ બેંકોને પરત કરવામાં આવી છે. અન્ય એક ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના કેસમાં ₹1,052.58 કરોડની સંપત્તિ બેંકોને પરત કરવામાં આવી છે.
માલ્યા પર છેતરપિંડીનો આરોપ
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા પર મની લોન્ડરિંગનો કેસ છે. વિજય માલ્યા પર બેંકો સાથે ₹9,000 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આ મામલો કિંગફિશર એરલાઈન્સ દ્વારા લેવામાં આવેલી લોન સાથે સંબંધિત છે. વિજય માલ્યા માર્ચ 2016માં બ્રિટન ભાગી ગયો હતો અને ત્યારથી તે અદાલતો હાજર થયો નથી.