Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં ઈદના જુલુસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’, હૈદરખાન,...

    વડોદરામાં ઈદના જુલુસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’, હૈદરખાન, સરફરાઝ સહિત ત્રણની ધરપકડ: વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

    હિંદુવાદી એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીએ આ વીડિયો X (અગાઉનું ટ્વિટર) પર શૅર કરીને ગુજરાત પોલીસને કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી. પોસ્ટ કરેલા વીડિયોમાં જુલુસમાં સામેલ DJ પર ‘સર તન સે જુદા’ અને ‘ભારત કા બચ્ચા બચ્ચા, મેરે ખ્વાજા કે ટુકડોં પર પલતા હૈ’ના ગીતો વાગતાં સાંભળવા મળે છે.

    - Advertisement -

    વડોદરામાં ઈદના જુલુસમાં DJ પર મોટા અવાજે ‘સર તન સે જુદા’નાં ગીત વગાડવા બદલ ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ હૈદરખાન પઠાણ, સરફરાઝ અન્સારી અને રાહુલ ધોબી તરીકે થઈ છે. જેમાંથી રાહુલ DJનો માલિક છે, જ્યારે બાકીના બે આયોજકો હતા. સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. 

    આ મામલે વડોદરા સિટી પોલીસ મથકે ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધરપકડ પણ કરી લેવાઈ હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) ઈદના દિવસે વડોદરાના ફતેપુરા વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં DJ પણ બોલાવાયું હતું. જાહેરમાંથી પસાર થતા આ જુલુસ દરમિયાન DJ પર મોટા અવાજે ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ના નારા વગાડવામાં આવ્યા હોવાના વીડિયો વાયરલ થયા હતા. 

    - Advertisement -

    હિંદુવાદી એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીએ આ વીડિયો X (અગાઉનું ટ્વિટર) પર શૅર કરીને ગુજરાત પોલીસને કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી. પોસ્ટ કરેલા વીડિયોમાં જુલુસમાં સામેલ DJ પર ‘સર તન સે જુદા’ અને ‘ભારત કા બચ્ચા બચ્ચા, મેરે ખ્વાજા કે ટુકડોં પર પલતા હૈ’ના ગીતો વાગતાં સાંભળવા મળે છે. ‘સર તન સે જુદા’ના નારા જ્યાં લાગ્યા હતા ત્યાં જ એક મંદિર પણ જોવા મળે છે. 

    વીડિયો વાયરલ થયા બાદ વડોદરા પોલીસે પણ સંજ્ઞાન લીધું હતું અને આ મામલે FIR દાખલ કરી હતી. ફરિયાદી સ્વયં પોલીસ અધિકારી બન્યા છે. જેમણે ફરિયાદમાં જણાવ્યું કે, 29 સપ્ટેમ્બર, 2023ના રોજ ઈદ-એ-મિલાદના દિવસે હૈદરખાન પઠાણ અને અન્યોએ જુલુસનું આયોજન કર્યું હતું, જે કબ્રસ્તાનથી નીકળીને ભાંડવાડા, મંગલેશ્વર ઝાપા, ફતેપુરા ચાર રસ્તા, અલિફનગર, ભૂતડીઝાંપા, કારેલીબાગ પોલીસ સ્ટેશન, નાગરવાડા, સૈયદવાડા, એમએએસ સ્કૂલ ચારરસ્તા, નવાબવાડાની અંદર રાવપુરા મેઈન રોડ અને ત્યાંથી MES સ્કૂલ પાસે આવીને પૂર્ણ થવાનું હતું. આ જુલુસમાં ડીજે વગાડવા માટે વારસિયા પોલીસ મથકેથી પરવાનગી લેવામાં આવી હતી અને આયોજક હૈદરખાને રાહુલ ધોબી નામના વ્યક્તિને તેનો ઓર્ડર આપ્યો હતો. 

    ફરિયાદ અનુસાર, નિયત સમયે ઈદનું જુલુસ નીકળ્યા બાદ તે ફતેપુરા ચાર રસ્તાથી અલીફનગર ત્રણ રસ્તા તરફ જતું હતું ત્યારે જાહેરમાં ડીજે પર વાંધાજનક ગીતો વગાડવામાં આવ્યાં હતાં. જોકે, જુલુસમાં પોલીસ બંદોબસ્ત પણ હતો પરંતુ પોલીસકર્મીઓને ત્યારે આસપાસના શોરબકોરના કારણે અવાજ આવ્યો ન હતો. ત્યારબાદ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. 

    પોલીસે ત્રણેય સામે IPCની કલમ 188, 144 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 અને 135 હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં