Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં રામજીની શોભાયાત્રા દરમિયાન જુના અને એડિટ કરેલા વિડીયો મૂકીને લોકોને ઉશ્કેર્યા:...

    વડોદરામાં રામજીની શોભાયાત્રા દરમિયાન જુના અને એડિટ કરેલા વિડીયો મૂકીને લોકોને ઉશ્કેર્યા: સાઇબર ક્રાઇમમાં ફરિયાદ બાદ આરોપી ઇરફાન વ્હોરાની અટકાયત

    ઇરફાન મોહમ્મદભાઇ વ્હોરા નામના આરોપીએ ફેસબુક પર એડિટેડ વિડીયો મુક્યો હતો. સાથે જ અમુક જુના વીડિયોને પણ પોસ્ટ અને ફોરવર્ડ કર્યા હતા. જે બાબતે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ વડોદરા શહેર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    વડોદરામાં ગુરુવારે રામનવમીના પવિત્ર તહેવારના દિવસે જ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં હંગામો થયો હતો. જેમાં મુસ્લિમ લોકોએ શ્રદ્ધાળુઓ પર પથથરમારો કર્યો હતો. જે બાદ પોલીસ કાર્યવાહીમાં એક ઇરફાન મોહમ્મદભાઇ વ્હોરા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી, જેણે રામજીની શોભાયાત્રા દરમિયાન જુના વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયામાં ફેરવ્યો હતો અને લોકોને ઉશ્કેર્યા હતા.

    અહેવાલો અનુસાર ઇરફાન મોહમ્મદભાઇ વ્હોરા નામના આરોપીએ ફેસબુક પર એડિટેડ વિડીયો મુક્યો હતો. સાથે જ અમુક જુના વીડિયોને પણ પોસ્ટ અને ફોરવર્ડ કર્યા હતા. જે બાબતે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ વડોદરા શહેર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.

    SITએ તપાસની ગતિ વધારી

    વડોદરામાં થયેલા કોમી તોફાનને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે DCP ક્રાઇમની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. ACP ક્રાઇમ, G ડિવીઝન ACP, ક્રાઇમ બ્રાંચ PI અને સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ થાય છે. આ ટીમે પોતાની તપાસ શરૂ કરી છે. ગુનાની ગંભીરતાને જોતા તમામ મુદ્દાઓની સચોટ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ગઈકાલે સિટી પોલીસ સ્ટેશનના PI એસ.એમ. સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરી દીધી હતી.

    - Advertisement -

    વાઇરલ વિડીયોવાળા VHP નેતાની પણ કરી હતી ધરપકડ

    વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે નીકળેલી ભગવાન રામજીની શોભાયાત્રા દરમિયાન હુમલો થયા બાદ ભડકાઉ ભાષણ આપનાર વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી​ રોહન કમલેશભાઈ શાહ તથા અન્ય ઇસમો સામે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ 153(ક), 34 મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો હતો.

    પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના નેતા રોહન શાહની ધરપકડ કરી હતી. ​​​​​​​રોહન શાહને પોલીસે આજે વડોદરા કોર્ટમાં રજૂ કર્યો હતો. ​​​​​​​કોર્ટે રોહન શાહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.

    પૂર્વ આયોજિત હતો પથ્થરમારો

    વડોદરામાં પથ્થરમારાનાં 4 કલાક બાદ કુંભારવાડામાંથી બીજી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતા. જેમાં લઘુમતી કોમે પાંજરીગર મહોલ્લામાં થયેલા તોફોનનો દ્વેશ રાખીને અને પૂર્વઆયોજીત કાવતરુ ઘડીને યાત્રા જ્યારે સાંજે 5 વાગે ધૂળધોયા મસ્જિદ પાસે પહોંચી ત્યારે યાત્રા પર પથ્થરમારો કર્યો હતો.

    આ દરમિયાન 4 પોલીસ જવાનોને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ દરમિયાન પોલીસે ટીયર ગેસ છોડીને પરિસ્થિતિ પર કાબૂ મે‌ળવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં