Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: રામનવમી શોભાયાત્રા પર હુમલા મામલે પકડાયેલા આરોપીઓએ પાસાથી બચવા હાથ પર...

    વડોદરા: રામનવમી શોભાયાત્રા પર હુમલા મામલે પકડાયેલા આરોપીઓએ પાસાથી બચવા હાથ પર બ્લેડ મારીને નાટકો કર્યાં, જાતે જ ઇજા પહોંચાડી બૂમાબૂમ કરી

    વડોદરા શહેરમાં રામનવમીના દિવસે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રાઓ પર પાંજરીગર મહોલ્લા વિસ્તારમાં મસ્જિદ પાસે પથ્થરમારો થયો હતો.

    - Advertisement -

    ગત રામનવમી પર્વે વડોદરા શહેરમાં નીકળેલી શોભાયાત્રા પર હુમલો કરવા મામલે પકડાયેલા આરોપીઓમાંથી અમુક સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે સિટી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં સજ્જાદ અને સુફિયાન નામના બે આરોપીઓએ કાર્યવાહીથી બચવા માટે નાટકો ચાલુ કરી દીધાં હતાં અને બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 

    મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં યોજાયેલ હિંદુ મહાપર્વ રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ઝડપાયેલા આરોપી પૈકીના ત્રણ આરોપીઓ સજ્જાદ ઉર્ફે સહજાદ ઇબ્રાહીમભાઇ શેખ, સુફિયાન સિકંદરખાન પઠાણ, અને હાસીમ અલીઅહેમદ પઠાણ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે ત્રણેયને શહેરના સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચાલુ કાર્યવાહીએ સજ્જાદ નામના આરોપીએ પોતાની પાસે રહેલા બ્લેડથી પોતાના જ હાથ પર ઉઝરડા મારી દીધા હતા અને ત્યારબાદ બૂમો પાડવા લાગ્યો હતો કે ‘હું મરી જઈશ પણ પાસામાં નહીં જાઉં.’

    આ તાયફો ચાલી જ રહ્યો હતો તે દરમિયાન સુફિયાને પણ ગળામાં પહેરેલા મજહબી તાવીજને તોડીને હાથ અને ગળામાં ઈજા પહોંચાડી ‘હું પણ પાસામાં નહીં જાઉં’ની બૂમો પાડી સજ્જાદ માફક નાટક ચાલુ કરી દીધાં હતાં. પાસાની કાર્યવાહીથી બચવા માટે કરવામાં આવેલા આ કૃત્ય બાદ ફરજ પર હાજર પોલીસે આ બંને આરોપીઓને સયાજી હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવી હતી. જોકે, ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ જણાવ્યું હતું કે બંને સ્વસ્થ જ છે અને અન્ય કોઈ તકલીફ નથી.

    - Advertisement -

    જોકે,વડોદરા રામનવમી પર હુમલો કરનારા આરોપીઓ પૈકીના સજ્જાદ અને સુફિયાને પાસથી બચવા હાથ પર ઉઝરડા મારીને કરેલી બૂમાબૂમ તેમના કોઈ કામે આવી ન હતી અને આરોપીઓ સામે સિટી પોલીસે IPC 309 મુજબ વધારાનો ગુનો નોંધી અમદાવાદ, મહેસાણા અને પાલનપુર ખાતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે વડોદરા શહેરમાં રામનવમીના દિવસે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રાઓ પર પાંજરીગર મહોલ્લા વિસ્તારમાં મસ્જિદ પાસે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ સાંજે કુંભારવાડામાં પથ્થરમારાની વધુ એક ઘટના બની હતી. આ ઘટનાઓ બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને ઉપદ્રવીઓને શોધી કાઢ્યા હતા. હાલ આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં