Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખ રફીક રાઠોડ સામે મારમારીનો ગુનો નોંધાયો: ગાડી સરખી પાર્ક...

    વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખ રફીક રાઠોડ સામે મારમારીનો ગુનો નોંધાયો: ગાડી સરખી પાર્ક કરવાનું કહેનાર વ્યક્તિને સાગરીતો સાથે મળીને માર માર્યો, અગાઉ થઈ ચૂકી છે પાસા

    307 કલમ મુજબના ગુનામાં અનેકવાર પોલીસ કાર્યવાહીનો સામનો કરનાર રફીક રાઠોડને ખંડણીના ગુનામાં પાસા થઇ હતી. ઉંડેરાની જમીનમાં પણ રફીક રાઠોડનું નામ ઉછળ્યું હતું.

    - Advertisement -

    વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ રફીક રાઠોડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે તેમના પર સાથીઓ સાથે મળીને એક વ્યક્તિ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. આ પહેલા ખંડણીના આરોપમાં તેને પાસા થઈ ચૂકી છે.

    અહેવાલો મુજબ વડોદરાના ગોરવા-કરોડિયા રોડની કોંગ્રેસ ઓફિસ પાસે રહેતા રહીશે ઓફિસના કર્મીને કાર સરખી રીતે રિવર્સ કરવા કહેતાં કોંગ્રેસ ઉપપ્રમુખ અને બે સાથીએ તેમના પર હુમલો કર્યો હતો.

    શું છે આખો મામલો

    પૂરી વાત એમ છે કે જયનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશ પટેલ 4 દિવસ પહેલાં સાંજે પુત્રને રમાડવા લઇ ગયા હતા. તે વખતે સોસાયટીમાં આવેલી કોંગ્રેસ ઓફિસમાંથી નીકળેલો ઇસમ કાર લઈ જતાં તેમના પુત્રને અકસ્માત થતાં રહી ગયો હતો. જે બાદ મુકેશ પટેલે કોંગ્રેસ ઉપપ્રમુખની ઓફિસમાં જઈ સદ્દામ રાઠોડને કહ્યું કે, “તમારા માણસોને ગાડી વ્યવસ્થિત પાર્ક કરવા કહો અથવા સિક્યુરિટી મૂકો નહીં તો અકસ્માત થઇ જશે.”

    - Advertisement -

    ત્યારે સદામ રાઠોડે એને ધમકાવતાં કહ્યું હતું, “તારાથી થાય તે કરી લે, અમને સમજાવવાવાળો તું કોણ છે.” બાદમાં તેના પર હુમલો કર્યો હતો. આ પછી લાલ ઉર્ફે સમીર રાઠોડ અને રફીક રાઠોડે પણ મારામારી કરી હતી. સદામે ધમકી આપી કે, “તું ઓફિસ આસપાસ દેખાઈશ તો છોડીશું નહીં.”

    મુકેશ પટેલની ફરિયાદ પર ગોરવા પોલીસે સદામ રાઠોડ, સમીર રાઠોડ અને રફીક રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. મુકેશ પટેલે જણાવ્યું છે કે, “પોતાની જાતને કોંગ્રેસ અગ્રણી ગણાવતા રફીક રાઠોડ અને તેના માણસો દ્વારા સોસાયટીના રહીશોને હેરાનગતિ કરાય છે.” રહીશો પણ જણાવે છે કે, સોસાયટીની બહાર મકાન નંબર સહિતનું જે બોર્ડ મારેલું હતું તેની પર કોંગ્રેસ ઉપપ્રમુખનું બોર્ડ રફીકે દાદાગીરી મારી લગાવી દીધું છે.

    આ પહેલા અનેક ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે રફીક

    થાેડાંક વર્ષ પહેલાં વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ રફીક રાઠોડની કારમાંથી રિવાેલ્વર મળતાં પોલીસ કાર્યવાહી કરાઈ હતી. હાલના એક કોર્પોરેટરની જમીનના વિવાદમાં રફીક રાઠોડે ઝંપલાવ્યું હતું, જેના પગલે વિવાદ થયો હતો. માંડવલી થતાં ગોરવાના એક રાજકીય અગ્રણીએ કોર્પોરેટરની ટિકિટ અપાવી હતી.

    307 કલમ મુજબના ગુનામાં અનેકવાર પોલીસ કાર્યવાહીનો સામનો કરનાર રફીક રાઠોડને ખંડણીના ગુનામાં પાસા થઇ હતી. ઉંડેરાની જમીનમાં પણ રફીક રાઠોડનું નામ ઉછળ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં