Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારાણસીની ગેસ્ટ હાઉસમાં યુવતીઓના કપડા બદલતા વિડીયો બનાવવામાં આવ્યા, પોલીસે હોટલ સંચાલક...

    વારાણસીની ગેસ્ટ હાઉસમાં યુવતીઓના કપડા બદલતા વિડીયો બનાવવામાં આવ્યા, પોલીસે હોટલ સંચાલક વિરુદ્ધ કેસ નોંધીને સીસીટીવી ડીવીઆર કબજે કર્યું

    એસીપી વરુણા ઝોન વિકાસ શ્રીવાસ્તવે જણાવ્યું કે "ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ કેસ નોંધીને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેપી ગેસ્ટ હાઉસના સીસીટીવી અને ડીવીઆર જપ્ત કરવામાં આવ્યા છે. કપડાં બદલવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે."

    - Advertisement -

    વારાણસીના ગેસ્ટ હાઉસમાં કપડા બદલતી યુવતીઓના વિડીયો બનાવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો, વારાણસીના પરેડ કોઠીમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં CCTVમાં કપડા બદલતી યુવતીઓનો વીડિયો કેદ થયા બાદ યુવતીઓએ હંગામો કર્યો હતો. હોટલમાં રોકાયેલા વિદ્યાર્થીનીઓના એક જૂથનો આરોપ છે કે તેમના રૂમમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ગેસ્ટ હાઉસમાં યુવતીઓના વિડીયો બનાવાયા હોવાની મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હોટલ સંચાલક વિરુદ્ધ કેસ નોંધીને સીસીટીવી ડીવીઆર કબજે કરીને મામલાની તપાસ શરૂ કરી છે.

    ગેસ્ટ હાઉસમાં યુવતીઓના વિડીયો બનાવવાનો મામલો થાણા સિગરાના કેન્ટ વિસ્તારમાં સ્થિત ગેટ્સ હાઉસનો છે, જ્યાં પશ્ચિમ બંગાળની એક ખાનગી સંસ્થાની વિદ્યાર્થીનીઓ રહેતી હતી. હોટલમાં રોકાયાના થોડા કલાકો પછી ત્યાં હંગામો થયો હતો. ગ્રૂપની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે જે હોલમાં તેમને રોકવામાં આવ્યા હતા ત્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા અને હોલમાં મહિલાઓ કપડાં બદલી રહી હતી. જ્યારે યુવતીની નજર કેમેરા પર પડી તો ત્યાં હંગામો મચી ગયો અને પોલીસને માહિતી આપવામાં આવી.

    વાસ્તવમાં પશ્ચિમ બંગાળની એક સ્વૈચ્છિક સંસ્થા (NGO)ની લગભગ 20 વિદ્યાર્થીનીઓ વારાણસીની મુલાકાતે આવ્યા હતા. શનિવારે (8 ઓક્ટોબર 2022), સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ અને તેના અધિકારીઓ કેન્ટ સ્ટેશન નજીક સ્થિત જેપી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જે હોલમાં યુવતીઓ રોકાતી હતી ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો હતો. કપડા બદલતી વખતે યુવતીઓનું કેમેરા પર ધ્યાન ગયું અને હંગામો મચાવતા સંસ્થાના અધિકારીઓને જાણ કરી.

    - Advertisement -

    એનજીઓના અધિકારીઓએ આ અંગે ગેસ્ટ હાઉસના મેનેજરને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે કેમેરા બંધ છે. આના પર સંસ્થાના લોકોએ રેકોર્ડિંગ ચેકની માંગણી કરી, પરંતુ તેઓ બહાના બનાવવા લાગ્યા. માહિતી મળતાં એસીપી અને સિગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

    પોલીસ તપાસમાં ફરિયાદ સાચી જણાઈ

    અહેવાલો મુજબ એસીપી વરુણા ઝોન વિકાસ શ્રીવાસ્તવે જણાવ્યું કે ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ કેસ નોંધીને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેપી ગેસ્ટ હાઉસના સીસીટીવી અને ડીવીઆર જપ્ત કરવામાં આવ્યા છે. કપડાં બદલવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મળેલી ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ મામલો પ્રકાશમાં આવતા વિસ્તારમાં આવી અનેક હોટલો છે જે કોઈપણ લાયસન્સ વગર ચાલી રહી છે અને વિભાગ ચૂપચાપ બેસી રહ્યું છે.

    આ પહેલા કાનપુર ગર્લ્સ હોસ્ટેલમાં થયો હતો હોબાળો

    ઉલ્લેખનીય છે કે આ પહેલા કાનપુરથી આવીજ એક ઘટના સામે આવી હતી, કાનપુરની ગર્લ્સ હોસ્ટેલનો સ્વીપર યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવતો હતો. આ હોસ્ટેલ એક પોલીસ અધિકારીની છે, જે યુપીના એક જિલ્લામાં ASP તરીકે ફરજ બજાવે છે. હોબાળો થતા પોલીસે સફાઈ કામદારની ધરપકડ કરી હતી.

    સફાઈ કામદારની ધરપકડ થતાં જ હોસ્ટેલના તમામ પુરૂષ કર્મચારીઓ ભાગી ગયા હતા. આ પછી વિદ્યાર્થીનીઓએ રાતોરાત હોસ્ટેલ ખાલી કરીને પોતાના ઘરે પરત ફરી ગઈ હતી. સફાઈ કામદાર સામે કેસ નોંધીને વિદ્યાર્થીનીઓ જ્યારે હોસ્ટેલમાં પહોંચી ત્યારે હોસ્ટેલનો તમામ જેન્ટ્સ સ્ટાફ ભાગી છૂટ્યો હતો. વિદ્યાર્થીનીઓનું કહેવું હતું કે હોસ્પિટલમાં માત્ર પુરુષ કર્મચારીઓ જ કામ કરતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં