Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તરાખંડના AAPના CM ઉમેદવાર કર્નલ અજય કોઠીયાલે AAPમાંથી આપ્યું રાજીનામું: કહ્યું- ભૂતપૂર્વ...

    ઉત્તરાખંડના AAPના CM ઉમેદવાર કર્નલ અજય કોઠીયાલે AAPમાંથી આપ્યું રાજીનામું: કહ્યું- ભૂતપૂર્વ સૈનિકો, વૃદ્ધો, યુવાનોના હિતમાં છોડી પાર્ટી

    ગત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ઉત્તરાખંડના ભાવિ મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીએ જેમને પ્રોજેક્ટ કર્યા હતા એ જ અજય કોઠીયાલે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને ચૂંટણી દરમિયાન પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો બનેલા કર્નલ અજય કોઠીયાલે બુધવારે (18 મે 2022) એક ચોંકાવનારું પગલું ભરતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ટ્વીટર પર સાર્વજનિક રીતે રાજીનામાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ સૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આમ કરી રહ્યા છે.

    ટ્વિટર પર AAPમાંથી પોતાનું રાજીનામું પોસ્ટ કરતા કર્નલ અજય કોઠીયાલે લખ્યું, “ભૂતપૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધલશ્કરી, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.” નોંધનીય છે કે કર્નલ કોઠિયાલ આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે એપ્રિલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

    દેવભૂમિ ઉત્તરાખંડ એ રાજ્ય છે કે જ્યાં ભૂતપૂર્વ સૈનિકોની મોટી વસ્તી રહે છે. તેને જોતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવાના ઈરાદાથી કોઠિયાલને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો હતો. પાર્ટીએ કોઠીયાલની સૈન્ય સેવાના પ્રમાણપત્રો પર આધાર રાખ્યો હતો અને જો પોતે સત્તામાં આવશે તો 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. વાસ્તવમાં, સૈન્યમાં કોઠીયાલની એક શાનદાર કારકિર્દી રહી હતી, જેમાં કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, વિશિષ્ઠ સેવા મેડલ અને પરાક્રમ મેડલનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    AAPનો કર્નલ અજય કોઠીયાલ સાથેનો ચૂંટણી દાવ નિષ્ફળ ગયો હતો

    જો કે, આમ આદમી પાર્ટી (AAP) એ જે આશા સાથે આ દાવ રમ્યો હતો તે નિષ્ફળ ગયો અને AAP ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નહીં. પાર્ટીની કારમી હાર બાદ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. સાગર ભંડારી સહિત પક્ષના કેટલાક બળવાખોર નેતાઓએ રાજ્યમાં AAPની હાર માટે કોઠીયાલને જવાબદાર ઠેરવ્યા હતા. રાજ્યમાં કર્નલ કોઠીયાલના નામે ચૂંટણી લડવામાં આવી હતી. દરેક બેનરમાં તેમનો ફોટો હતો. તેથી તેઓએ હારની જવાબદારી પણ લેવી જોઈએ. પરંતુ અત્યાર સુધી તેમણે આવુ ન તો મીડિયા સામે કર્યું છે કે ન તો પાર્ટીના કોઈ કાર્યકર સાથે કર્યું છે.

    જો કે, કર્નલ અજય કોઠીયાલે પાર્ટીની અંદર અવાજ ઉઠાવી વિરોધ અને ચૂંટણી પ્રદર્શનનો સામનો કર્યા બાદ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપીને AAP સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં