Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસામુદાયિક ભવનને લીલા રંગે રંગી નાંખ્યું, બનાવી દીધી મદ્રેસા: યુપીના સોનભદ્રના મુસ્લિમ...

    સામુદાયિક ભવનને લીલા રંગે રંગી નાંખ્યું, બનાવી દીધી મદ્રેસા: યુપીના સોનભદ્રના મુસ્લિમ બહુમતી વિસ્તારની ઘટના, તપાસ શરૂ

    સ્થાનિક લોકોનું કહેવું છે કે આગામી નગર પંચાયત ચૂંટણીમાં મુસ્લિમ વોટબેન્કને જોતાં પંચાયત પ્રમુખના દબાણ હેઠળ પિપરી નગર પંચાયતના અધિકારીએ તેમાં મદ્રેસા ચલાવવાની પરવાનગી આપી દીધી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક સામુદાયિક ભવનને મદ્રેસામાં ફેરવી નાંખવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઇમારતને લીલા રંગથી રંગી પણ કાઢવામાં આવી હતી. મામલો સાર્વજનિક થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તો બીજી તરફ અધિકારીઓએ મામલાની તપાસ માટે આદેશ આપ્યા છે. 

    આ મામલો સોનભદ્રના પીપરીના તુર્રાનો છે. અહીં પંચાયત ચૂંટણીમાં મુસ્લિમ વસ્તી વચ્ચે એક સામુદાયિક ભવન બનાવવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે આગામી નગર પંચાયત ચૂંટણીમાં મુસ્લિમ વોટબેન્કને જોતાં પંચાયત પ્રમુખના દબાણ હેઠળ પિપરી નગર પંચાયતના અધિકારીએ તેમાં મદ્રેસા ચલાવવાની પરવાનગી આપી દીધી હતી. એટલું જ નહીં, ઇમારતનો રંગ પણ બદલીને લીલો કરી નાંખવામાં આવ્યો હતો. 

    આ મામલે મનોજસિંઘ રાણા નામના એક પત્રકારે ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વિટર પર આ બાબતની જાણકારી આપી હતી. જેના જવાબમાં સોનભદ્ર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 

    - Advertisement -

    ફરિયાદી પત્રકારે પણ પોતાના ટ્વિટમાં વોટબેન્ક  માટે આમ કરવામાં આવ્યું હોવાનો જ આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પીપરીના ચેરમેન દ્વારા ચૂંટણીમાં લાભ મેળવવા માટે સામુદાયિક ભવનને મદ્રેસામાં ફેરવી દીધું હતું અને તેને ‘મદ્રેસા અશર્ફિયા’ ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. તેમણે આ સાથે કેટલીક તસ્વીરો પણ જોડી હતી, જેમાં પહેલાંનું અને પછીનું બંને બોર્ડ દેખાતાં હતાં.

    ભવનને મદ્રેસામાં ફેરવી નાંખવામાં આવ્યા બાદ ત્યાં ‘જમા મસ્જિદ મદ્રેસા અશર્ફિયા’ નામનું એક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે મામલાની ફરિયાદ સ્થાનિક તંત્રને કરી છે. 

    ફરિયાદ થતાં જ એસડીએમ સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, નિયમ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવા દેવામાં આવશે નહીં અને આ મામલાની તપાસ ચાલી રહી છે. જે કોઈ પણ ગુનેગારો હશે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ મામલે અધિકારી અને નગર પંચાયત પ્રમુખની શું ભૂમિકા છે તે પણ તપાસવામાં આવશે અને નિયમાનુસાર તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં