Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે આ ઈસ્લામિક દેશમાં પણ વેલેન્ટાઈન દિવસની ધૂમધામથી કરાઈ ઉજવણીઃ રૂઢીવાદીઓએ કહ્યું-...

    હવે આ ઈસ્લામિક દેશમાં પણ વેલેન્ટાઈન દિવસની ધૂમધામથી કરાઈ ઉજવણીઃ રૂઢીવાદીઓએ કહ્યું- આ ‘હરામ’ છે, ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો પણ પ્રેમિકા સાથે પહોંચ્યો

    આ પહેલા વેલેન્ટિન દિવસ પર સાઉદીમાં સંપૂર્ણ પાબંધી હતી. ત્યાં સુધી કે આ દિવસે કોઈ પણ દુકાનદાર પોતાની દુકાનમાં લાલ રંગની કોઈ પણ વસ્તુ રાખી શકતું નહિ અને જો હોય તો તેને આ દિવસ પુરતું ઢાંકી મુકવામાં આવતું હતું.

    - Advertisement -

    વેલેન્ટાઈન દિવસને કથિત રીતે પ્રેમનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ મૂળ રીતે પશ્ચિમી સભ્યતામાં ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જો કે આ તહેવાર હવે ફક્ત પશ્ચિમી દેશો પુરતો નથી રહ્યો, પરંતુ આખા વિશ્વમાં થોડા-વધુ પ્રમાણમાં મનાવવામાં આવે છે. જો કે ઘણી જગ્યાએ વિરોધ પણ થયો છે. જ્યારે કેટલાક ઇસ્લામિક દેશોમાં વેલેન્ટાઈન દિવસ મનાવવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. જેમાં ઈરાન, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે. આ લીસ્ટમાં હમણાં સુધી સાઉદી અરેબિયા પણ હતું, પરંતુ હવે ત્યાં થોડી છૂટ આપવામાં આવી છે. 

    વાત જાણે એમ છે કે, સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ છે. હાલમાં પણ ત્યાં ખુલ્લામાં પ્રેમનો એકકરાર કરવો વગેરે ગેરકાયદેસર જ છે. આ પહેલા તો  વેલેન્ટાઈન દિવસ મનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, ત્યાં સુધી કે ઈ.સ.2014માં તો પાંચ નાગરિકોને 39 વર્ષની સજા અને કોડા ફટકારવાની સજા કરી હતી. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. હાલમાં સાઉદી અરેબિયા પોતાની છાપ રૂઢીચુસ્ત ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે નહિ પરંતુ એક વિકસિત દેશ તરીકે બતાવવા માંગે છે, જો કે આના ઘણા કારણો પણ છે. માટે સાઉદી અરેબિયા ઘણી બાબતોમાં છૂટ આપી રહ્યું છે. જેમાં સૌથી મોટો ફાળો ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો છે. તેઓ સાઉદીને હવે રૂઢીવાદી દેશ તરીકે રાખવા માંગતા નથી. માટે આ વખતે મોટા પ્રમાણમાં લોકોએ ખુલ્લીને વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરી. 

    આ પહેલા વેલેન્ટાઈન દિવસ પર સાઉદીમાં સંપૂર્ણ પાબંધી હતી. ત્યાં સુધી કે આ દિવસે કોઈ પણ દુકાનદાર પોતાની દુકાનમાં લાલ રંગની કોઈ પણ વસ્તુ રાખી શકતું નહિ અને જો હોય તો તેને આ દિવસ પુરતું ઢાંકી મુકવામાં આવતું હતું. પરંતુ ગત રોજ વેલેન્ટાઈન દિવસ ખુબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. જેના કારણે ગીફ્ટ અને ફૂલોના વેપાર સાથે જોડાયેલા વેપારીઓએ ખુશી વ્યક્ત  કરી હતી. 

    - Advertisement -

    સાઉદી રૂઢીચુસ્ત દેશ હોવાથી હજુ ત્યાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું નથી, માટે આ ઉજવણીના કારણે ઘણા રૂઢીવાદીઓ ખુબ જ નારાજ છે. તેમનું કહેવું છે કે જ્યાં ઇસ્લામનો ઉદ્ભવ થાયો, ત્યાં જ આ રીતની હરામ ચીઝો કરવી યોગ્ય નથી. ઘણા લોકોએ પ્રતિક્રિયા આપીને આ બધું રોકવા માટે પણ અપીલ કરી હતી. 

    પરંતુ, હાલમાં સાઉદી અરબનું જે વલણ રહ્યું છે તે જોતા ત્યાં નવી કોઈ પાબંધી લાગવાની વાત તો દૂરની છે, પણ હજુ વધુ છૂટ મળશે. હાલમાં સાઉદીએ ફૂટબોલ ટીમ ખરીદી છે, જેમાં દુનિયાનો સૌથી મોઘો કહી શકાય તેવા ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ તેમની ટીમનો સભ્ય છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની પ્રેમિકા સાથે વેલેન્ટાઈન દિવસની ઉજવણી સાઉદી અરેબિયામાં જ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં