Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશાકાહારી ડોક્ટર પરિવારને વેઈટર મોહમ્મદ આઝમે પીરસ્યો ચિકન સૂપ: આ બરેલીમાં જ...

    શાકાહારી ડોક્ટર પરિવારને વેઈટર મોહમ્મદ આઝમે પીરસ્યો ચિકન સૂપ: આ બરેલીમાં જ થોડા સમય પહેલા શાકભાજી પર પેશાબ કરીને વેચનાર શરીફ ઝડપાયો હતો

    થોડા દિવસ પહેલા બરેલીમાંથી જ સ્થાનિકોએ એક એવા શાકભાજીવાળાને શરીફને પકડ્યો હતો જે પોતે શાકભાજી પર પેશાબ કરીને પછી તે શાકભાજી હિન્દૂ સોસાયટીઓમાં વેચતો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં એક હોટેલમાં એક શાકાહારી ડોક્ટર અને તેમના પરિવારને નોનવેજ સૂપ પીરસવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આરોપ છે કે હોટેલના વેઈટર મોહમ્મદ આઝમે આ સૂપ પીરસ્યું હતું. જે બાદ હોટેલે માફી માંગી અને વેઈટરને કાઢી મૂક્યો હતો. 

    આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલીની છે. અહીં એપેક્સ હોસ્પિટલના ડોક્ટર મયંક રસ્તોગી તેમના પરિવાર અને કેટલાક સબંધીઓ સાથે શહેરની સ્વર્ણ ટાવર હોટેલમાં ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં ભોજન દરમિયાન તેમણે સૂપ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર આપ્યા પછી થોડી જ વારમાં હોટલનો વેઈટર સૂપ લઈને તેની પાસે પહોંચ્યો. તેણે દરેકને સૂપ પીરસ્યું.

    જે પછી બધાએ સૂપ પીધું. ચૂસકી લેતી વખતે તેને સૂપના સ્વાદમાં થોડો ફરક લાગ્યો. જેના પર તેમને થોડી શંકાગઈ હતી. તેમણે તરત જ વેઈટરને બોલાવીને પૂછ્યું કે શું સૂપ માંસાહારી છે. જેના પર વેઈટર મોહમ્મદ આઝમે સ્વીકાર્યું હતું કે સૂપ માંસાહારી છે.

    - Advertisement -

    ડોક્ટરે વીડિયો બનાવી શેર કર્યો

    વેઈટર મોહમ્મદ આઝમે કહ્યું કે ભૂલથી તેણે જ તે સૂપ તેમને બીજા કેટલાક ઓર્ડર સાથે આપી દીધો હતો. ડૉક્ટરે આ વાત પર લાંબા સમય સુધી હોબાળો મચાવ્યો હતો. જે પછી મયંકે તેનો વીડિયો બનાવીને શેર કર્યો હતો.

    જોકે, તેણે આ અંગે પોલીસને જાણ કરી ન હતી. હંગામો મચાવ્યા બાદ હોટલ મેનેજમેન્ટે વેઈટરને હટાવી દીધો હતો.

    હોટલે માંગી માફી

    ભારે હોબાળો બાદ હોટલ મેનેજમેન્ટે ડોકટરોની હાથ જોડીને માફી માંગી હતી અને આ સમગ્ર ઘટના અંગે લેખિત માફી માંગીને હંગામોમાંથી મુક્તિ મેળવી હતી.

    હોટેલનું માફીપત્ર

    જો કે મીટીંગમાં હાજર તબીબોએ હોટલ મેનેજમેન્ટ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી. મેનેજમેન્ટ તરફથી લેખિતમાં માફી મંગાયા બાદ હવે ડોકટરો તેને સાદી ભૂલ માની રહ્યા છે. ગ્રાહકની માફી માંગવા ઉપરાંત હોટલે તાત્કાલિક જ આરોપી વેઈટર મોહમ્મદ આઝમને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

    બરેલીમાં જ શાકભાજીની લારી ચલાવતો શરીફ કરતો હતો શાકભાજી પર પેશાબ

    નોંધનીય છે કે થોડા દિવસ પહેલા બરેલીમાંથી જ સ્થાનિકોએ એક એવા શાકભાજીવાળાને શરીફને પકડ્યો હતો જે પોતે શાકભાજી પર પેશાબ કરીને પછી તે શાકભાજી વેચતો હતો.

    તે ઘટનાનો પણ વિડીયો વાઇરલ થયો હતો અને ધ્યાને આવ્યું હતી કે શાકભાજીની લારીવાળો શરીફ પહેલા શાકભાજી પર પેશાબ કરતો અને બાદમાં હિન્દૂ સોસાયટીઓમાં એ શાકભાજી વેચતો હતો. બાદમાં ફરિયાદ થતા તેને પોલીસ દ્વારા જડપી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં