Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તરાખંડ: અતિક્રમણ કરીને ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવી હતી મજારો, ફરી વળ્યું...

    ઉત્તરાખંડ: અતિક્રમણ કરીને ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવી હતી મજારો, ફરી વળ્યું ધામી સરકારનું બુલડોઝર, 15 મજાર ધ્વસ્ત

    છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્તરાખંડમાં સરકારી જમીન અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં મોટાપાયે અતિક્રમણ કરીને ધાર્મિક-મજહબી સ્થળો ઊભાં કરી દેવામાં આવ્યાં હોવાનું સામે આવતું રહ્યું છે.

    - Advertisement -

    ઉત્તરાખંડ રાજ્યના પાટનગર દહેરાદૂનના જંગલમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ 15 જેટલી મજારો ઉપર પુષ્કરસિંહ ધામી સરકારે બુલડોઝર ફેરવી દીધું છે. આ 17 જેટલી મજારોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 15 વિરુદ્ધ કાર્યવાહી કરીને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. 

    છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્તરાખંડમાં સરકારી જમીન અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં મોટાપાયે અતિક્રમણ કરીને ધાર્મિક-મજહબી સ્થળો ઊભાં કરી દેવામાં આવ્યાં હોવાનું સામે આવતું રહ્યું છે. દરમિયાન તાજેતરમાં પણ આવી કેટલીક ગેરકાયદેસર મજારો વિશે જાણકારી સામે આવી હતી. 

    ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લા સ્થિત કલજીખાલ તાલુકાના કિમોલી ગામમાં એક મજાર બનાવવામાં આવી હોવાનું તાજેતરમાં જ સામે આવ્યું હતું. થોડાં વર્ષો પહેલાં કેટલાક સ્થાનિક મુસ્લિમો અહીં મૃતદેહ દફનાવતા હતા, ત્યારબાદ અહીં કબર પર ચાદર ચડાવવાનું કામ શરૂ થયું અને હવે તેને ‘પીર મજાર’ નામ આપી દેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    આ મજાર કેવી રીતે બની ગઈ તેને લઈને ગામના સરપંચ પણ કંઈ જણાવતા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત, મજાર ખાનગી નહીં પરંતુ સરકારી જમીન ઉપર તાણી બાંધવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

    આ મજાર માટે સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટીન શેડ નિર્માણ માટે 2 લાખ રૂપિયા પણ મંજૂર કરવામાં આવ્યા હોવાનું અહેવાલો જણાવે છે. આ રકમ ફાળવવામાં આવ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદે તેનો વિરોધ કર્યો હતો અને મજાર હટાવવાની માંગ કરી હતી. તેમજ જો તે ન હટાવાય તો મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

    આવી અન્ય મજારો વિશે પણ જાણવા મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે અતિક્રમણ કરીને બનાવવામાં આવેલાં આ પ્રકારનાં બાંધકામોની ઓળખ કરવા માટેના આદેશ આપ્યા હતા. ત્યારબાદ દહેરાદૂન વન વિભાગે કુલ 17 મજારો ચિહ્નિત કરી હતી. જે તમામના સંચાલકોને જમીન સબંધિત કાગળો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 2 જ સંતોષકારક માહિતી પૂરી પાડી શક્યા હતા. બાકીની 15 મજાર બુલડોઝર ફેરવીને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. જેમાં પૌડીની ‘પીર મજાર’નો પણ સમાવેશ થાય છે.  

    રિપોર્ટ્સ અનુસાર, દહેરાદૂન વીઆઇએન વિભાગના ડીએફઓ નીતિશ મણિ ત્રિપાઠીએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. 

    બીજી તરફ, આ મામલે ઉત્તરાખંડ સીએમ પુષ્કરસિંહ ધામીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ પ્રકારનું અતિક્રમણ સાંખી લેવામાં આવશે નહીં. ઉત્તરાખંડના વન મંત્રી સુબોધ ઉનિયાલે કહ્યું કે, આવી જગ્યાઓની માહિતી એકઠી કરવામાં આવી રહી છે, જ્યાં ગેરકાયદેસર રીતે કબર અને મજારો બનાવવામાં આવી હોય. એક-એક કરીને આ તમામ જગ્યાઓને અતિક્રમણમુક્ત બનાવવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં