Sunday, October 13, 2024
More
    હોમપેજદેશUPના મદરેસાઓની SIT તપાસમાં થયો ₹150 કરોડના વિદેશી ફન્ડિંગનો ખુલાસો: મદરેસા ...

    UPના મદરેસાઓની SIT તપાસમાં થયો ₹150 કરોડના વિદેશી ફન્ડિંગનો ખુલાસો: મદરેસા બોર્ડ રાડ પાડી ઉઠ્યું, તપાસ રોકવાની કરી માંગ

    મદરેસાઓમાં થતી વિદેશી ફંડની તપાસથી ઉત્તરપ્રદેશના મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે નારાજગી દાખવી હતી. તેઓએ કહ્યું હતું કે SIT દ્વારા થતી તપાસ પ્રક્રિયાથી મદરેસામાં ચાલુ શિક્ષણ પ્રક્રિયા અને પરીક્ષામાં અનુરોધ ઉભો થશે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશમાં SIT (સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) દ્વારા મદરેસાઓની તપાસ કરાતા છેલ્લા 2 વર્ષમાં ₹150 કરોડથી વધુનું વિદેશી ફંડિંગ મળ્યાનો ખુલાસો થયો છે. રાજ્યમાં 108 જેટલા મદરેસાઓમાં તપાસ કરવામાં આવી હતી. SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં મદરેસાઓને ખુબ મોટા પ્રમાણ વિદેશી ફંડિંગ મળતું હોવાના પુરાવા મળ્યા હતા. UPના બહરાઈચ, સિદ્ધાર્થ નગર, શ્રાવસ્તી સાથે આજમગઢ, મુરાદાબાદ, રામપુરા જેવા ડઝનથી વધારે જિલ્લાઓના મદરેસાઓમાં તપાસ કરવામાં આવી હતી જ્યાં ખાડી દેશોમાંથી ફંડ આવી રહ્યા છે એવા તપાસ સમિતિને પુરાવા મળ્યા હતા.

    અહેવાલો મુજબ SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં મદરેસાઓ પાસેથી ફંડ વિશે માહિતી મંગાવવામાં આવી હતી. વિદેશમાંથી આવતા ફંડ કોણ મોકલે છે, રકમ ક્યાંથી મોકલવામાં આવી, કેવી રીતે મોકલવામાં આવી, કોના ખાતામાં ગઈ જેવી માહિતી મદરેસાના વ્યવસ્થાતંત્ર પાસેથી માંગવામાં આવી હતી. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે ઓક્ટોબર (2023) મહિનામાં ઇડીજી, ઈટીએસ અને અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના અધિકારીઓ મળીને 3 અધિકારીઓ વાળી SIT ની રચના કરી હતી. જે મદરસોમાં આવેલા વિદેશી ફંડિંગની તપાસ કરી રહ્યા હતા.

    ઉત્તર પ્રદેશમાં 25 હજારમાંથી 16,500 મદરેસા માન્યતા પ્રાપ્ત છે. જેમાંથી સરકારે બનાવેલી SITએ 108 મદરેસામાં ફંડની તપાસ કરી હતી. જેમાં છેલ્લા 2 વર્ષમાં મદરેસાઓને ₹150 કરોડનું વિદેશી ફંડિંગ મળ્યું હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    આ ઉપરાંત સરકારે જીલ્લા અલ્પસંખ્યક કલ્યાણ અધિકારી અને અન્ય તપાસ અધિકારીઓને 30 ડિસેમ્બર સુધીમાં બોર્ડ રજીસ્ટ્રારને રીપોર્ટ સોપી દેવાના આદેશ આપ્યા છે. મદરેસામાં થનારી તપાસમાં સંસ્થાના પ્રમાણપત્રથી લઇ સંસ્થામાં કાર્ય કરતા વ્યક્તિઓ સુધીની માહિતી માંગવામાં આવી છે. સાથે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની શૈક્ષણિક યોગ્યતા, મદરેસામાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા, એન.સી.આર.ટીનો અભ્યાસ ક્રમચાલે છે કે નહિ, જેવી બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    ફંડિંગની તપાસથી મદરેસા બોર્ડ નારાજ

    આ સાથે જ મદરેસાઓમાં થતી વિદેશી ફંડની તપાસથી ઉત્તરપ્રદેશના મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે નારાજગી દાખવી હતી. તેઓએ કહ્યું હતું કે SIT દ્વારા થતી તપાસ પ્રક્રિયાથી મદરેસામાં ચાલુ શિક્ષણ પ્રક્રિયા અને પરીક્ષામાં અનુરોધ ઉભો થશે. તેમને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી ધર્મપાલ સિંઘને મળી તેમને આ વિષય પર પત્ર લખ્યો હતો અને પત્રમાં તપાસને પરીક્ષા સુધી સ્થગિત કરવાની માંગ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં