Wednesday, September 11, 2024
More
    હોમપેજક્રાઈમઅજમેરના રસ્તાઓ પર મૈસી નેલ્સને કર્યા 'અશ્લીલ સ્ટંટ': ગર્લફ્રેન્ડને ચાલુ બાઈકે ચુંબન...

    અજમેરના રસ્તાઓ પર મૈસી નેલ્સને કર્યા ‘અશ્લીલ સ્ટંટ’: ગર્લફ્રેન્ડને ચાલુ બાઈકે ચુંબન કરતો વિડીયો વાયરલ થયાં બાદ ગુનો દાખલ

    સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સાહિલ મેસી (24)ના પુત્ર નેલ્સનની ધરપકડ કરી છે. તે અજમેરના ફોયસાગર રોડનો રહેવાસી છે. તેની સામે આઈપીસીની કલમ 336, 279 અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    આજનું જનરેશન પોતાની હરકતોથી પોતાનો તો ઠીક પણ બીજાનો જીવ પણ જોખમમાં મુકતા વિચારતો નથી. મોંઘી દાટ બાઈકો અને અને ગાડીઓ પુરપાટ ચલાવી તેઓ ખબર નહિ શું સાબિત કરવા માંગે છે કઈક આવો જ કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે, જ્યાં અજમેરના રસ્તાઓ પર અશ્લીલ સ્ટંટ કરતા મૈસી નેલ્સનનો વિડીયો વાયરલ થયો છે, પરાણે વિચારવા મજબુર કરે તેવી વાત તે છે કે નેલ્સન એકલો નહિ પણ તેની ગર્લફ્રેન્ડ પણ બાઈક પર બેઠી છે, અને તે પણ એવી સ્થિતિમાં કે એક ચૂક થતા જ બન્નેના જીવ જોખમાઈ જાય તેવી સ્થિતિમાં.

    અજમેરના રસ્તાઓ પર અશ્લીલ સ્ટંટ કરતા મૈસી નેલ્સનનો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાઈક સવાર યુગલ અજમેરથી પુષ્કર તરફ જઈ રહ્યું છે. આ સમય દરમિયાન આ પ્રેમી પંખીડાઓએ તેમના જીવનની પરવા કર્યા વિના જાહેર સ્થળે અશ્લીલતા ફેલાવી હતી.આ દ્રશ્યો જોઈ ને લોકો પણ બે ઘડી સ્તબ્ધ થઇ ગયા હતા, અને શહેરમાં આ રીતે અશ્લીલતા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આ બાબતે ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કરણ સિંહે જણાવ્યું હતું કે, આ વીડિયો સામે આવ્યા બાદ એક ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રેમી યુગલ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

    વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય કે આરોપી બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી જીવના જોખમે તેની સામે મોઢું કરીને બાઈકના ટાંકા પર બેઠી છે. તે ચાલુ બાઈકે રસ્તા પર નેલ્સનને વારંવાર ગળે લગાવીને ચુંબનોનો વરસાદ વરસાવી રહી છે. આ મામલે એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓએ બાઇક પર સાહિલ મૈસી નેલ્સન સાથે બેઠેલી યુવતીની પણ ઓળખ કરી લીધી છે.

    - Advertisement -

    CCTV ના આધારે ઝડપાયો મૈસી નેલ્સન

    મળતી માહિતી મુજબ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સાહિલ મેસી (24)ના પુત્ર નેલ્સનની ધરપકડ કરી છે. તે અજમેરના ફોયસાગર રોડનો રહેવાસી છે. તેની સામે આઈપીસીની કલમ 336, 279 અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ વાયરલ વીડિયો અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાજ્ય સહમંત્રી શશિ પ્રકાશ ઈન્દોરિયાએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે, “રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. અજમેરનો વાયરલ વીડિયો આપણી સનાતન સંસ્કૃતિનું અપમાન છે. જે દેશમાં દીકરીઓને દુર્ગાના રૂપમાં પૂજવામાં આવે છે, ત્યાં તે દીકરીઓનો આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ તેના પર અત્યારે કોઈ કાર્યવાહી નથી કરી રહી તે ચોક્કસપણે આશ્ચર્યની વાત છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. “

    આઈપીસીની કલમ 294 અંતર્ગત સજાની જોગવાઈ

    આ મામલે એડવોકેટ યોગેન્દ્ર ઓઝાએ જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 294 મુજબ, જે કોઈ પણ જાહેર સ્થળે અન્યને ચીડવવાના ઇરાદાથી કોઈ પણ અશ્લીલ કૃત્ય કરે, તો આ કલમ હેઠળ તેને આરોપી ગણવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો આઈપીસીની કલમ 294માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ પુરુષ કે મહિલા જાહેરમાં કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનું અશ્લીલ કૃત્ય કરે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરી શકે છે. જો કે કાયદામાં પોર્નોગ્રાફીની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં