Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: સલીમે હાથ પકડીને યુવતીને રિક્ષામાં બેસાડવાના પ્રયાસ કર્યા, ના પાડતાં જાનથી...

    વડોદરા: સલીમે હાથ પકડીને યુવતીને રિક્ષામાં બેસાડવાના પ્રયાસ કર્યા, ના પાડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી, ધરપકડ

    ગત 28 જાન્યુઆરીએ યુવતી અકોટા બ્રિજ પાસે એક રિક્ષામાં બેસવા માટે જતી હતી ત્યારે આરોપી સલીમે તેની છેડતી કરી હતી. 

    - Advertisement -

    વડોદરા શહેરમાં એક યુવતીની છેડતીનો બનાવ બન્યો છે. આ મામલે પીડિતાએ ગોત્રી પોલીસ મથકે સલીમ નામના એક રિક્ષાચાલાક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેને ઝડપી લીધો છે. સલીમે હાથ પકડીને યુવતીને રિક્ષામાં બેસાડવાના પ્રયાસ કર્યા હતા. 

    મામલાની વધુ વિગતો એવી છે કે, પીડિત યુવતી વડોદરાના ભાયલી રોડ પર આવેલા એક બંગલામાં કામ કરવા માટે જાય છે અને આ માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. દરમ્યાન, ગત 28 જાન્યુઆરીએ તે અકોટા બ્રિજ પાસે એક રિક્ષામાં બેસવા માટે જતી હતી ત્યારે આરોપી સલીમે તેની છેડતી કરી હતી. 

    વડોદરા પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર, યુવતી સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક રિક્ષામાં બેસવા માટે જતી હતી ત્યારે સલીમે નજીક આવીને તેનો હાથ પકડીને પોતાની રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગભરાઈ ગયેલી યુવતીએ રિક્ષામાંથી ઉતરી જઈને બૂમાબૂમ કરી મૂકતાં રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો. 

    - Advertisement -

    યુવતીએ સલીમ ઉપર જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ઘટના બાદ પીડિતાએ ગોત્રી પોલીસ મથકે પહોંચીને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે શોધખોળ હાથ ધરીને આરોપી સલીમની અટકાયત કરી લીધી હતી. 

    પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં સલીમ અન્ય યુવતીઓને પણ આમ જ પરેશાન કરતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

    વડોદરાના સ્ટેશન સહિતના વિસ્તારોમાં રિક્ષાચાલકો દ્વારા મહિલાઓની થતી છેડતીનો મુદ્દો તાજેતરમાં જ ઉછળ્યો હતો અને સ્થાનિકોએ આવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, ગોત્રી પોલીસે યોજેલા લોક દરબારમાં રહીશોએ રિક્ષા ચાલકો દ્વારા થતા મહિલાઓ સાથેના ગેરવર્તન સામે અવાજ ઉઠાવીને કાર્યવાહીની માંગ કરી હતી, જેની ઉપર પોલીસે પણ કડક કાર્યવાહીની બાહેંધરી આપી હતી. 

    એમ. એસ યુનિવર્સીટીમાં યુવતીની છેડતી 

    તાજેતરમાં જ વડોદરામાં જ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં કોમર્સ ફેકલ્ટીની યુવતી સાથે પણ છેડતીનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસે એક ઈસમની ધરપકડ કરી લીધી છે. 

    એમ. એસ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં તે કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગ પાસે ઉભી હતી ત્યારે તેની પાડોશમાં રહેતો યુવક ઘનશ્યામ તેની નજીક આવી પહોંચ્યો હતો અને પાછળથી ગળું દબાવીને માર મારવા માંડ્યો હતો. ત્યારબાદ યુવતીએ બૂમાબૂમ કરતાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં