Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવલસાડમાં યુટ્યુબ ન્યુઝ ચેનલ ચલાવી એક મહિલાને ધાક-ધમકી આપી પડાવ્યા 66 હજાર...

    વલસાડમાં યુટ્યુબ ન્યુઝ ચેનલ ચલાવી એક મહિલાને ધાક-ધમકી આપી પડાવ્યા 66 હજાર રૂપિયા: ફરિયાદ બાદ સંચાલક મોહમ્મદ અલીની ધરપકડ

    વલસાડમાં યુ ટ્યુબ પર ગોલ્ડ કોઈન નામની ન્યુઝ ચેનલ ચાલવતા સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે કરી મોહમ્મદ અલીની ધરપકડ. એક મહિલાને ધાક-ધમકી આપીને પડાવ્યા હતા રૂ 66 હજાર.

    - Advertisement -

    ગુજરાતના વલસાડમાં યુટ્યુબ પર ગોલ્ડ કોઈન નામની ન્યુઝ ચેનલ ચાલવતા સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે કરી મોહમ્મદ અલીની ધરપકડ. એક મહિલાને ધાક-ધમકી આપીને પડાવ્યા હતા રૂ 66 હજાર.

    અહેવાલો મુજબ વલસાડ શહેરમાં તિથલ રોડ ઉપર રહેતા રચનાબેનની ઓળખાણ તપરવેરની પ્રોડક્ટ વેચતા મંજરીબેન સાથે થઈ હતી. મંજરીબેને વર્ષ 2019માં ધંધામાં ખોટ જતી હોવાનું જણાવી 1.80 લાખ રચનાબેન પાસેથી ઉધાર માંગ્યા હતા. જે બાદ તે પરત કર્યા ન હતા. જેથી રચનાબેને વલસાડના એક યુટ્યુબ ન્યુઝ ચેનલના રિપોર્ટરનો સંપર્ક કરીને ઉછીના રૂપિયા લઈને પરત ન આપતા મંજરીબેન વિરુદ્ધ સમાચાર બનાવવા જણાવતા યુટ્યુબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટરે 66 હજારની માંગણી કરી હતી. જેથી રચનાબેને રોકડા અને ડિઝીટલ પ્રેમેન્ટ વડે ચુકવણું કર્યું હતું.

    જોકે, 7 દિવસ સુધી ઉછીના આપેલા રૂપિયા પરત આવ્યાં ન હતા. જેથી રચનાબેને યુટ્યુબ ચેનલના રિપોર્ટરને આ બાબતે વાત કરતા તેણે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જેને લઈ રચનાબેને સીટી પોલીસ મથકે યૂટ્યૂબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    આપેલો ચેક પણ થયો હતો બાઉન્સ

    રિપોર્ટરે રૂપિયાની માગણી કરતા રચનાબેને યુટ્યુબ પર ન્યુઝ ચેનલ ચાલવતા રીંકુ ઉર્ફે મોહમ્મદ અલીને 36000 રૂપિયા ગુગલ પે કર્યા હતા અને 30,000 રૂપિયા રોકડેથી આપ્યા હતા. રીંકુએ રચનાબેનને તમારું કામ 7 દિવસમાં થઈ જશે તેમ જણાવ્યું હતું. સાત દિવસ ઉપર દિવસો થઈ જતા રચનાબેને ફોન ઉપર અને રૂબરૂમાં રીંકુ પાસે પોતાના 66 હજાર રૂપિયા પરત માંગતા, રીંકુ ઉડાવ જવાબ આપતો હતો, અને ખોટા વાયદાઓ રચનાબેનને કરતો હતો. રચનાબેને ફોર્સ કરી રૂપિયા માંગતા, રીંકુ એ રચનાબેનના નામનો 1.50 લાખનો ચેક રચનાબેનને આપી જણાવ્યું હતું કે, “તમારા રૂપિયા મેં મંજરીબેન પાસેથી લઈ લીધા છે, અને આ ચેક છે, જે તમે તમારા ખાતામાં નાખી દો.”

    રચનાબેને ચેક બેંકમાં જમા કરાવતા, ખાતામાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. રચનાબેને રીંકુ પાસે ફોર્સ કરી ફરી રૂપિયા માંગતા, રીંકુ એ રચનાબેનને ગાળો આપીને, જો હવે તમે રૂપિયા માંગશો તો મીડિયામાં તમને બદનામ કરી દઈ દઈશ તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો.

    જેને લઇ બાદમાં રચનાબેને યુટ્યુબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટર રીન્કુ ઉર્ફે મોહમ્મદ અલી વિરુદ્ધ રૂપિયા 66 હજારની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાવી છે. જે બાદ તેની ધરપકડ પણ થઇ હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં