Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમિત્રતા કરીને રૂપિયા ઉધાર લીધા, બાદમાં હત્યા કરી અનાજની ટાંકીમાં ફેંકયો: નીતિન...

  મિત્રતા કરીને રૂપિયા ઉધાર લીધા, બાદમાં હત્યા કરી અનાજની ટાંકીમાં ફેંકયો: નીતિન ભંડારીની હત્યામાં નૌશાદ બ્રધર્સ અને તેમની અમ્મીની ધરપકડ

  નીતિનના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તે હરિદ્વારની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લગભગ 6 વર્ષથી કામ કરતો હતો.

  - Advertisement -

  ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં 27 નવેમ્બર 2022ના રોજ થયેલી નીતિન ભંડારીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. જેમાં ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ આઝાદ અને નૌશાદ તરીકે કરવામાં આવી છે. ત્રીજો ભાઈ સગીર વયનો છે. 5મી ડિસેમ્બરે અમ્મી ગુલશન સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઉધાર આપેલા પૈસાની માંગણી કરતા તેમણે નીતિનની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ સાથેજ બહું ચર્ચિત ઉત્તરાખંડના નીતિન ભંડારીની હત્યાનો ભેદ ઉકેલવાની અણી પર છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના નીતિન ભંડારીની હત્યાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. 35 વર્ષીય નીતિન મૂળ પૌડી જિલ્લાના પાબો બ્લોકના ચોડીખ ગામનો રહેવાસી હતો. તે હરિદ્વારમાં એક કારખાનામાં કામ કરતો હતો. નીતિનના ઘરથી થોડે દૂર ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ઇદગાહ કોલોનીમાં ગુલશન તેના ત્રણ પુત્રો સાથે રહે છે. નૌશાદની મિત્રતા નીતિન સાથે હતી. એક દિવસ નૌશાદે પ્લોટ ખરીદવાના નામે નીતિન પાસેથી અઢી લાખ રૂપિયા ઉછીના લીધા હતા. બાદમાં તે પૈસા પરત કરવામાં આનાકાની કરવા લાગ્યો હતો. આ કારણે નીતિન અને નૌશાદ વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

  27 નવેમ્બરે પણ નીતિન નૌશાદના ઘરે પૈસા માંગવા ગયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ પછી નૌશાદે નીતિનને જમીન પર પછાડી દીધો અને કપડા વડે તેનું ગળું દબાવી દીધું હતું. નૌશાદના પરિવારના અન્ય સભ્યોએ પણ તેને હત્યામાં મદદ કરી હતી. નીતિનની હત્યા બાદ નૌશાદનો આખો પરિવાર આખી રાત તેની લાશ સાથે જ સૂતો હતો. બીજા દિવસે આરોપીએ બજારમાંથી અનાજ ભરવાની ટાંકી ખરીદી હતી અને તેમાં નીતિનનો મૃતદેહ રાખ્યો હતો તથા તેનો નિકાલ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો.

  - Advertisement -

  નૌશાદનો આખો પરિવાર બે દિવસ સુધી નીતિનના મૃતદેહ સાથે રહ્યો હતો . પરંતુ જ્યારે અનાજની ટાંકીમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યારે આરોપી લાશને ત્યાં જ મૂકીને ઘરને તાળું મારીને ભાગી ગયા હતા . બાદમાં ઘરની તપાસ દરમિયાન પોલીસને નીતિનની લાશ મળી આવી હતી. મૃતદેહના ખિસ્સામાંથી મળેલી સ્લીપમાંથી તેની કંપની અને કંપનીમાંથી મળેલી માહિતીથી નીતિનના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ દરમિયાન પોલીસે તે પીકઅપ ચાલકને પણ શોધી કાઢ્યો જે આરોપીનો સામાન લઈ જઈ રહ્યો હતો. પીકઅપ ડ્રાઈવરે તેના બુકિંગ માટે આવેલી બુલેટનો નંબર જણાવ્યો જે આરોપીની હોવાનું બહાર આવ્યું. આ નંબર પરથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.

  તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જે મકાનમાલિકે ગુલશન અને તેના પરિવારને મકાન ભાડે આપ્યું હતું તેણે તેમનું વેરિફિકેશન કરાવ્યું ન હતું. આ અંગે ટૂંક સમયમાં જ મકાન માલિક સામે કાર્યવાહી થઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસે કેટલાક મોબાઈલ નંબર એકત્ર કર્યા હતા જેનું લોકેશન નોઈડા, બુલંદશહેર અને રાજસ્થાન બતાવી રહ્યું હતું. પોલીસે આ સ્થળોએ દરોડા પાડીને તમામ 4 આરોપીઓની અલગ-અલગ દિવસે ધરપકડ કરી હતી.

  પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. તેમની પાસેથી ગેસ સિલિન્ડર, ફ્રિજ, બુલેટ, મોબાઈલ ફોન, મૃતક નીતિનનું પાન કાર્ડ અને એટીએમ કાર્ડ સહિત 1 લાખ 10 હજાર રૂપિયાની રોકડ મળી આવી છે. આ કેસમાં સામેલ 3 આરોપીઓને જેલમાં અને અન્ય એક સગીરને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. નીતિનના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તે હરિદ્વારની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લગભગ 6 વર્ષથી કામ કરતો હતો. તેના પિતાને 2019માં લકવો થઈ ગયો છે અને તેના ઘરમાં માતા સાથે 2 બહેનો પણ રહે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં