Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા: હિંદુ વસ્તીવાળા મુખ્યમંત્રી આવાસમાં એક મકાન લઘુમતી કોમને ફળવાતા આક્રોશ, સ્થાનાંતરિત...

    વડોદરા: હિંદુ વસ્તીવાળા મુખ્યમંત્રી આવાસમાં એક મકાન લઘુમતી કોમને ફળવાતા આક્રોશ, સ્થાનાંતરિત કરવાની ઉઠી માંગ

    વડોદરાના હરણી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મોટનાથ નામની સોસાયટી બનાવવામાં આવી હતી. આ સોસાયટીમાં કૂલ 462 મકાન બનાવવામાં આવ્યા છે. આ મકાન પૈકીના 461 મકાન હિંદુને ફાળવવામાં આવ્યા હતા, જયારે 1 મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    વડોદરાના હરણી ખાતે મોટનાથ મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવેલી હિંદુ વસ્તીવાળી મોટનાથ રેસિડેન્સી નામના મુખ્યમંત્રી આવાસ યોજનામાં એક મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવવામાં આવતા વિવાદ થયો છે. વીએમસીના આ નિર્ણય પર સોસાયટીના હિંદુ રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે લઘુમતી કોમના વ્યક્તિના મકાનને રદ કરીને તેમની વસ્તીમાં બનાવવામાં આવેલા આવાસમાં મકાન ફાળવી દેવામાં આવે.

    મળતી માહિતી અનુસાર વડોદરાના હરણી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મોટનાથ નામની સોસાયટી બનાવવામાં આવી હતી. આ સોસાયટીમાં કૂલ 462 મકાન બનાવવામાં આવ્યા છે. આ મકાન પૈકીના 461 મકાન હિંદુઓને ફાળવવામાં આવ્યા હતા, જયારે 1 મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે લઘુમતી કોમના વ્યક્તિના મકાનને લઘુમતી વિસ્તારમાં બનાવવામાં આવેલી સોસાયટીમાં સ્થાનાંતરિત કરવાની માંગ કરી હતી.

    આ માંગને લઈને સ્થાનિક રહેવાસીઓએ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મકાન ફાળવણીને લઈને ફાટેલા આક્રોશ વચ્ચે એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “આવાસ યોજનામાં લઘુમતી કોમ માટે તાંદલજા, આકોટા જેવા વિસ્તારમાં મકાન ફાળવવામાં આવ્યા છે, અહીં હિંદુઓનો વિસ્તાર છે અને અહીં લઘુમતી કોમના વ્યક્તિને આવાસ ફાળવવામાં આવ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી આપી રહ્યું. છેલ્લા 6 વર્ષથી અમારી આ માંગ છે અને સાતમાં વર્ષે આવાસમાં તેઓ રહેવા આવી જશે તો અમારી પરિસ્થિતિ કફોડી બનશે.”

    - Advertisement -

    બીજી તરફ આ પ્રકારે મકાન ફાળવણીને લઈને સ્થાનિક મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. એક સ્થાનિક મહિલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમારી એટલી જ માંગ છે કે એમનું (લઘુમતી કોમના વ્યક્તિનું) મકાન છે તેને તેમના વિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ ખાલી હિંદુઓની સોસાયટી છે, અમને અહી શાંતિથી રહેવા મળે એટલી જ અમારી માંગ છે.” નોંધનીય છે કે આ મકાનોની ફાળવણી વર્ષ 2019માં કરવામાં આવી હતી અને હવે લઘુમતી સમાજના વ્યક્તિ અહીં રહેવા આવવાના છે તેવી જાણ થતા જ સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો છે.

    સ્થાનિકોનું કહેવું છે કે, હાલ તેમનો વિરુધ માત્ર સોસાયટીની અંદર જ છે. જો વડોદરા પ્રશાસન દ્વારા તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ વિરોધ પ્રદર્શન સોસાયટીની બહાર પણ નીકળશે. જો તેમની માંગ પર કામ નહીં થાય તો સ્થાનિકો ભૂખ હડતાલ, અનશન અને શાંતિ પૂર્વક આંદોલન પણ કરશે તેવી સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં