Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રયાગરાજ સત્યમ મર્ડર કેસ: આરોપીઓનાં ઘર પર ચાલશે બુલડોઝર, પીડિતની બહેને જણાવી...

    પ્રયાગરાજ સત્યમ મર્ડર કેસ: આરોપીઓનાં ઘર પર ચાલશે બુલડોઝર, પીડિતની બહેને જણાવી આપવીતી

    સરકારે પીડિત પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરી હતી. આ અંગે ડીએમ સંજય કુમાર ખત્રીએ મુખ્યમંત્રી કાર્યાલય પરથી પરવાનગી પણ મેળવી લીધી છે. હાલ આરોપીઓની સંપત્તિ અંગે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    પ્રયાગરાજના ખીરીમાં 16 વર્ષના યુવક સત્યમ શર્માની નિર્મમ હત્યાના આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેમના ઘર પર બુલડોઝર પણ ફેરવવામાં આવશે. પિતરાઈ બહેન સાથે થતી છેડતીનો વિરોધ કરનાર મૃતક સત્યમ 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેની 28 ઓગસ્ટ, 2023ના રોજ ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરવામાં આવી હતી.

    અહેવાલ અનુસાર, ખીરીમાં સત્યમ શર્માની હત્યા મામલે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તુર્કપુરવા ગામના સરપંચ મોહમ્મ્મ્દ યુસુફ અને મોહસીન ઉપરાંત ત્રણ સગીર વયના આરોપીઓનો સમાવેશ થાય છે. સગીર આરોપીઓમાં એક યુસુફનો પુત્ર અને અન્ય બે તેના ભાણેજ છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકો બુલડોઝર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે સરકારે પીડિત પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરી હતી. આ અંગે ડીએમ સંજય કુમાર ખત્રીએ મુખ્યમંત્રી કાર્યાલય પરથી પરવાનગી પણ મેળવી લીધી છે. હાલ આરોપીઓની સંપત્તિ અંગે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના ઘર પર બુલડોઝર એક્શન શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    સત્યમની પિતરાઈ બહેનને ટાંકીને અમર ઉજાલાએ જણાવ્યું છે કે, તેના ભાઈને બચાવવા માટે તેણે મોહમ્મદ યુસુફના પગ પકડીને ભીખ માંગી હતી. પરંતુ યુસુફે તેને ખેંચીને લાત મારી હતી. તેણે ઉમેર્યું “અમે ગામના સરપંચ યુસુફના ઘર પાસે પહોંચ્યા ત્યારે મારી સાથે ભણતા તેના પુત્રએ મારો હાથ પકડીને ખેંચ્યો હતો. સત્યમે તેને રોક્યો ત્યારે તેણે સત્યમનો કોલર પકડ્યો હતો. હું કંઈ કરું તે પહેલાં જ આઠ લોકોએ સત્યમને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેમાંથી ચાર લોકો બહારથી આવ્યા હતા. જેને હું નથી ઓળખતી.”

    તેણે જણાવ્યું કે, “આરોપીઓએ સત્યમને ચારેકોરથી ઘેરીને લાકડાના પાટિયા અને સળિયા વડે માર મારવા લાગ્યા હતા. તે લોહીલુહાણ હાલતમાં ત્યાજ ફસડાઈ પડ્યો અને ફરી ઉભો થયો જ નહીં. મારી આંખો સામે જ મારા ભાઈની હત્યા કરવામાં આવી હતી.” મૃતકની બહેને કહ્યું હતું કે, ગામનો સરપંચ યુસુફ ત્યાં જ ઉભો રહી હુમલાખોરોને ઉશ્કેરી રહ્યો હતો.

    જ્યાં સત્યમની હત્યા થઇ, ત્યાં અવાર-નવાર છેડતીની ઘટનાઓ બનતી રહે છે

    જે સ્થળે સત્યમ શર્મા પર હુમલો કરવામાં આવ્યો ત્યાં છોકરીઓની છેડતી કરવી સામાન્ય બાબત છે. રિપોર્ટ અનુસાર ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ કેટલાક લોકોએ તેમની દીકરીઓનું ભણતર છોડાવી દીધું છે. તેઓએ કહ્યું, “અમારી બહેન-દીકરીઓ દરરોજ શાળાએ જતી વખતે તુર્કપુરવા ગામેથી પસાર થતાં માથું ઝુકાવી લે છે. બદમાશો તેના પર અભદ્ર ટિપ્પણી કરતા રહેતા હોય છે.”

    પરમાનંદ ઇન્ટર કોલેજના પ્રિન્સિપાલ રાજેશ પાંડેના જણાવ્યા અનુસાર તુર્કપુરવાના રસ્તા પર બદમાશો બેઠેલા જ હોય છે. તેઓ શાળાએ આવતી-જતી વિદ્યાર્થીનીઓને છેડતી અને ચેનચાળો કરતા રહેતા હોય છે. આ અંગે વિદ્યાર્થીનીઓએ અનેક વખત શાળામાં વાત કરતી રહેતી હોય છે. તેમના જણાવ્યા મુજબ આ બાબતે ખીરી પોલીસ મથકમાં પણ અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપીઓમાં સામેલ મોહમ્મ્દ યુસુફનો પુત્ર પણ આ જ શાળાનો વિદ્યાર્થી છે. સત્યમ પણ અહીં જ અભ્યાસ કરતો હતો.

    ખીરી ગામના રહેવાસી મેનેજર પાંડેના જણાવ્યા અનુસાર તુર્કપુરવાના માથાભારે તત્વો છેડતીનો વિરોધ કરનાર લોકો સાથે મારામારી પર ઉતરી આવે છે. તેમણે કહ્યું, “જો યોગી સરકારના વખતમાં બહેન-દીકરીઓનું ઘરેથી નીકળવું મુશ્કેલ થતું હોય, તો આપ વિચારી શકો છો કે અન્ય સરકારોના સમયમાં અહીં કેવું વાતાવરણ રહેતું હશે. કેટલાક માતા-પિતાએ તેમની દીકરીને તુર્કપુરવામાંથી પસાર ન થવું પડે તે કારણોસર પોતાની દીકરીઓનો અભ્યાસ પણ અધૂરો છોડાવી દીધો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં