Thursday, March 6, 2025
More
    હોમપેજક્રાઈમટ્યુશન ટીચર કાસમે બ્લેકમેલ કરીને રેપ કર્યો, ફોટા વાયરલ કરવાની ધમકી આપી:...

    ટ્યુશન ટીચર કાસમે બ્લેકમેલ કરીને રેપ કર્યો, ફોટા વાયરલ કરવાની ધમકી આપી: વડોદરાની હિંદુ યુવતીની ફરિયાદ પર આરોપીની ધરપકડ

    આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે ‘જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ, તારા ઘરનાને બતાવી દઈશ.’ આ ધમકીના આધારે આરોપીએ વિદ્યાર્થીની પર ઘણીવાર બળાત્કાર આચર્યો હતો.

    - Advertisement -

    વડોદરામાં (Vadodara) MS યુનિવર્સિટીની (MS University) એક વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી તેની સાથે ઘણીવાર બળાત્કાર (Rape) આચાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિની જ્યારે 11–12મા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેની સોસાયટીમાં જ રહેતા કાસમ ચૌહાણ નામના એક ઈસમને ત્યાં ટ્યુશન જતી હતી. બંને ઘણા સમયથી સંપર્કમાં હતાં. આરોપ છે કે થોડા સમય પહેલાં કાસમે વિદ્યાર્થિનીના ફોટો પાડી તેને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. પરિવારને જાણ થતાં તેમણે અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

    સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થયા બાદ સામે આવ્યું હતું કે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી.કોમ ફર્સ્ટ યરમાં ભણતી પાદરાની 19 વર્ષીય વિદ્યાર્થિનીને તેનો ટ્યુશન ટીચર કાસમ ચૌહાણ બ્લેકમેલ કરતો હતો. તેણે પીડિતા પર અનેક વાર બળાત્કાર પણ ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાવવામાં આવી છે. જેના આધારે બળાત્કારનો ગુનો દાખલ કર્યા બાદ પોલીસે 28 વર્ષીય એડવોકેટ કાસમ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે ACP અશોક રાઠવાએ મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપીની ધરપકડ અંગેની વિગતો જાહેર કરી હતી. 

    તેમણે જણાવ્યું હતું કે, “આ કિસ્સામાં ભોગ બનનાર યુવતી 19 વર્ષની છે અને પાદરા તાલુકામાં રહે છે તથા હાલમાં એમ.એસ. યુનિવર્સિટીના ફર્સ્ટ યરના સેકન્ડ સેમિસ્ટરમાં ભણે છે. ભોગ બનનાર યુવતી ધો.11-12માં ભણતી હતી ત્યારે આરોપી કાસમ સલીમભાઈ ચૌહાણ તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. પીડિતા સાંજે 5 થી 6 સુધી આરોપીના ઘરે ટ્યુશન ક્લાસ માટે જતી હતી.”

    - Advertisement -

    ACPએ આગળ જણાવ્યું હતું કે, “પીડિતાએ પણ બે વર્ષ સુધી ટ્યુશન ક્લાસ કર્યા હતા. ધો. 12 પાસ કર્યા પછી પણ બંન્ને જણાં ટેલિફોનથી એક બીજા સાથે સંપર્કમાં હતાં. આજથી લગભગ 6 મહિના પહેલાં નવેમ્બર 2024માં કાસમે પીડિતાને ફોન કર્યો હતો અને આપણે ફરવા જઈએ તેમ જણાવ્યું હતું. બાઈક પર બંને ફરવા ગયાં હતાં. આરોપી કિશોરીને છાણી બાજુ ફરવા લઈ ગયો હતો. જ્યાં અવાવરુ જગ્યામાં લઈ જઈને તેને ધમકી આપી હતી કે આપણે અગાઉ પડાવેલા ફોટા વાઈરલ કરી દઈશ.”

    નોંધનીય છે કે આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે ‘જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ, તારા ઘરનાને બતાવી દઈશ.’ આ ધમકીના આધારે આરોપીએ વિદ્યાર્થીની પર ઘણીવાર બળાત્કાર આચર્યો હતો. આ ઉપરાંત ગત જાન્યુઆરીમાં પીડિતાને માસિક ન આવતા આરોપીએ પીડિતાને ગોળીઓ પણ ખવડાવી હતી. તેમ છતાં માસિક ન આવતા પ્રેગનેન્સી ટેસ્ટ કીટ લાવીને ઘરે જ ટેસ્ટ કરવા જણાવ્યું હતું.

    જોકે માસિક ન આવતા પીડિતાની માતાને સમગ્ર ઘટનાની જાણ થઈ ગઈ હતી. ત્યારે આ મામલે પીડિતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ અગામી કાર્યવાહી કરી રહી છે. આ મામલે હિંદુ સંગઠનોએ વિરોધ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે જણાવ્યું કે કાયદા અનુસાર વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં