Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવંદે ભારત એક્સપ્રેસને નડેલા અકસ્માત બાદ ફરીથી ઉઘાડા પડ્યા અંધ વિરોધીઓ, નફરતથી...

    વંદે ભારત એક્સપ્રેસને નડેલા અકસ્માત બાદ ફરીથી ઉઘાડા પડ્યા અંધ વિરોધીઓ, નફરતથી ઉભરાઈ ગયું સોશિયલ મીડિયા

    વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો અને વિરોધીઓને ફરી એક બહાનું મળી ગયું, સોશિયલ મીડિયા પર વિકૃતિ ઠાલવી.

    - Advertisement -

    તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી લીલી ઝંડી બતાવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરાવી હતી. ટ્રેન બીજા દિવસથી શરૂ પણ થઇ ગઈ હતી, પરંતુ ગઈકાલે (7 ઓક્ટોબર 2022) અમદાવાદના વટવા ખાતે રેલ્વે ટ્રેક પર અચાનક આવી ગયેલી ભેંસો અથડાતા ટ્રેનને અકસ્માત નડ્યો હતો. વંદે ભારતના અકસ્માતથી વિરોધીઓને નવું એક કારણ મળી જતાં સોશિયલ મીડિયામાં નફરતનું ઝેર ઓકતા જોવા મળ્યા હતા. જેમાં કોઈએ સલામતી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા તો કોઈએ તકલાદી ગણાવી દીધી હતી.

    વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડતા એક યુઝર મજાક ઉડાડવામાં મેટ્રો ટ્રેન અને વંદે ભારત વચ્ચેનું અંતર જ ભૂલી ગયા અને હેશટેગ #મેટ્રો_ટ્રેન સાથે લખ્યું હતું કે પનોતી બેસવાના કારણે આમ થયું છે. જોકે, બીજા યુઝરોએ તેમની ભૂલ પ્રત્યે ધ્યાન દોર્યું હતું.

    વંદે ભારત હાલ દેશની સૌથી હાઈટેક અને સુરક્ષિત ટ્રેનોમાંથી એક છે. ટ્રેનના કાર્બનથી બનેલા એરોડાઈનેમિક આકારના કારણે તે અન્ય ટ્રેનોથી અલગ તરી આવે છે. અનેક હાઈટેક સુરક્ષા ઉપકરણો અને વ્યવસ્થાઓની માહિતીઓથી અજાણ વિક્રમ દેસાઈ નામના યુઝર લખે છે કે, ‘વિચારવા જેવી બાબત એ છે કે એક નાની અમથી ભેંસથી ટ્રેનનું એન્જિન તૂટી જતું હોય તો મોટા અકસ્માત માટે વંદે ભારત ટ્રેનને કઈ રીતે સલામત માનવી?’

    - Advertisement -

    પીએમ મોદી કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે અને સંજોગવસાત એમાં કોઈ ખામી સર્જાય તો તેની મજા લેવામાં વિરોધી પાર્ટીઓ પાછળ પડે તે વાત માનવામાં આવતી નથી. આમ આદમી પાર્ટીના વસરામભાઈ સાગઠીયા પણ આ વહેતી ગંગામાં હાથ ધોવા કુદી પડ્યા હોય તેમ ગુજરાતના વિકાસને રુંધાતો ગણાવીને ટ્વિટ કર્યું હતું.

    પટેલ નામના એક યુઝરે ટ્રેનને મેકઅપ કરેલી ડોશી ગણાવીને કટાક્ષ કર્યો હતો અને જાણે મજા લઇ રહ્યા હોય તેમ ટિપ્પણી કરી હતી.

    અત્યાધુનિક ટ્રેન અને તેની ખૂબીઓથી અજાણ એક યુઝરે ટ્રેનને તકલાદી ગણાવી દીધી હતી અને કરોડોના ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવી દીધો હતો. સાથે એવો પણ દાવો કર્યો કે, ચૂંટણીના કારણે મતો મેળવવા માટે મજબૂતીની ચકાસણી કર્યા વગર જ ટ્રેનનું ઉદ્ઘાટન કરી નાંખવામાં આવ્યું હતું.

    અહીં એ ઉલ્લેખનીય છે કે ટ્રેનને અકસ્માત નડ્યો અને નુકસાન થયું તેના કલાકોમાં જ ફરીથી સમારકામ કરીને દોડતી પણ કરી દેવામાં આવી હતી. જોકે, તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઓછી જોવા મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં